(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ, ફેસબુક વગેરે સર્વિસને આપણો મોબાઇલ નંબર આપવો જોઈએ?

સવાલ મોકલનાર : સંધ્યા જોશી, ગાંધીનગર

જરૂર આપવો જોઈએ.

આપણા એકાઉન્સની સલામતી માટે આ જરૂરી છે. ગૂગલ, ફેસબુક અને તેના જેવી મોટા ભાગની ઇન્ટરનેટ પરની સર્વિસીસમાં આપણે એકાઉન્ટ ખોલાવીએ ત્યારે આ સર્વિસ આપણી પાસેથી આપણું ઈ-મેઇલ એડ્રેસ અને મોબાઇલ નંબર માગે છે.

જ્યારે આપણે આ કોઈ સર્વિસમાં આપણે આપેલો પાસવર્ડ ભૂલી જઇએ ત્યારે આપણા એકાઉન્ટની ખરાઈ માટે જે તે સર્વિસ આપણે પહેલેથી આપેલા, બીજા ઈ-મેઇલમાં પાસવર્ડ રીસેટ કરવાની લિન્ક મોકલે છે અથવા આપણે આપેલા મોબાઇલ નંબરમાં એક વેરિફિકેશન કોડ મોકલે છે.

એટલે જ, ગૂગલને તમને અવારનવાર તમે તેને રીકવરી ઓપ્શન તરીકે કયું ઈ-મેઇલ એડ્રેસ અને મોબાઇલ નંબર આપ્યાં છે તેની યાદ અપાવીને, એ બરાબર છે કે નહીં તે પૂછે છે.

હવે તમે આવો સંદેશો જુઓ ત્યારે તેનીની અવગણના કરવાને બદલે તેમાંની વિગતો જરૂર તપાસજો.

ઘણા લોકોને ગૂગલ આપણા મોબાઇલ નંબરનો દુરુપયોગ કરશે તેવી આશંકા હોય છે. પરંતુ જો પોતાનું ગૂગલ એકાઉન્ટ તમારા માટે વધુ મહત્વનું હોય તો આવો ડર બાજુએ રાખ્યા વિના છૂટકો નથી.

એકાઉન્ટને વધુ સલામત બનાવવા માટે ટુ ફેકટર વેરિફિકેશનની પદ્ધતિમાં આપણે પાસવર્ડ આપ્યા પછી, અગાઉથી આપેલા મોબાઇલ નંબર પર એક વધારાનો કોડ આવતો હોય છે. આ પદ્ધતિથી આપણા એકાઉન્ટની સલામતી ઘણી વધે છે તેનો લાભ લેવા માટે પણ ગૂગલ કે ફેસબુક જેવી વેબસર્વિસને આપણો મોબાઇલ નંબર આપવો જરૂરી છે.

પીસી/મોબાઇલના બ્રાઉઝરમાં, આ પેજ પર જઈને તમે ગૂગલના એકાઉન્ટ માટે તમારો નંબર આપી શકો કે પહેલેથી આપેલો નંબર બદલી શકો છો : https://myaccount.google.com/phone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!