(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલે ગાયબ કરેલ ‘વ્યૂ ઇમેજ’ બટન ફરી એડ કરો!

અત્યાર સુધી આપણે ગૂગલમાં કોઈ ઇમેજ સર્ચ કરીને કોઈ ચોક્કસ ઇમેજ પર ક્લિક કરતા એટલે ‘View Image’ અને ‘Search by image’ના વિકલ્પ જોવા મળતા હતા. ઇમેજ સેવ કરવી હોય તો વ્યૂ ઇમેજ કરી તેને સેવ કરી શકાતી હતી, પરંતુ થોડા સમય પહેલાં ગૂગલે આ બંને વિકલ્પ આપવાનું બંધ કરી દીધું છે. હેતુ એ છે કે એ ઇમેજ જે વેબપેજ પર હોય તેના પર ગયા વિના કોઈ એ ઇમેજ સેવ કરી ન લે.

મતલબ કે, ગૂગલનું આ વિકલ્પને બંધ કરવાનું કારણ એક તો ઇમેજની થતી ચોરી રોકવાનું અને બીજું જે વેબસાઇટની ઇમેજ છે ત્યાં સુધી યૂઝર્સને પહોંચાડવાનું છે. આ ગૂગલમાંથી ઇમેજ સેવ કે ડાઉલોડ કરવાનું મુશ્કેલ બન્યું અને જે તે ઇમેજ પર જવામાં સમય બગડે એવું થયું.

આનો ઉપાય આપે છે ગૂગલ ક્રોમનું ‘View Image’નામનું એક એક્સટેન્શન!

તેનો ઉપયોગ કરવા, https://chrome.google.com/webstoreમાં જઈ View Image સર્ચ કરી એક્સટેન્શન તમારા બ્રાઉઝરમાં એડ કરી લો. હવે જ્યારે પણ તમે ઇમેજ પર ક્લિક કરશો એટલે ફરી ‘વ્યૂ ઇમેજ’નો વિકલ્પ જોવા મળશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!