(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • એમેઝોનમાં પણ યુપીઆઇથી પેમેન્ટની સગવડ
  • રેલવેના રિઝર્વેશન ચાર્ટ હવે ડિજિટલ બનશે
  • આ મહિને જિઓફાઇબર લોન્ચ થવાની શક્યતા
  • હવે સાયબરસેફ્ટી માટે પણ વીમો!

એમેઝોનમાં પણ યુપીઆઇથી પેમેન્ટની સગવડ

એમેઝોન કંપનીએ રૂ. ૧૦,૦૦૦ થી ઓછી કિંમતની ચીજવસ્તુઓ ખરીદવા માટે યુપીઆઈથી પેમેન્ટ કરવાની સુવિધા શરૂ‚ કરી છે. એમેઝોનની મોબાઇલ એપ કે મોબાઇલ બ્રાઉઝરમાં ખરીદી કરતી વખતે યુપીઆઈથી પેમેન્ટ કરવા માટે…

  • પેમેન્ટની પદ્ધતિ પસંદ કરતી વખતે યુપીઆઈ પસંદ કરીને તમારો યુપીઆઈ આઇડી આપો.
  • ‘વેરિફાય’ પર ક્લિક કરો.
  • તમારો યુપીઆઈ આઇડી સાચો હશે તો તમારા ફોનમાંની યુપીઆઈ એપમાં જવા કહેવામાં આવશે.
  • એ એપમાં, પેન્ડિંગ ટ્રાન્ઝેક્શન્સ ટેબમાં, ટ્રાન્ઝેકશનની મંજૂરી આપશો એટલે તમારો ઓર્ડર નોંધાઈ ગયાનો સંદેશ મળી જશે.
  • રિફંડના સંજોગમાં આપણા યુપીઆઈ લિન્ક્ડ બેંક ખાતામાં રકમ જમા થશે.

યાદ રહે કે આપણે આ પ્રક્રિયા ૧૦ મિનિટમાં પૂરી કરવાની રહેશે.

રેલવેના રિઝર્વેશન ચાર્ટ હવે ડિજિટલ બનશે

રેલવે મુસાફરી કરતી વખતે આપણે અત્યાર સુધી પ્લેટફોર્મ પર મુકાતા રિઝર્વેશન ચાર્ટમાં આપણું નામ જોવા માટે ધક્કામુક્કી કરતા રહ્યા છીએ. પરંતુ હવે સ્થિતિ બદલાશે. ભારતીય રેલવેએ રિઝર્વેશન ચાર્ટ કાગળ પર પ્રિન્ટ કરવાનું સદંતર બંધ કરવાનો નિર્ણય લીધો છે.

હવે આ કામ માત્ર ડિજિટલ ઇન્ફર્મેશન બોર્ડ અને મુસાફરોને મોકલાતા એસએમએસની મદદથી કરવામાં આવશે.

ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાથી ભારતીય રેલવેએ નવીદિલ્હીના હઝરત નિઝામુદ્દિન, મુંબઈ સેન્ટ્રલ, ચેન્નાઈ સેન્ટ્રલ, હાવરા અને સિયાલદાહ સ્ટેશનો પર રિઝર્વેશન ચાર્ટ મુકવાનું બંધ કર્યું હતું તેને સારો પ્રતિસાદ મળ્યા પછી હવે તબક્કાવાર તમામ સ્ટેશનો પર આ પ્રથા બંધ કરવામાં આવશે. આ પગલાને કારણે રેલવેને ખર્ચમાં મોટી બચત થશે અને પર્યાવરણ પણ બચશે.

આવનારા સમયમાં આપણને આપણા રિઝર્વેશન સંબંધિત બર્થ તથા કોચની માહિતી પ્લેટફોર્મ પરના ડિજિટલ ડિસ્પ્લે પરથી, ૧૩૯ નંબર ડાયલ કરવાથી અથવા પોતાના ફોનમાં એસએમએસ દ્વારા મળી શકશે. આ ઉપરાંત ટ્રેનના ટીટી પાસેના ચાર્ટની મદદથી પણ આ માહિતી મળી શકશે. આગળ જતાં ટીટી પણ પોતાના ડિજિટલ ડિવાઇસમાં જ આ માહિતી જોઈ શકશે.


ભારતમાં હવે ૧૦૦ રૂપિયા કરતાં પણ ઓછી કિંમતે રોજનો એક જીબી ડેટા આપતા પ્લાન શરૂ થઈ ગયા છે, પરંતુ ફોર-જી સ્પીડની દૃષ્ટિએ ભારત સમગ્ર વિશ્વમાં અત્યંત પાછળ છે. ઓપન સિગ્નલ નામની યુકેની એક કંપનીએ ૮૮ દેશોમાં ફોર-જીની સ્પીડ તપાસી તેમાં ભારત સૌથી છેલ્લા ક્રમે છે.



આ મહિને જિઓફાઇબર લોન્ચ થવાની શક્યતા

શરૂઆતમાં તદ્દન મફત અને અત્યંત ઓછા દરે મોબાઇલ ડેટા પ્લાન્સ આપીને ભારતને મોબાઇલ ડેટાનો સૌથી વધુ વપરાશ કરતો દેશ બનાવી દેનાર રિલાયન્સ જિઓ કંપની હવે બ્રોડબેન્ડ ક્ષેત્રે પણ મોટી હલચલ મચાવવાની તૈયારીમાં છે.

તમે કદાચ જાણતા હશો તેમ છેલ્લા છએક મહિનાથી દેશનાં દસ શહેરોમાં જિઓ ફાઇબર સર્વિસનો પ્રાયોગિક ધોરણે અમલ ચાલી રહ્યો છે. જિઓ ફાઇબર એ અત્યંત ઓછા દરે ૧ જીબીપીએસ જેવી ઊંચી સ્પીડની બ્રોડબેન્ડ ડેટા કનેક્ટિવિટી આપતી સર્વિસ છે. આ હાઇ-સ્પીડ ડેટાથી આપણે ટીવી જોવાની પદ્ધતિ પણ બદલાશે.

આ સર્વિસ અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈ, દિલ્હી એનસીઆર અને હૈદ્રાબાદના અમુક ભાગોમાં પ્રાયોગિક ધોરણે ચાલી રહી છે અને લોકો હાલમાં મફતમાં સુપરફાસ્ટ નેટ કનેક્ટિવિટીની મજા માણી રહ્યા છે. હવે આ મહિના એટલે કે માર્ચ ૨૦૧૮ના અંત સુધીમાં આ સર્વિસ સત્તાવાર રીતે લોન્ચ થઇ જાય તેવી શક્યતા છે.

પહેલાં તબક્કામાં જિઓ ફાઇબર સર્વિસ અમદાવાદ, સુરત, વડોદરા, દિલ્હી એનસીઆર, હૈદ્રાબાદ, જયપુર, કોલકત્તા, મુંબઈ અને વિશાખાપટ્ટનમમાં લોન્ચ થશે.

અત્યારે મળતા અહેવાલ અનુસાર, આ સર્વિસ હેઠળ  પહેલા ૩ મહિના માટે દર મહિને ૧૦૦ જીબીનો હાઈસ્પિડ ડેટા મફત આપવામાં આવશે.

આ સર્વિસ સમગ્ર દેશમાં લોન્ચ થાય તે પછી તેનો ચાર્જ લેવાનું શરૂ થશે.

આ ઉપરાંત આવનારા સમયમાં રિલાયન્સ જિઓ પોતાના નેટવર્કનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની સર્વિસ આપવાનું શરૂ કરશે જેને કારણે આપણે લેન્ડલાઇન, બ્રોડબેન્ડ, કેબલટીવી કનેકશન વગેરે માટે અલગ અલગ કંપનીના કનેકશન લેવાની જરૂર રહેશે નહીં.


ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સર્વેક્ષણ અનુસાર જૂન ૨૦૧૮ સુધીમાં ભારતમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા ૫૦ કરોડના આંકને પાર કરી જશે. 


હવે સાયબરસેફ્ટી માટે પણ વીમો!

અત્યાર સુધી આપણે જીવનની સાથોસાથ ઘર ઉપયોગી ચીજવસ્તુઓનો વીમો ઉતરાવ્યો છે પરંતુ હવે સાયબર સલામતીથી થતા નુકસાનથી બચવાનો વીમો પણ ઉતરાવી શકાશે. બજાજ એલિયાન્ઝ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીએ ‘ઇન્ડિવિજયુઅલ સાયબર સેફ પોલિસી’ નામે એક પ્લાન તૈયાર કર્યો છે જેમાં સોશિયલ મીડિયા કે ઇન્ટનેટના અન્ય પ્લેટફોર્મ પર ઓળખની ચોરી, ડેટાની ચોરી, રેન્સમવેર જેવા માલવેર વગેરેથી થતા નુકસાનના સંજોગમાં થતા ખર્ચનું વળતર મેળવવા માટે એક લાખથી એક કરોડ રૂપિયા સુધીનો વીમો ઉતરાવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!