ગયું વર્ષ પૂરું વામાં હતું ત્યારે અમેરિકામાં નાસાની ‘જેટ પ્રોપલ્ઝન લેબોરેટરી’માં એક અનોખી રેસ યોજાઈ. આ લેબોરેટરીમાં સ્પેસક્રાફ્ટ માટે વિઝન-બેઝ્ડ નેવિગેશન વિક્સાવવા પર કામ ચાલી રહ્યું છે.
ગૂગલનું આ રિસર્ચ તરફ ધ્યાન ગયું અને તેને લાગ્યું કે આ ટેક્નોલોજી સ્પેસક્રાફ્ટની જેમ ડ્રોનને પણ લાગુ કરી શકાય છે, જેની મદદથી ડ્રોન પોતે, પોતાની મેળે કઈ દિશામાં, ક્યાં જવાનું તે જાણતાં શીખી જાય. ટૂંકમાં અહીં પણ ડ્રોનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિક્સાવવાની વાત હતી. ગૂગલા ફંડિગી સંશોધ આગળ ધપ્યું.
લેબની રિસર્ચ ટીમે બેટમેન, જોકર અને નાઇટવિંગ નામનાં ત્રણ ખાસ પ્રકારનાં ડ્રોન વિક્સાવ્યાં છે. આ ત્રણેય ડ્રોન માટે એવાં અલ્ગોરિધમ્સ વિક્સાવવામાં આવ્યાં છે, જેની મદદથી ડ્રોન તેના માર્ગમાં આવતા અવરોધને ઓળંગીને, પોતાની રીતે નિશ્ચિત માર્ગ પર ઊડી શકે છે.
નાસાની ટીમે આ એઆઇ પાવર્ડ ડ્રો એ માનવ સંચાલિત ડ્રોન વચ્ચે રેસ યોજી. માનવ સંચાલિત ડ્રોન, કેન લૂ નામના ડ્રોનના વર્લ્ડ ક્લાસ પાઇલટ ગણાતા એક નિષ્ણાતે ઊડાડ્યું.
માનવ અને એઆઈ વચ્ચેની આ ટક્કર બરાબર માપવા એક નાનો એવો, પણ ખાસ પ્રકારનો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો. ટ્રેકમાં જુદી જુદી કમાન મૂકવામાં આવી. વીડિયો ગેમ્સમાં હોય એ રીતે આ કમાનની અંદરથી પસાર થઈને અત્યંત ટૂંકા વળાંકો પર ડ્રોન ઉડાડવાનાં હતાં.
આ ટ્રેક પર ડ્રોને શક્ય એટલી વધુ ઝડપે ઊડીને, કોઈ અંતરાય સાથે ટકરાયા વિના પોતાના લેપ પૂરા કરવાના હતા. બધાં ડ્રોન્સ એક સાથે ઊડાડવો બદલે વારાફરતી ઊડાડી પરફોર્મન્સની સરખામણી કરવામાં આવી.
એઆઈ સંચાલિત ડ્રોન્સ એક સીધી રેખામાં કલાકના ૧૨૯ કિલોમીટરની ઝડપે ઊડી શકવા ડિઝાઇન થયેલાં હતાં, પણ ટ્રેકમાં એટલા વળાંક હતા કે તે કલાકના માંડ ૪૮થી ૬૪ કિલોમીટરની ઝડપે ઊડી શક્યાં.
અચ્છા, પરિણામ શું આવ્યું?
ના, આ રેસમાં માણસ હાર્યો નહીં, પણ ફક્ત સ્પીડની બાબતે. માનવ સંચાલિત ડ્રોન નિશ્ચિત લેપ્સ એઆઈ સંચાલિત ડ્રોન કરતાં ઓછા સમયમાં પૂરું કરી શક્યું, પરંતુ બંનેના પરફોર્મન્સમાં ફેર હતો. એઆઈ ડ્રોન સતત, સ્મૂધલી ઊડ્યાં, પણ માનવ-ડ્રોનમાં જર્ક આવ્યા અને એક જ ટ્રેક પર વારંવાર ડ્રોન ઊડાડ્યા પછી હ્યુમન પાઇલટ કંટાળવા માંડ્યો, જ્યારે એઆઈ-ડ્રોનમાં સ્વાભાવિક રીતે એવી કોઈ અસર નહોતી!
આ રેસમાં બંને રીતે માનવ જીત્યો! આ રિસર્ચ આગળ વધતાં, એઆઈ સંચાલિત ડ્રોન્સ ઓનલાઇન શોપિંગ સાઇટ્સનાં મહાકાય ગોદામોમાં પોતાની મેળે ઊડીને ચીજવસ્તુઓ શોધી લાવે કે આફત ગ્રસ્ત વિસ્તારોમાં જાતે ઊડીને ઇજાગ્રસ્ત લોકોની ભાળ મેળવી શકે એવા દિવસો હવે નજીક લાગે છે.
આ રેસની ઝલક જોવામાં તમને રસ હોય તો યુટ્યૂબ પર Human vs. Machine સર્ચ કરી જુઓ.


