(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇમેજનાં વિવિધ ફાઇલ ફોર્મેટ્સ

આગળ શું વાંચશો?

  • .jpg (Joint Photographic Experts Group)
  • .psd (Adobe Photoshop)
  • .png (Portable Network Graphics)
  • .pdf (Portable document format)
  • .gif (Graphics Interchange Format)
  • .eps (Encapsulated PostScript file)

.jpg (Joint Photographic Experts Group)

આ પ્રકારની ફાઇલનો હાઇ ક્વોલિટી ફોટોગ્રાફી માટે ઉપયોગ થાય છે. ઇન્ટરનેટ પર તેનો ઓછા રિઝોલ્યુશનમાં ઉપયોગ થઈ શકે છે. આ પ્રકારની ઇમેજને મોટી કરવામાં આવે તો તેની ગુણવત્તા બગડે છે. ઉપરાંત આ પ્રકારની ફાઇલમાં બેકગ્રાઉન્ડનો કેટલોક ભાગ ટ્રાન્સપરન્ટ રાખી શકાતો નથી. પ્રિન્ટિંગ સમયે આખી ડિઝાઇન આ ફાઇલ સ્વરૂપે આપી શકાય, પણ બહુ સારું પરિણામ મળતું નથી.

.psd (Adobe Photoshop)

ફોટોગ્રાફ, ગ્રાફિક્સ અને વેબ ડિઝાઇનના એડિટિંગ માટે આ ફાઇલ ફોર્મેટ ઉપયોગી થાય છે. તેમાં માસ્ક, લેયર્સ, ટ્રાન્સપરન્સી, ટેક્સ્ટ, એકશન્સ, ફિલ્ટર્સ વગેરે ઇમેજ એડિટિંગના વિવિધ ફિચર્સનો પૂરો લાભ લઈ શકાય છે. જો કે આ પ્રકારની ફાઇલને પણ મોટી કરવા જતાં તેની ગુણવત્તા બગડી જાય છે.

.png (Portable Network Graphics)

આ પ્રકારની ફાઇલ ઇન્ટરનેટ પર ઇમેજની આપ-લે કરવા માટે વધુ ઉપયોગી છે. તેમાં બેકગ્રાઉન્ડનો કેટલોગ ભાગ ટ્રાન્સપરન્ટ રાખી શકાય છે. આ પ્રકારની ફાઇલને પણ મોટી કરવા જતાં તેની ગુણવત્તા બગડી જાય છે. સામાન્ય રીતે ઇન્ટરનેટ પર ટેક્સ્ટ કે ગ્રાફિક્સ દર્શાવવા માટે આ પ્રકારની ફાઇલ ઉપયોગી છે. પ્રિન્ટમાં આ પ્રકારની ફાઇલ સારું પરિણામ આપતી નથી.

.pdf (Portable document format)

ડોક્યુમેન્ટની મૂળ ડિઝાઇન કે ગુણવત્તામાં કોઈ ફેરફાર ન થાય એ રીતે ફાઇલને ઓનલાઇન ટ્રાન્સફર કરી શકાય છે. સંખ્યાબંધ પ્રિન્ટ પબ્લિકેશન્સ વિજ્ઞાપનો પીડીએફ સ્વરૂપે મેળવવાનું પસંદ કરે છે.

.gif (Graphics Interchange Format)


આ પ્રકારની ફાઇલ ઓનલાઇન ઉપયોગ માટે ઉપયોગી છે. તેમાં ઇમેજમાંના કલર્સની સંખ્યા ઘટીને ૨૫૬ થઇ જાય છે. તેથી ફાઇલ સાઇઝ ઘણી નાની થાય છે. ખાસ કરીને એનિમેશનમાં આ પ્રકારની ફાઇલનો ઉપયોગ થાય છે. .જિફ ફાઇલ ફોર્મેટ એ .પીએનજી ફોર્મેટ જેવું જ છે પરંતુ તેમાં ગુણવત્તા પીએનજી કરતાં નબળી હોય છે.

.eps (Encapsulated PostScript file)

આ પ્રકારના ફાઇલ ફોર્મેટનો લોગો અને ઇલસ્ટ્રેશનની વેકટર ફાઇલ તરીકે ઉપયોગ થઈ શકે છે. આ પ્રકારની ફાઇલને આપણે ઇચ્છીએ તેટલી મોટી કરી શકીએ છીએ. સાદી ટપાલ ટિકિટમાંથી બહુમાળી બિલ્ડિંગ જેટલી ઇમેજ સાઇઝ કરીએ તો પણ તેમાં ઇમેજ ક્વોલિટી બગડતી નથી! આ પ્રકારના ફોર્મેટમાં બેકગ્રાઉન્ડનો કેટલોક ભાગ ટ્રાન્સપરન્ટ રાખી શકાય છે. લાર્જ ફોર્મેટ પ્રિન્ટિંગ માટે આ આદર્શ ફાઇલ ફોર્મેટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!