(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આજે કોઈ ક્લિકની વાત કરવી નથી!

‘સાયબરસફર’ના આ અંતિમ પેજ પરથી જ મોટા ભાગે તમારી સાયબરસફરની શરૂઆત થતી હશે કેમ કે આ પેજ પર હંમેશા કોઈ અજાણી, અનોખી વાત કહેતા વેબપેજનો પરિચય કરાવવામાં આવે છે, પણ આજે આ પેજ પર કોઈ ક્લિકની વાત કરવી નથી!

કારણ છે, વોટ્સએપ પર ફરતી થયેલી આ મજાક… “આવનારી પેઢીમાં મમ્મી બાળકોને કહેશે કે તમને મોટાં કરવા હું ૧૦-૧૦ કલાક ઓફલાઇન રહી છું… આજે સૌ કોઈ વોટ્સએપ, ફેસબુક, યુટ્યૂબ વગેરેમાં પરોવાયેલાં જોવા મળે છે ત્યારે આપણી આસપાસની દુનિયા કરતાં જરા મોટા વર્તુળમાં, આ જ સંદર્ભે શું બની રહ્યું છે જાણવા-સમજવા જેવું છે.

અમેરિકામાં કેટલાક લોકોએ ભેગા થઈને સેન્ટર ફોર હ્યુમન ટેકનોલોજી નામનું એક ગ્રૂપ રચ્યું છે, જે અમેરિકાની ૫૫,૦૦૦ જેટલી પબ્લિક સ્કૂલમાં એક ઝુંબેશ શરૂ કરવાનું છે. આ ઝુંબેશનો હેતુ, વિદ્યાર્થીઓને ટેક્નોલોજીના બંધાણથી ચેતવવાનો છે. ઝુંબેશનું શીર્ષક છે – ધ ટ્રુથ એબાઉટ ટેક.

આ ગ્રૂપ કોણે રચ્યું છે એ જાણવું વધુ રસપ્રદ છે. ફેસબુક અને ગૂગલ કંપનીનાં શરૂઆતનાં વર્ષોમાં, આ કંપનીમાં કામ કરનારા લોકોએ!

અમેરિકન શેરબજારમાં એપલ જેવી ટેક કંપનીમાં રોકાણ કરનારા બે બહુ મોટા રોકાણકારોએ, એપલને કહ્યું છે કે કંપની તેની પ્રોડક્ટ્સની સ્વાસ્થ્ય પર અસર તપાસે ને બાળકોમાં આઇફોન, આઇપેડ્સનો ઉપયોગ મર્યાદિત કરવાનું કામ માબાપ માટે સહેલું બનાવે.

થોડા સમય પહેલાં, ગૂગલે યુટ્યૂબ કિડ્સ નામે, ખાસ બાળકો માટે અલગ સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસમાં બાળકો માટે યોગ્ય ન હોય એવું કન્ટેન્ટ દેખાવા લાગ્યું હોવાની ફરિયાદો ઊઠી રહી છે.

ફેસબુકે પણ ખાસ બાળકો માટે અલગ મેસેન્જર સર્વિસ લોન્ચ કરી છે. આ સર્વિસ પણ, બાળકો પોતાના નજીકના મિત્રો અને ફેમિલી સાથે વીડિયો કોલિંગ અને મેસેજિંગ કરી શકે એ માટે ડિઝાઇન કરવામાં આવી હોવાનું કહેવામાં આવે છે, પણ મૂળ હેતુ બાળકો હજી ખરેખર સમજણાં થાય તે પહેલાં તેમને ફેસબુક માટે તૈયાર કરી દેવાનો પણ હોઈ શકે છે. આ સર્વિસ બંધ કરવાનું ફેસબુક પર દબાણ વધી રહ્યું છે.

એપલના સ્થાપક સ્ટીવ જોબ્સને પોતાનાં બાળકો આઇપેડ વાપરે એ પસંદ નહોતું અને હાલના સીઇઓ ટીમ કૂકે હજી હમણાં જ કહ્યું છે કે તેમના પરિવારનાં બાળકો સોશિયલ નેટવર્ક્સનો ઉપયોગ ન કરે એવું તેઓ ઇચ્છે છે અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની વાત આવે ત્યારે સીમાઓ જરૂરી છે.

છેલ્લે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વીડિયો ગેમ્સની લતથી થતા મેન્ટલ ડિસોર્ડર્સને ૨૦૧૮ના રોગોની યાદીમાં મૂક્યા છે.

આ બધું શું બતાવે છે? ટેકનોલોજીનો ઉપયોગ ખોટો નથી, તેનો વિરોધ હોઈ પણ ન શકે, પણ અતિરેક અત્યંત જોખમી છે. આપણે પોતે મોબાઇલમાં પરોવાયેલા રહીશું અને તેમાં જે જોશું-કરશું એ જ બધું આપણાં બાળકો પણ કરશે. એમને કઈ દિશામાં લઈ જવાં છે એ આપણે વિચારવાનું છે!


‘સાયબરસફર’માં અમારી મથામણ આ જ છે – આજની સ્માર્ટ ટેક્નોલોજીના સમજભર્યા ઉપયોગને સતત પ્રોત્સાહન આપવું!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!