(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવે પેટીએમ ‘લોન’ પણ આપશે!

ઇન્સ્ટન્ટ મેસેજિંગના જમાનામાં હવે લોન પણ ઇન્સ્ટન્ટ થવા લાગી છે! આમ તો, જો તમે તમારા બેન્ક ખાતામાં ઠીક ઠીક રકમ જમા રાખતા હો તો મોટા ભાગની બેન્ક લગભગ કોઈ પ્રકારના ડોક્યુમેન્ટેશનની જરૂરિયાત વગર લોન ઓફર કરતી હોય છે.

એ દિશામાં એક ડગલું આગળ વધતાં પેટીએમ અને આઇસીઆઇસીઆઇ બેન્કે હવે જોડાણ કરીને ટૂંકા ગાળા માટે, નાની રકમની ઇન્સ્ટન્ટ લોન આપવાની શરૂઆત કરી છે.

સામાન્ય રીતે મહિનો પૂરો થવામાં હોય અને પગાર હજી આવ્યો ન હોય ત્યારે જો આપણે નાણાભીડ અનુભવી રહ્યા હોઈએ તો કોઈ મિત્ર પાસેથી થોડા દિવસ માટે થોડી રકમ ઉધાર લઈ લઈએ, પણ હવે આ કામ પેટીએમ પાસે કરી શકાશે! અલબત્ત, મિત્રને રકમ પરત કરવામાં તમે થોડું વહેલામોડું કરો તો સાચો મિત્ર મોટું મન રાખે, પણ અહીં ક્રેડિટ કાર્ડની જેમ જ મોટું વ્યાજ ચૂકવવું પડશે એ ધ્યાનમાં રાખશો.

‘પેટીએમ પોસ્ટપેઇડ’ નામની આ સર્વિસ અત્યારે ફક્ત આઇસીઆઇસીઆઇ બેન્કમાં ખાતું ધરાવતા લોકો માટે જ છે, પરંતુ ટૂંક સમયમાં અન્ય બેન્કના ખાતેદારોને પણ તેનો લાભ મળવા લાગશે.

આ સર્વિસની મદદથી તમે પેટીએમમાં આઇસીઆઇસીઆઇ બેન્ક તરફથી શરૂઆતમાં રૂ. ૩૦૦૦થી રૂ. ૧૦,૦૦૦ સુધીની અને પછી તમારી રીપેમેન્ટ હિસ્ટ્રીના આધારે રૂ. ૨૦,૦૦૦ સુધીની રકમ ઇન્સ્ટન્ટ લોન તરીકે મેળવી શકશો. આ માટે કોઈ વધારાના ડોક્યુમેન્ટેશનની જરૂર પડશે નહીં. આ લોન મહત્તમ ૪૫ દિવસ સુધીના ગાળામાં પરત કરવાની રહેશે અને તે વ્યાજ કે અન્ય ખર્ચ વિનાની રહેશે.

આ સર્વિસનો લાભ લેવા માટે તમારે પેટીએમમાં તમારું એકાઉન્ટ ‘પેટીએમ પોસ્ટપેઇડ એકાઉન્ટ’ તરીકે સેટઅપ કરવું પડશે. આ માટે નીચેના પગલાં લઈ શકાશે.

  1. પેટીએમ એપમાં પ્રોફાઇલ વિભાગમાં ‘પેટીએમ પોસ્ટ પેઇડ’માં જાઓ.
  2. તેમાં તમે આ પ્રકારની સર્વિસનો લાભ લેવા ઇચ્છો છો તેવું જણાવવાનું રહેશે.
  3. જો તમે આઇસીઆઇસીઆઇ બેન્કમાં ખાતું ધરાવતા હો તો તમારી બેન્કિંગ હિસ્ટ્રી અનુસાર તપાસીને પેટીએમ તમને પેટીએમ એકાઉન્ટ સેટઅપ કરવા માટે આમંત્રણ મોકલશે. આઇસીઆઇસીઆઇ બેન્ક અને પેટીએમ તમને આ સગવડ આપવી કે નહીં તે નક્કી કરશે.

એ પછી તમારો આધાર અને પાન નંબર આપીને ફક્ત એક-બે મિનિટમાં તમારું પેટીએમ પોસ્ટ પેઈડ એકાઉન્ટ સેટઅપ કરી શકાશે. એ સમયે તમારે તમારા બેન્ક એકાઉન્ટને પેટીએમ સાથે લિંક કરવું પડશે, જે આ રકમ પરત ચૂકવવા માટે પણ કામ લાગશે.

હવે પછી ગમે ત્યારે તમે પેટીએમ દ્વારા રકમ ચૂકવવાના હો ત્યારે પેમેન્ટના વિકલ્પોમાં પેટીએમ પોસ્ટપેઇડ પસંદ કરી શકશો. એ રીતે, તમારી રકમ ચૂકવાઈ ગયેલી ગણાશે અને પેટીએમની પાસબુકમાં તેની વિગતો ઉમેરાઈ જશે. દર મહિનાની પહેલી તારીખે, પાછલા મહિનામાં તમે પેટીએમ પોસ્ટપેઇડથી જેટલી ખરીદી કરી હોય તેનું સ્ટેટમેન્ટ મળશે અને નવા મહિનાની ૧૫ તારીખ સુધીમાં, પોસ્ટપેઇડ પાસબુકમાં ‘પે નાઉ’ બટનથી રકમ પરત ચુકવી શકાશે.

એક રીતે આ ક્રેડિટ કાર્ડ જેવી જ યોજના છે, પણ ઓનલાઇન પેમેન્ટ પદ્ધતિઓના ફાયદા તેમાં વણી લેવામાં આવ્યા છે. સામાન્ય રીતે, અનિવાર્ય કે અણધાર્યા સંજોગોમાં જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ હિતાવહ છે કારણ કે તેમાં પરત ચુકવણીમાં મોડું થતું આકરું વ્યાજ ચઢતું હોય છે એ જરૂર ધ્યાનમાં રાખજો.

પેટીએમ પોસ્ટપેઇડના ફાયદા


  • પેટીએમમાં બેલેન્સ અપૂરતું હોય તો પણ ક્રેડિટ લિમિટ અનુસાર ‘પેટીએમ પોસ્ટપેઇડ’થી ચૂકવણી કરી શકાય
  • શરૂઆતમાં રૂ. ૩,૦૦૦થી રૂ. ૧૦,૦૦૦ સુધીની ક્રેડિટ લિમિટ
  • ચૂકવણી વખતે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ સંકળાયેલ ન હોવાથી ઝડપથી પેમેન્ટ થઈ શકે
  • પેમેન્ટ નિષ્ફળ થવાની શક્યતા ઘટે
  • ખરીદી પછીના મહિનાની ૧૫ તારીખ સુધીમાં રકમ પરત કરવાની
  • નિશ્ચિત સમય પૂરતું કોઈ વ્યાજ કે ચાર્જ નહીં

પેટીએમ પોસ્ટપેઇડના ગેરફાયદા

  • તમારું બેન્ક ખાતું પેટીએમ સાથે લિંક્ડ કરવું પડશે
  • પરત ચૂકવણીમાં મોડું થાય તો રૂ. ૫૦ લેટ પેમેન્ટ ચાર્જ લાગશે
  • ઉપરાંત ડ્યુ ડેટથી ચુકવણીની તારીખ સુધી માસિક ૩ ટકાનું વ્યાજ ચઢશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!