(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપ હેંગ કરતી ટ્રિકની હકીકત

એવું કહેવાય છે ભારતમાં લગભગ જેટલા પણ લોકો સ્માર્ટફોન ધરાવે છે એ તમામ વોટ્સએપ પર સક્રિય છે! સ્માર્ટફોન સસ્તા થવાને કારણે ઓછી આવક ધરાવતા લોકો પણ એ લેવા લાગ્યા છે અને બીજી તરફ ડિજિટલ જાણકારી વધવાને કારણે મોટી ઉંમરના લોકો પણ સ્માર્ટફોન લેવા લાગ્યા છે. એ બધા જ છેવટે વળે છે વોટ્સએપ તરફ.

પરંતુ આને કારણે થયું છે એવું કે આ બંને પ્રકારના લોકોને વોટ્સએપ (કે તેના જેવી બીજી કોઈ પણ વેબ સર્વિસ)નાં જમા-ઉધાર પાસાંની બહુ ગતાગમ ન હોય અને એનો લાભ ઉઠાવે લેભાગુ લોકો.

હમણાં તમને પણ કદાચ કોઈ તરફથી, વોટ્સએપમાં એવો મેસેજ મળ્યો હશે કે “હમણાં તમારું વોટ્સએપ હેંગ કરી નાખીશ, અહીં ટચ કરો અને પછી પાછું લખ્યું હોય કે “ડોન્ટ ટચ હીયર! વોટ્સએપનો ઉપયોગ કરનારા ઘણા લોકો (ખાસ કરીને દાદી-નાની!) એવા પણ હશે જેમને વોટ્સએપ હેંગ થઈ જવું એટલે શું એની પણ પૂરી ખબર ન હોય!

સોશિયલ મીડિયાથી જરા પણ પરિચિત વ્યક્તિ આવા મેસેજની અવગણના કરી દે, પણ જો તમે ફક્ત કુતૂહલથી પેલા લખાણ પર ટચ કરો તો વોટ્સએપ ખરેખર હેંગ કે ક્રેશ થાય!

પરિણામે આપણને આ કોઈ વાઇરસ કે સ્કેમ હોવાની ચિંતા જાગે. પરંતુ વાસ્તવમાં આ એક પ્રકારની, બીજાને પરેશાન કરવાની નબળી ટ્રિક છે, જે વોટ્સએપની એક ખામીનો લાભ ઉઠાવે છે.

વોટ્સએપની સિસ્ટમ કોઈ મેસેજમાં બહુ મોટી સંખ્યામાં કેરેક્ટર્સ હોય તો તેને હેન્ડલ કરી શકતી નથી (એટલે જ લાંબા લેખમાં થોડા થોડા ભાગને અંતે ‘રીડ મોર’ ઉમેરાઈ જાય છે). જો કોઈ વ્યક્તિ કંઈક તરકીબ કરીને મેસેજમાં હજારોની સંખ્યામાં ઇમોજીસ કે કેરેક્ટર્સ ધરાવતો મેસેજ મોકલે તો એ મેસેજ ઓપન કરનાર (કે આપેલી લિંક પર ક્લિક કરનાર) વ્યક્તિના ફોનમાં વોટ્સએપ ક્રેશ થાય છે.

આવું કઈ રીતે કરાય એની વિગતોમાં આપણે ઊંડા નથી ઉતરવું અને વોટ્સએપે હવે આ ખામી ઘણે અંશે સુધારી લીધી છે, છતાં આ જૂની ટ્રિક હજી તમને પરેશાન કરી શકે છે.

આવી ટ્રિકથી બચવા તમારે આવા મેસેજ ડિલીટ કરવા પડશે. મોટી તકલીફ એ છે કે જો વોટ્સએપ એક વાર ક્રેશ થયા પછી તમે ફરી એ કન્વર્સેશન ઓપન કરશો તો લગભગ વોટ્સએપ ફરી ક્રેશ થશે. તમારે એ વ્યક્તિ સાથેની સમગ્ર ચેટને ડિલીટ કરવી પડશે. કોઈ વ્યક્તિ, બીજી વ્યક્તિ સાથેની પોતાની ચેટ હિસ્ટ્રી ડિલીટ કરવા માટે પણ આ ટ્રિકનો દુરુપયોગ કરી શકે છે.

તમે પરિવારના વડીલોને વોટ્સએપનો ઉપયોગ શીખવો, તેની સાથોસાથ તેનાં ઉધાર પાસાં અને ખાસ તો બનાવટી કે તરકટી મેસેજીસ વિશે પણ સમજ આપો.

આ કોઈ વાયરસ નથી, ફક્ત એક ટ્રિક છે, પણ તેને કારણે તમને હેરાનગતિ ચોક્કસ થાય છે.

ડિસેમ્બર ૨૦૧૭ના અંકમાં આપણે જાણ્યું હતું તેમ,  થોડા સમય પહેલાં ગૂગલના પ્લે સ્ટોરમાં વોટ્સએપને અપડેટ કરવા માટેની એક એપ જોવા મળી હતી. આ વાસ્તવમાં એક ફેક એપ હતી અને તેને ઇન્સ્ટોલ કરનાર વ્યક્તિનો ડેટા ચોરી શકે તેવી હતી. સ્માર્ટફોનના સહેજ પણ જાણકાર વ્યક્તિ જાણે છે કે કોઈ એપ અપડેટ કરવા માટે, બીજી કોઈ એપ ડાઉનલોડ કરવી ન પડે! છતાં દસ લાખ લોકોએ આ બનાવટી એપ ડાઉનલોડ કરી.


ટૂંકમાં, જેમ આપણે પરિવારના સ્વજનોને વોટ્સએપનો ઉપયોગ કરતાં શીખવીએ છીએ એ જ રીતે, કેટલીક નાની નાની વાતો પણ એમને ખાસ જણાવવા જેવી છે. જેમ કે, વોટ્સએપમાં આવે તે બધું જ સાચું નથી હોતું. પોતાની કોઈ પરિચિત વ્યક્તિએ મોકલેલી લિંક પર પણ, આંખ મીંચીને ભરોસો ન કરવો. વોટ્સએપનાં બે જ વર્ઝન છે  રેગ્યુલર વોટ્સએપ અને વોટ્સએપ ફોર બિઝનેસ, એ સિવાય ‘વોટ્સએપ ગોલ્ડ’, ‘વોટ્સએપ સિલ્વર’ વગેરે કોઈ વર્ઝન નથી. ‘તમે ઓછામાં ઓછા ૧૦ વ્યક્તિને મેસેજ ફોરવર્ડ કરીને એક્ટિવ નહીં રહો તો તમારી વોટ્સએપ સર્વિસ પેઇડ થઈ જશે’ એવી વાતો માનવાની કોઈ જરૂર નથી! ખાસ તો, આવા મેસેજ ફોરવર્ડ કરીને તેનો વ્યાપ વધારો નહીં.

વોટ્સએપ ફેક મેસેજનો સામનો કરવા નવી સિસ્ટમ્સ વિકસાવી રહી છે, પણ એ પહેલાં, આપણે પોતે આવા મેસેજને ફોરવર્ડ ન કરીએ, એટલું તો કરી શકીએને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!