(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વર્ડમાં ‘કંટ્રોલ કી’ની મદદથી કર્સરને ધારી જગ્યાએ દોડાવો!

માઇક્રોસોફ્ટ કામ કરતી વખતે ટાઇપ થયેલા લખાણમાં આપણે એક એક અક્ષરને સિલેક્ટ કરવો હોય કે ડિલીટ કરવો હોય ત્યારે આપણે એરો, બેકસ્પેસ અને ડિલીટ કીનો ઉપયોગ કરવા વિશે તો જાણીએ છીએ પરંતુ કંટ્રોલ કીની મદદથી આપણે આખા શબ્દ કે પેરેગ્રાફમાં એક સાથે જોઇતા ફેરફાર કરી શકીએ છીએ. જેમ કે…

Ctrl+Left Arrow: કોઈ પણ લખાણમાં કર્સર ગમે ત્યાં મૂકીને કંટ્રોલ કી સાથે લેફ્ટ એરો કી પ્રેસ કરશો તો કર્સર આગલા શબ્દની શ‚રૂઆત સુધી કૂદકા મારતું જશે.

Ctrl+Right Arrow: કોઈ પણ લખાણમાં કર્સર ગમે ત્યાં મૂકીને કંટ્રોલ કી સાથે રાઇટ એરો કી પ્રેસ કરશો તો કર્સર તે જ્યાં હોય તેના પછીના શબ્દની શરૂઆત સુધી કૂદકા મારતું જશે.

Ctrl+Back Space: શબ્દો ડિલીટ કરતી વખતે, કંટ્રોલ સાથે બેકસ્પેસ કી દબાવતાં કર્સર શબ્દના છેડે હોય તો આખો શબ્દ અથવા કર્સર પહેલાંના અક્ષરો એક ઝાટકે ડિલીટ થશે.

Ctrl+Delete: કંટ્રોલ પ્લસ બેકસ્પેસની જેમ કંટ્રોલ સાથે ડિલીટ કી પ્રેસ કરતાં કર્સર જ્યાં હોય તેના પછીનો શબ્દ ડિલીટ થઈ જશે.

Ctrl+Up Arrow: કર્સરને પેરેગ્રાફની પ્રારંભ સુધી પહોંચાડી દેવા માટે કંટ્રોલ પ્લસ અપ એરો કીનો ઉપયોગ કરી શકાય.

Ctrl+Down Arrow: આ કીના કોમ્બિનેશનથી કર્સર બીજા પેરેગ્રાફના પ્રારંભ સુધી પહોંચી જશે.

Ctrl+Home: આ કી કોમ્બિનેશન પ્રેસ કરવાથી કર્સર કૂદકો મારીને આખા લખાણના પ્રારંભે પહોંચી જાય છે.

Ctrl+End: આ કી કોમ્બિનેશન કી પ્રેસ કરવાથી કર્સર કૂદકો મારીને આખા લખાણના અંતે પહોંચી જાય છે.

આપણા લખાણમાં કર્સરને ફટાફટ ધારી જગ્યાએ પહોંચાડવા માટે બીજા કેટલાક શોર્ટકટ પણ યાદ રાખી લેવા જેવા છે.


Home: લખાણમાં કર્સર ગમે ત્યાં હોય ત્યારે હોમ કી પ્રેસ કરવાથી કર્સર એ લાઇનના પ્રારંભ સુધી પહોંચી જશે. યાદ રહે કર્સર વાક્યના પ્રારંભ સુધી નહીં પણ લાઇનના પ્રારંભ સુધી પહોંચશે.

End: હોમની જેમ એન્ડ કી પ્રેસ કરવાથી કર્સર જે લાઇનમાં હોય તેના છેડા સુધી પહોંચી જશે.

વર્ડમાં ટેકસ્ટ સિલેક્ટ કરવા માટે…

કી કોમ્બિનેશનમાં શિફ્ટ કી ઉમેરીએ તો કર્સર દોડવાની સાથો સાથ જે તે લખાણ સિલેક્ટ થતું જશે. જેમ કે,

Shift+Left અથવા Right Arrow Key: લખાણમાં કર્સર ગમે ત્યાં હોય ત્યારે શિફ્ટ કી સાથે ડાબી કે જમણી એરો કી પ્રેસ કરવાથી એક પછી એક કેરેકટર કે રસ્તામાં આવતી સ્પેસ સિલેક્ટ થતી જશે.

Shift+Up અથવા Down Arrow Key: લખાણમાં કર્સર ગમે ત્યાં હોય ત્યારે શિફ્ટ કી સાથે અપ કે ડાઉન એરો કી પ્રેસ કરવાથી, કર્સરની ઉપરની કે નીચેની આખી લાઇન સિલેક્ટ થતી જશે.

Shift+Ctrl+Left અથવા Right Arrow Key: લખાણમાં કર્સર ગમે ત્યાં હોય ત્યારે શિફ્ટ કી સાથે કંટ્રોલ કી અને ત્યાર પછી ડાબી કે જમણી એરો કી પ્રેસ કરવાથી એક પછી એક શબ્દ કે રસ્તામાં આવતી સ્પેસ સિલેક્ટ થતાં જશે.

Shift+Ctrl+Up અથવા Down Arrow Key: લખાણમાં કર્સર ગમે ત્યાં હોય ત્યારે શિફ્ટ કી સાથે કંટ્રોલ કી અને ત્યાર પછી અપ કે ડાઉન એરો કી પ્રેસ કરવાથી, કર્સરની ઉપરની કે નીચેની તરફના આખેઆખા પેરેગ્રાફ સિલેક્ટ થતા જશે.

Shift+Home: શિફ્ટ સાથે હોમ કી પ્રેસ કરવાથી લાઇનમાં કર્સર જ્યાં હોય ત્યાંથી શરૂ કરીને લાઇનના શરૂઆતના ભાગ સુધીના તમામ શબ્દો સિલેક્ટ થઇ જશે.

Shift+Down: શિફ્ટ સાથે ડાઉન કી પ્રેસ કરવાથી લાઇનમાં કર્સર જ્યાં હોય ત્યાંથી લાઇનના અંત સુધીના તમામ શબ્દો સિલેક્ટ થઇ જશે.

Shift+Ctrl+Home: શિફ્ટ સાથે કંટ્રોલ કી અને ત્યાર પછી હોમ કી પ્રેસ કરવાથી લાઇનમાં કર્સર જ્યાં હોય ત્યાંથી આખા લખાણના પ્રારંભ સુધીનું તમામ લખાણ સિલેક્ટ થઇ જશે.

Shift+Ctrl+Down: શિફ્ટ સાથે કંટ્રોલ કી અને ત્યાર પછી ડાઉન કી પ્રેસ કરવાથી લાઇનમાં કર્સર જ્યાં હોય ત્યાંથી આખા લખાણના અંત સુધીનું તમામ લખાણ સિલેક્ટ થઇ જશે.

તમારે ફક્ત આ પેટર્ન્સ એક વાર પકડીને યાદ રાખવાની છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!