(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પોરબંદરની ખાજલી, રાજકોટનો ચેવડો, સુરતની ઘારી, નડિયાદનું ભૂસું… ગુજરાતમાં ક્યાંનું શું વખણાય એનું લાંબુંલચક લિસ્ટ આપતો એક મેસેજ વોટ્સએપ પર થોડા સમય પહેલાં ખાસ્સો ફર્યો હતો. ઉપલો નક્શો કંઈક એ જ પ્રકારનો છે, પણ એમાં આખી દુનિયાનો કયો દેશ કઈ બાબતમાં દુનિયામાં અગ્રેસર છે એની માહિતી આપવામાં આવી છે.

લંડન સ્થિત, એક ડેટા જર્નાલિસ્ટ અને ઇન્ફર્મેશન ડિઝાઇનર (આવી પણ કારકિર્દી હોઈ શકે છે!) ડેવિડ કેન્ડલેસે સીઆઇએ, ન્યુયોર્ક ટાઇમ્સ, બ્લૂમબર્ગ, યુએન, ધ ઇકોનોમિસ્ટ, વર્લ્ડ બેન્ક વગેરેમાંથી માહિતી મેળવીને દરેક દેશની એક ચોક્કસ ખાસિયત એક જ નક્શા પર મૂકી છે.

આ ડેટા વિઝ્યુઅલાઇઝેશનમાં, કયો દેશ કઈ બાબતમાં આગળ છે એ જોવા કરતાં, ડેટાને વિઝ્યુઅલાઇઝ કેવી રીતે કરી શકાય એ વધુ જોવા જેવું છે. ડેવિડે આ તમામ ડેટા, દરેક દેશ માટે ક્યાંથી મેળવ્યો છે એનું એક લાંબું લિસ્ટ, દરેકસોર્સની લિંક સાથે સાઇટ પર મૂક્યું છે. તેમની સાઇટ પરનાં અન્ય ડેટા વિઝ્યુઅલાઇઝેશન પણ જોવા જેવાં છે.

http://www.informationisbeautiful.net/visualizations/because-every-country-is-the-best-at-something/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!