(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિન્ડોઝ ફાયરવોલ શું છે?

સવાલ મોકલનાર : કિશોર ગગલાણી, પોરબંદર

રેન્સમવેરના હુમલા પછી ‘ફાયરવોલ’ શબ્દ થોડો વધુ ચર્ચામાં આવ્યો છે, પરંતુ છેલ્લાં ૧૩ વર્ષથી વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમના દરેક વર્ઝનમાં આ ઉપયોગી સેફ્ટી ટૂલ સામેલ રહ્યું છે.

આ ટૂલ ચૂપચાપ પોતાનું કામ કરતું હોવાથી એ આપણી નજરમાં આવતું નથી પણ એ આપણા માટે ઘણું ઉપયોગી છે.


આપણે વિન્ડોઝ ફાયરવોલને વધુ જાણીએ છીએ, પણ આપણા કમ્પ્યુટર માટે બે પ્રકારની ફાયરવોલ ઉપલબ્ધ હોય છે, એક છે હાર્ડવેર અને બીજી છે સોફ્ટવેર.

આપણા પીસી અને બ્રોડબેન્ડ રાઉટર વચ્ચે એક વધારાનું ઇલેક્ટ્રોનિક સાધન મૂકવામાં આવે ત્યારે તે હાર્ડવેર ફાયરવોલ કહેવાય છે અને સોફ્ટવેર ફાયરવોલ, પીસીમાં આવતા જતા ઇન્ટરનેટ ટ્રાફિકનું નિયમન કરે છે. આવું સૌથી જાણીતું ટૂલ છે વિન્ડોઝ ફાયરવોલ.

વિન્ડોઝ ફાયરવોલ ટૂલ સૌથી પહેલાં ૨૦૦૧માં વિન્ડોઝ એક્સપીમાં રજૂ કરવામાં આવ્યું હતું. ૨૦૦૪ પહેલાં તેનું નામ ઇન્ટરનેટ કનેકશન ફાયરવોલ હતું. જોકે તેમાં ઘણાં સુધારા વધારા પછી વિન્ડોઝ એક્સપી સર્વિસ પેક-૨થી તેનું નામ બદલીને વિન્ડોઝ ફાયરવોલ કરવામાં આવ્યું.

શરૂ‚આતમાં ફાયરવોલ ટૂલ માત્ર જે તે પીસીમાં, ઇન્ટરનેટ પરથી કોઈ પ્રોગ્રામ કે વેબસાઇટ આપણા પીસીમાં કનેક્ટ થવાનો પ્રયાસ કરે તો તેને ફિલ્ટર અને બ્લોક કરવાની સુવિધા હતી. હવે તે આઉટગોઇંગ અને ઇનકમિંગ બંને પ્રકારના કનેક્શનને ફિલ્ટર અને બ્લોક કરી શકે છે.

સાદા શબ્દોમાં ફાયરવોલ આપણા પીસીના ચોકીદાર તરીકે કામ કરે છે અને તેની મંજૂરી વિના કમ્પ્યુટરમાંનો કોઈ પ્રોગ્રામ ઇન્ટરનેટ એક્સેસ કરી શકતો નથી અથવા ઇન્ટરનેટની કોઈ પણ સર્વિસ આપણા કમ્પ્યુટરમાં ઘૂસી શકતી નથી. સામાન્ય કમ્પ્યુટરમાંના જે પ્રોગ્રામ માટે ઇન્ટરનેટ અને નેટવર્ક એક્સેસ જરૂરી હોય તેવા પ્રોગ્રામ વિન્ડોઝ ફાયરવોલમાં એક્સેપ્શન એટલે કે અપવાદ તરીકે સામેલ થાય છે. આપણે કમ્પ્યુટરમાં નવો કોઈ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરીએ અને તે પોતાની રીતે ઇન્ટરનેટ એક્સેસ કરવાનો પ્રયાસ કરે ત્યારે વિન્ડોઝ ફાયરવોલ આપણને સિક્યુરિટી એલર્ટ આપે છે અને જાણ કરે છે કે આ પ્રોગ્રામ ઇન્ટરનેટ એક્સેસ કરવા માગે છે.

બાયડિફોલ્ટ વિન્ડોઝ ફાયરવોલ સામાન્ય રીતે ઉપયોગી સેટિંગ્સ સાથે જ કામ કરે છે આપણે તેમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!