(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આપણે ‘એટલા’ સ્માર્ટ કેમ નથી?

[vc_row][vc_column][vc_column_text]

આપણા સૌના હાથમાં સ્માર્ટફોન આવી ગયા છીએ, પણ આપણે હજી એના યોગ્ય ઉપયોગ માટે પૂરતા તૈયાર ન હોઈએ એવું લાગે છે! 

‘વડા પ્રધાને નોટબંધીને પગલે, નાગરિકોને મોબાઇલ વોલેટ તરફ વાળવા દરેક નાગરિકને પેટીએમમાં એક હજાર રૂ‚પિયાની લ્હાણી કરવાનો નિર્ણય કર્યો છે’ એવી વાતો સાથે એક મેસેજ વોટ્સએપમાં ફરતો થયો છે. આ દુનિયામાં તકવાદી લોકોની ખોટ નથી એટલે આવા મેસેજની કોઈ નવાઈ નથી, નવાઈ એ વાતની છે કે આપણે સૌ બિલકુલ વિચાર્યા વિના આવા મેસેજને પોતાના મિત્રો કે સગાંસંબંધીનાં ગ્રૂપ્સમાં ફોરવર્ડ કરીએ છીએ.

આપણે એટલા સ્માર્ટ તો છીએ કે આવી લિંક પર પોતે ક્લિક ન કરીએ, તો આ મેસેજ અન્ય ગ્રૂપ્સમાં ફોરવર્ડ ન કરવા જેટલા સ્માર્ટ આપણે કેમ નથી? છેલ્લા થોડા સમયથી ‘ગૂલીગન’ નામના એક માલવેરનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર ત્રાસ વધ્યો છે તેના મૂળમાં આપણી આવી નબળી માનસિકતા પણ જવાબદાર હોઈ શકે છે.

કેશલેસ સોસાયટી તરફ આગળ વધેલી દુનિયામાં ટેક્નોલોજી કેવો ભાગ ભજવી રહી છે એ સમજાવતા લેખ પણ નોંધપાત્ર છે.

દરમિયાન, આપણી આ સફર આ અંકે 60 અંક, પાંચ વર્ષનું સીમાચિહ્ન વટાવી રહી છે – આપના પ્રોત્સાહન બદલ દિલથી થેંક્યુ!

– હિમાંશુ

[/vc_column_text][/vc_column][/vc_row]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!