(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપમાં ચેટ પિન કરો

વોટ્સએપમાં હવે મેસેજીસનો મારો વધવા લાગ્યો છે અને ‘બે ઘડી ગમ્મત’ પ્રકારના મેસેસ ઉપરાંત મહત્વના મેસેજનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. આવા મેસેજ જોયા પછી તરત નહીં પણ થોડા સમય પછી તેના પર એક્શન લેવાનું હોય, તો એ મેસેજ અન્ય મેસેજના પ્રવાહમાં ખોવાઈ જાય એવું બની શકે છે. 

આના ઉપાય તરીકે, વોટ્સએપમાં મહત્વના મેસેજ (આખી ચેટ નહીં)ને જરા લાંબો સમય પ્રેસ કરતાં, તેને સ્ટાર કરવાનો વિકલ્પ મળે છે અને હોમ સ્ક્રીન પર ત્રણ ડોટ પર ક્લિક કરી, સ્ટાર કરેલા તમામ મેસેજ જોઈ શકાય છે.

હવે મેસેજ ઉપરાંત, મહત્વની ચેટને પિન કરી, સતત ઉપર રાખવાની સગવડ મળી છે.

આ માટે હોમ સ્ક્રીન પર કોઈ પણ વ્યક્તિગત ચેટ કે ગ્રૂપ ચેટને જરા લાંબો સમય પ્રેસ કરતાં, મથાળે, તેને પિન કરવાનો વિકલ્પ મળશે. એ જ રીતે, ચેટને ફરી પ્રેસ કરી, અનપિન કરી શકાય છે. અત્યારે આપણે ફક્ત ત્રણ ચેટને પિન કરી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!