(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

લોગ-ઇન અને સાઇન-ઇનમાં શું ફેર છે?

સવાલ લખી મોકલનારઃ જયસન પીઠવા, રાજકોટ 

‘લોગ-ઇન’ અને ‘સાઇન-ઇન’ શબ્દોના અર્થ લગભગ એક સરખા જ છે, પણ મોટા ભાગની વેબસર્વિસ પર આપણને ‘લોગ-ઇન’ અને ‘સાઇન-અપ’ અથવા ‘સાઇન-ઇન’ અને ‘સાઇન-અપ’ એવા બે શબ્દો જોવા મળતા હોય છે. આ બંને શબ્દોના અર્થ જુદા જુદા છે.

જો કોઈ વેબસર્વિસમાં આપણું એકાઉન્ટ ન હોય અને તે આપણે નવેસરથી ખોલાવવાનું હોય ત્યારે તેના માટે ‘સાઇન-અપ’ શબ્દ વપરાય છે. આ વિધિ માટે ‘રજિસ્ટર’ શબ્દ પણ વપરાય છે. આ વિધિ એક જ વાર કરવાની હોય છે અને તેમાં આપણે નવું યૂઝરનેમ (અથવા ઈ-મેઇલ આઈડી) આપીને એક નવો પાસવર્ડ પસંદ કરીને લખવાનો હોય છે (કેટલીક સર્વિસ આથી વધુ વિગતો પણ માગી શકે છે). આટલું કરીએ એટલે આપણે એ સર્વિસમાં ‘સાઇન-અપ’ થયા અથવા તો ‘રજિસ્ટર’ થયા.

હવે પછી આપણે જ્યારે એ સાઇટ પર જઈએ ત્યારે ફક્ત ‘લોગ-ઇન’ અથવા ‘સાઇન-ઇન’ થવાનું હોય છે.

હવે ભારોભાર ટેકનિકલ રીતે જોઈએ તો, ‘લોગ-ઇન’ અને ‘સાઇન-ઇન’ શબ્દ લગભગ સરખા જ હોવા છતાં તેમાં બારીક તફાવત છે. સામાન્ય રીતે આપણે જે વેબસાઇટ કે સર્વિસમાં આપણું ખાતું ધરાવતા હોઈએ તેમાં આપણા યૂઝરનેમ-પાસવર્ડ આપીને દાખલ થઈએ પછી છેવટે બહાર નીકળીએ એ આખી સાઇકલની જે તે સર્વિસની સિસ્ટમમાં નોંધ રખાતી હોય છે. આ રેકોર્ડને ‘લોગ’ કહે છે. આથી, આપણી મુલાકાતની નોંધ રાખતી સાઇટ્સ સામાન્ય રીતે ‘લોગ-ઇન’ અને ‘લોગ-આઉટ’ શબ્દનો ઉપયોગ કરતી હોય છે. આવી સાઇટ પર ‘લોગ-ઇન’ થવાથી, તેમાંની સામગ્રી આપણી ઓળખ મુજબ બદલાય છે (જેમ કે ‘સાયબરસફર’ની વેબસાઇટ પર તમે ‘લોગ-ઇન’ થાઓ તો પછી બધા લેખ આખા વાંચી શકો છો).

અલબત્ત, ભાષાનું આ ગણિત બધે લાગુ પડતું નથી. જેમ કે એમેઝોન.ઇન અને ફ્લિપકાર્ટ.કોમ બંને સરખી સાઇટ હોવા છતાં એક ‘સાઇન-ઇન’ શબ્દ વાપરે છે અને બીજી ‘લોગ-ઇન’નો ઉપયોગ કરે છે. સ્નેપડીલ વળી ‘સાઇન-ઇન’ અને ‘લોગ-ઇન’ બંનેનો ઉપયોગ કરે છે! મોટા ભાગે, સોશિયલ મીડિયા સાઇટ્સ અને શોપિંગ સાઇટ્સ ‘લોગ-ઇન’નો ઉપયોગ કરે છે, જ્યારે ઇ-મેઇલ સર્વિસીઝ ‘સાઇન-ઇન’નો ઉપયોગ કરે છે.

ટૂંકમાં ‘લોગ-ઇન’ અને ‘સાઇન-ઇન’નો અર્થ એક જ છે, જ્યારે ‘સાઇન-અપ’ શબ્દ પહેલી વાર ખાતું ખોલાવવા માટે ઉપયોગમાં લેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!