(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બેન્ક કાર્ડ અને રૂપે કાર્ડમાં ફેર શું છે?

સવાલ લખી મોકલનારઃ માધવ ધ્રૂવ, જામનગર 

આ સવાલનો પૂરો જવાબ જાણવા માટે આપણે બેન્ક કાર્ડનો પૂરો પરિચય મેળવવો પડે. આઠમી નવેમ્બર પછી, રોકડ નાણાંની અછત સર્જાતાં, ઇચ્છાથી કે અનિચ્છાથી લોકો કેશલેસ લેવડદેવડ તરફ વળવા લાગ્યા છે. કેશલેસ લેવડદેવડની ઘણી રીતો છે અને તેમાંની એક છે બેન્ક કાર્ડ્સ.

બેન્ક કાર્ડ્સના મુખ્ય ત્રણ પ્રકાર છે – ક્રેડિટ કાર્ડ, એટીએમ કમ ડેબિટ કાર્ડ અને પ્રી-પેઇડ કાર્ડ. રૂ‚પે કાર્ડ એક પ્રકારનું એટીએમ કમ ડેબિટ કાર્ડ જ છે.

જો આપણે કોઈ પણ જાણીતી અને આખા ભારતમાં શાખાઓ ધરાવતી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક (સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા વગેરે) કે ખાનગી બેન્ક આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક વગેરે)માં બચત કે કરન્ટ ખાતું ખોલાવીએ તો આ બેન્ક્સ આપણને એટીએમ કમ ડેબિટ કાર્ડ આપે છે અને આપણે ઇચ્છીએ તો ક્રેડિટ કાર્ડ પણ આપે છે.

આ બંને કાર્ડમાં આપણી બેન્કના લોગોની સાથોસાથ મોટા ભાગે વિસા, માસ્ટરકાર્ડ કે  મેસ્ટ્રો કંપનીના લોગો પણ હોય છે કારણ કે આપણી બેન્કે પોતાના ખાતેદારોને એટીએમ તેમ જ, વિવિધ વેપારી સંસ્થાનોમાં અને ઓનલાઇન સાઇટ્સ પર કાર્ડથી ચૂકવણીની સુવિધા આપવા માટે આ બધી કાર્ડ નેટવર્ક કંપની સાથે જોડાણ કર્યું હોય છે.

આખી દુનિયામાં હજારો બેન્ક્સ છે, લાખો-કરોડો વેપારીઓ છે અને અબજો ગ્રાહકો છે. કોઈ પણ એક બેન્ક પોતાની રીતે આ સૌ લોકો સુધી પોતાની સુવિધાઓ પહોંચાડી શકે નહીં. આથી બધી બેન્ક-વેપારી-ગ્રાહકો વચ્ચે કડી જેવું કામ કરતી કાર્ડ નેટવર્ક કંપનીઓ અસ્તિત્વમાં આવી.

ભારતમાં આપણે જે કાર્ડનો ઉપયોગ કરીએ છીએ તે મોટા ભાગે વિસા અને માસ્ટરકાર્ડ નેટવર્કનો એક ભાગ હોય છે. આ નેટવર્ક આખી દુનિયાની બેન્ક્સ, એટીએમ્સ તથા પોઇન્ટ-ઓફ-સેલ (પીઓએસ) મશીન્સને એકબીજા સાથે સાંકળે છે.

આપણી બેન્ક આવા નેટવર્કની મદદ લે છે. જુદી જુદી બેન્ક એક તરફ આપણા જેવા લોકોને ક્રેડિટ/ડેબિટ કાર્ડ ઇસ્યુ કરે છે અને બીજી તરફ મોલ, શોપ્સ, રેસ્ટોરાં, હોટેલ વગેરે જગ્યાએ, આ કાર્ડની મદદથી ખરીદી થઈ શકે તેવાં, કાર્ડ સ્વાઇપ કરવાનાં પોઇન્ટ-ઓફ-સેલ મશીન પૂરાં પાડે છે.

આપણી બેન્ક તેના કાર્ડથી પેમેન્ટ સ્વીકારતા વેપારીઓ પાસેથી, તેમને ચૂકવાતી રકમના અમુક ટકા રકમ ચાર્જ તરીકે મેળવે છે.

વિસા અને માસ્ટરકાર્ડ જેવાં નેટવર્ક ગ્રાહક-વેપારી અને બેન્ક વચ્ચેની કડી તરીકે કામ કરે છે અને જે તે વ્યક્તિ કે બેન્કની ઓળખ કરીને રકમની લેવડદેવડ શક્ય બનાવે છે. આ નેટવર્ક કંપની તેની સાથે જોડાનાર બેન્ક પાસેથી ચાર્જ મેળવે છે.


જો આપણું કાર્ડ વિસા કે માસ્ટરકાર્ડ જેવા વિદેશી કાર્ડ નેટવર્કનો એક ભાગ હોય તો તેના ડેટાનું પ્રોસેસિંગ વિદેશનાં કમ્પ્યુટર સર્વર્સમાં થાય છે. આપણી બેન્કોએ આ વિદેશી કાર્ડ નેટવર્ક કંપનીઓને ઊંચા ચાર્જ પણ ચૂકવવા પડે છે. આમ છતાં, હજી હમણાં સુધી ભારતમાં સમગ્ર ડેબિટ/ક્રેડિટ કાર્ડના તંત્ર પર આ બે વિદેશી કંપનીઓનું જ રાજ હતું.

ભારતીય બેન્ક્સે આ કંપનીઓને ઊંચા પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવા પડે છે. પરિણામે, બેન્ક કાર્ડથી પેમેન્ટ સ્વીકારતા વેપારીઓ પાસેથી ઊંચો ચાર્જ વસૂલે છે. એટલે જ, હજી હમણાં સુધી આપણે પ્રમાણમાં નાની રકમ માટે કાર્ડથી પેમન્ટ કરવાનું કહીએ તો વેપારી મોં બગાડતા હતા! આ જ કારણે ભારતમાં માંડ ૧૫ લાખ પીઓએસ હોવાનો અંદાજ છે.

૨૦૧૨માં, ભારત સરકારે આ વિદેશી કંપનીઓનો ઇજારો તોડવા માટે, ભારતનું પોતાનું કાર્ડ નેટવર્ક વિક્સાવ્યું, નામ આપ્યું ‘રૂપે’ – રૂપિયા અને પેમેન્ટનું મિશ્રણ! ચીન, સિંગાપોર, મલેશિયા, જાપાન, રશિયા અને યુરોપ આવું, પોતાનું આગવું કાર્ડ નેટવર્ક ધરાવે છે.

પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવતાં, બિલકુલ સાદાં બચત ખાતાં સાથે આ રૂ‚પે કાર્ડ આપવામાં આવે છે. હજી હમણાં સુધી સહકારી બેન્ક કે નાની બેન્ક્સ, જેમને વિસા કે માસ્ટરકાર્ડના નેટવર્કનો ખર્ચ ન પોસાય એ જ ‚રૂપે કાર્ડ આપે એવી એક છાપ હતી, જે હવે બદલાઈ રહી છે. અલબત્ત, રૂપે કાર્ડ્સ સ્વીકાર્ય હોય તેવી જગ્યાઓ, વિસા અને માસ્ટરકાર્ડની સરખામણીમાં હજી ઓછી છે.

આમ છતાં, રૂપેનો વ્યાપ ધીમે ધીમે વધી રહ્યો છે. હવે ભારતની તમામ જાહેર ખાનગી અને સહકારી ક્ષેત્રની બેન્ક રૂ‚પે ડેબિટ કાર્ડ ઇસ્યુ કરે છે, જે મોટા ભાગનાં એટીએમ તથા પીઓએસ પર સ્વીકાર્ય છે. તેમાં બધું જ પ્રોસેસિંગ ભારતમાં જ થતું હોવાથી ટ્રાન્ઝેક્શન કોસ્ટ અને બેન્કના ચાર્જ ઓછા રહે છે અને ડેટાની સલામતી વધે છે.

હજી હમણાં સુધી રૂ‚પે કાર્ડ માત્ર ભારતમાં જ ચાલતાં હતાં, હવે સરકાર અન્ય દેશોનાં નેટવર્ક સાથે જોડાણ કરી રહી હોવાથી, રૂપે ઇન્ટરનેશનલ કાર્ડ પણ ઉપયોગમાં આવી ગયાં છે. ટૂંક સમયમાં રૂ‚પે ક્રેડિટ કાર્ડ પણ મળવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!