સવાલ મોકલનાર : દીપેશ સિંધવ, સુરેન્દ્રનગર
આપણે જ્યારે કોઈ ઓનલાઇન ફોર્મ ભરવાનું થાય અને તેમાં આપણો ફોટોગ્રાફ અપલોડ કરવાનો હોય ત્યારે ઇમેજ સંબંધિત શરતોમાં મોટા ભાગે બે બાબતનો ઉલ્લેખ હોય છે. પહેલી શરત ઇમેજની સાઇઝને લગતી હોઈ શકે છે. ઓનલાઇન ફોર્મ દ્વારા ફોટોગ્રાફ મેળવનારી. કંપની તેની સિસ્ટમ પર હેવી ઇમેજીસનો ભાર વધી જાય અને માટે અલોડ કરવાની સાઇઝ ૫૦ કે ૧૦૦ કેબીથી વધુ મોટી ન હોય એવો આગ્રહ રાખતી હોય છે.
આ ખરેખર તો હઠાગ્રહ હોય છે, કેમ કે ઓનલાઇન ફોર્મની વેબ એપ્લિકેશન એ રીતે જ ડિઝાઇન થયેલી હોય કે નિશ્ચિત મર્યાદા કરતાં હેવી ફોટોગ્રાફ અપલોડ કરવા જતાં, સિસ્ટમ તેને સ્વીકારે જ નહીં.
સાઇઝ ઉપરાંત, બીજી શરત, આપણા સવાલ મુજબ ઇમેજી બિટ ડેપ્થ લગતી હોઈ શકે છે.
બિટ ડેપ્થ એ ઇમેજમાં કલર સંબંધિત કેટલી ઇન્ફર્મેશન સ્ટોર થયેલી છે તેને લગતી બાબત છે. ઇમેજી બિટ ડેપ્થ જેટલી ઊંચી તેમ ઇમેજ વધુ પ્રમાણમાં કલર સ્ટોર કરી શકે.
સૌથી સાદી ઇમેજ ૧ બિટી હોઈ શકે છે, જેમાં ફક્ત બે જ કલર – બ્લેક એ વ્હાઇટ – ની માહિતી સમાઈ શકે છે. ૮ બિટ ઇમેજમાં ૨૫૬ રંગ સમાઈ શકે છે, જ્યારે ૨૪ બિટ ઇમેજમાં ૧.૬૦ કરોડ રંગો સમાઈ શકે છે! ડિજિટલ ઇમેજ ત્રણ રંગોના સંયોજનથી બને છે – લાલ, લીલો એ ભુરો (રેડ, ગ્રી અને બ્લુ – આરજીબી). ૨૪ બિટ ડેપ્વાળી ઇમેજમાં આ ત્રણેય રંગોનો ૮-૮-૮ ડેટા સમાયેલો હોય છે. ૮ બિટ ડેપ્વાળી ઇમેજમાં ૨૫૬ રંગ સમાતા હોવાથી ૨૬ બિટ ડેપ્વાળી ઇમેજમાં ૨૫૬ ગુણ્યા ૨૫૬ ગુણ્યા ૨૫૬ એટલે કુલ ૧,૬૭,૭૭,૨૧૬ રંગો સમાઈ શકે છે.
જેમ ઇમેજનું રેઝોલ્યુશ ઇમેજની સાઇઝ નક્કી કરવામાં મોટો ભાગ ભજવે છે એમ બિટ ડેપ્થ પણ પોતાનો ભાગ ભજવે છે. એની પણ ત્રિરાશી સાદી જ છે – જેમ ઇમેજની બિટ ડેપ્થ ઊંચી જાય તેમ ઇમેજી સાઇઝ પણ વધે કેમ કે આવી ઇમેજમાં દરેક પિકસલ દીઠ વધુ રંગોની માહિતી સમાયેલી હોય છે.
સામાન્ય રીતે, ઓનલાઇન ફોર્મમાં ૨૪ બિટ ડેપ્થ ઇમેજ માગવામાં આવે છે, જેથી એમાંની વ્યક્તિે યોગ્ય રીતે ઓળખી શકાય. આથી બિટ ડેપ્થ અને સંતુલન સાધીને ઈમેજની સાઈઝ નાની થાય એવી મથામણ કરવી પડે છે. ઇમેજની ગુણવત્તા ઝાઝી ખાસ ઘટાડ્યા વિના તેની સાઇઝ કેવી રીતે ઘટાડી શકાય એ વિશે આપણે અગાઉના અંકોમાં વાત કરી ગયા છીએ.

