(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

માઇન્ડ મેપિંગ શીખવું છે?

તમારી વિચારશક્તિ કેટલીક ધારદાર છે? કોઈ પણ બાબત વિશે, ઇંગ્લિશમાં કહીએ તો ‘એનાલિટિકલ થિંકિંગ’ કે ‘ક્રિટિકલ થિંકિંગ’ કરી શકો છો?

એક સાવ સાદો દાખલો લઈએ. વેકેશન પડી ગયું છે. માની લો કે તમે હવે ટુરનું પ્લાનિંગ કરી રહ્યા છો. હવે? શરૂઆત ક્યાંથી કરીશું? ટ્રેન કે ફ્લાઇટમાં ટિકિટ મળશે કે નહીં, ત્યાંથી? કે પછી ક્યાં ફરવા જવું છે, ત્યાંથી? કોઈ પેકેજ ટુરમાં જઈશું તો કેટલો ખર્ચ થશે? જાતે ઓનલાઇન સાઇટ્સ પર હોટેલ, ટ્રેન/ફલાઇટનું બુકિંગ કરીએ તો? પહેલાં કોઈ એક સ્થળનું બુકિંગ કરાવ્યું, ને પછી ત્યાંથી આગળનું બુકિંગ ન મળ્યું તો?

થોડો સમય હોય તો ફરી એક વાર ઉપરનો ફકરો વાંચી જાઓ. બધી વાતો એકમેક સાથે ભારે ગૂંચવણભરી રીતે સંકળાયેલી છે. આખી વાતમાં જવાબો જેટલા અગત્યના છે, એટલા જ સવાલો છે!

પોસાય એવું હોય ને પેકેજ ટુરમાં જોડાઈ જાઓ તો કશું વિચારવાનું રહેતું નથી, પણ સ્કૂલનાં ટાબરિયાંની જેમ ટુર મેનેજરની આંગળી પકડીને પ્રવાસ કરવો તમને ગમતો ન હોય, પણ સાથોસાથ વેકેશનના મજાના દિવસોમાં પરિવારને હેરાન  કરવો હોય તો ઉપર લખેલા બધા ને એનાથી પણ વધુ કેટલાય સવાલો થવા જોઈએ.

આ આખી વાત કઈ તરફ જઈ રહી છે એવો તમને સવાલ થયો? આપણું મગજ હંમેશા આમ આડુંવળું જ વિચાર છે, એ ક્યારેય એક સીધી લીટીમાં વિચારતું નથી. એમાં તો કોઈ પણ મુદ્દો વડની જેમ વિકસે છે. એક મૂળમાંથી થડ વિકસે, તેની ડાળીઓ ફંટાય, તેમાં અસંખ્ય, એકમેકને ટકરાતાં પાંદડાંઓ ખીલે, મોટી ડાળીઓમાંથી વળી વડવાઈઓ ફૂટે, એ જમીન સુધી પહોંચે અને ધીમે ધીએ એ પણ નવા વડની જેમ વિકસે – બધું જ એકમેક સાથે સખત રીતે ગૂંથાયેલું હોય. મગજમાં ચાલતા વિચારો આવી જ રીતે એકમેક સાથે ગૂંથાયેલા હોય છે.

આ લેખમાં, મગજની આ જ ખૂબીની વાત કરવી છે. અહીં કોઈ એક વેબસર્વિસ કે ઇન્ટરનેટ, સ્માર્ટફોનની કોઈ ખૂબીની વાત નથી કરવી, પણ તમારા મનમાં એક બીજ વાવવું છે.

માઇન્ડમેપિંગ દરેક ઉંમરે એ ક્ષેત્રમાં કામ લાગી શકે છે.  નેટ કે સ્માર્ટફોન પર તેનાં કેટલાંય ફ્રી-પેઇડ ટૂલ્સ મળશે, પણ પહેલાં તો આ માઇન્ડ મેપ ખરેખર છે શું એની ખણખોદ કરી જુઓ. મજા આવશે!

અભ્યાસના કોઈ વિષયમાં, નોકરી-બિઝનેસના કોઈ પ્રોજેક્ટમાં કે પરિવારમાં લગ્નપ્રસંગ જેવી બાબતમાં, તમે પોતાની જાતથી અલગ થઈને, જે તે બાબતનાં જુદાં-જુદાં, છતાં એકમેક સાથે સંકળાયેલાં પાસાંનો વિચાર કરી શકો છો? એથી વધુ અગત્યનું, વિચારીને આખી બાબતની પૂરતી સ્પષ્ટતા મેળવીને પછી જરૂરી પગલાં નક્કી કરી શકો છો?

જો નહીં, તો તમારે શીખવા જેવી એક કળા છે માઇન્ડ મેપિંગ. ફક્ત વિચારો નહીં. એ-થ્રી જેવી સાઇઝનો મોટો કાગળ અને જુદા જુદા રંગની બે-ચાર પેન લઈને જે મુદ્દે તમારા મનમાં અનેક વિચારો ઘોળાતા હોય, તેને કાગળ પર ઉતારવાનો પ્રયાસ કરી જુઓ. કયો મુદ્દો કે પેટા મુદ્દો ઉપર કે નીચે કે ડાબે કે જમણે આવશે તે વિચારતા જાઓ, કાગળ પર એ જ રીતે ચીતરામણ કરતા જાઓ અને દરેક મુદ્દાના એકમેક સાથેના સંબંધ પણ દોરતા જાઓ. તમે વિચાર્યું હશે એના કરતાં હવે તમે વધુ વિચારી શકશો અને એ પણ ઘણી વધુ સ્પષ્ટતા સાથે!

હમણાં ઇ-લર્નિંગ એજ્યુકેશનની એક મોટી કંપનીના ઉચ્ચ અધિકારીએ વાતવાતમાં કહ્યું હતું કે “તેમને સોફ્ટવેર સારી રીતે ચલાવી શકે એવા લોકો તો મળી જાય છે, પણ સારી રીતે, સ્પષ્ટતા સાથે વિચારી શકે એવા લોકો ઓછા મળે છે!

માઇન્ડમેપિંગની કળા જીવનમાં ઘણી રીતે ઉપયોગી થઈ શકે છે. નેટ કે સ્માર્ટફોન પર તેનાં કેટલાંય ફ્રી-પેઇડ ટૂલ્સ મળશે, પણ પહેલાં તો આ માઇન્ડ મેપ ખરેખર છે શું એની ખણખોદ કરી જુઓ. મજા આવશે! કોઈ પણ માઇન્ડ મેપ કેવી રીતે તૈયાર કરી શકાય, એ જ દર્શાવતો માઇન્ડ મેપ! માઇન્ડ તૈયાર કરવાનું વિચારીએ એટલે કેન્દ્રમાં મુખ્ય વિચાર અને તેમાંથી ફૂટતા અન્ય વિચારો સાથે આગળ વધી શકાય. જેમ કે ઉપરના માઇન્ડ મેપમાં, માઇન્ડ મેપ કાગળ પર તૈયાર કરવો કે કમ્પ્યુટરનાં ટૂલ્સનો ઉપયોગ કરવો?  કાગળ લઈએ તો ઊભા કાગળને બદલે આડો રાખવો અને લીટીવાળા કે નાના કાગળને ટાળવો… આ બધી વાતો ઉપરની જેમ ચિત્રાત્મક રીતે બતાવવાને બદલે એક યાદી સ્વરૂપે હોત, તો આટલી અસરકારક બનત ખરી એ વિચારી જુઓ!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!