(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જ્વાળામુખીના કાંઠે સેલ્ફી!

કાંકરિયાની પાળે કે માઉન્ટ આબુના નખી તળાવની પાળે, બેકગ્રાઉન્ટમાં મજાનું સરોવર દેખાય એવી સેલ્ફી તો તમે લીધી હશે, પણ એ તળાવની જગ્યાએ ઘગધગતો, ખદબદતો લાવા હોય એવી કલ્પના કરી શકો છો? 

જીવંત, ઉકળતા જ્વાળામુખીની અંદરનું તાપમાન ૭૦૦થી ૧૨૫૦ ડીગ્રી સે. જેટલું હોઈ શકે છે, ઉનાળામાં ગરમીનો પારો ૪૫ ડીગ્રી સુધી પહોંચે ત્યાં આપણે ત્રાહીમામ પોકારી જઈ છીએ!

જ્યોફ મેક્લી અને ક્રિસ હોર્સ્લી નામના બે સાહસિકે આવી ‘સેલ્ફી’ લેવાની હિંમત કરી.

એ બંને ઓસ્ટ્રેલિયાના કાંઠાથી હજારેક માઇલ દૂર, દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં વનુઆતુઆન નામના ૮૦ જેટલા ટાપુઓના એક ટચૂકડા દેશના પ્રવાસે ઉપડ્યા. આ ટાપુઓ પર રળિયામણા બીચ, ગાઢ લીલાંછમ જંગલોની સાથે નવ ઉકળતા જ્વાળામુખી પણ છે. ટાપુઓ પર ૭૦૦૦ જેટલા લોકોની વસતી પણ છે.

આ બંને સાહસિક પોતાની સાથે ગૂગલ સ્ટ્રીટ વ્યૂ ટ્રેકર પણ લઈ ગયા હતા. બંને જણા શરીરે દોરડાં બાંધીને અને ખભા પર સ્ટ્રીટ વ્યૂ ટ્રેકર ઊંચકીને ફૂટબોલના બે મેદાન જેવડા એક જ્વાળામુખીના મુખમાં ઊતર્યા અને વચ્ચોવચ, ખદબતતા લાવાની તદ્દન નજીક પહોંચીને ત્યાંની ૩૬૦ ડીગ્રી ઇમેજીસ કેપ્ચર કરી. આ ઇમેજીસ પરથી ગૂગલે જ્વાળામુખીનો ‘સ્ટ્રીટ’ વ્યૂ તૈયાર કર્યો. આપણી પૃથ્વી અંદરથી કેવી છે એ આટલું ‘નજીક’થી તમે ક્યારેય જોયું નહીં હોય.

આ સ્ટ્રીટ વ્યૂ જોવા માટે આ લિંક પર જાઓ : https://goo.gl/7zqtNE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!