અત્યાર સુધી વીડિયોને એડિટ કરવા હોય તો એ માટેના સારા સોફ્ટવેર ફક્ત પીસી પર ઉપલબ્ઘ હતા, પણ હવે સ્માર્ટફોન પર પણ વીડિયો એડિટીંગ એપ્સની સંખ્યા વધવા લાગી છે.
આવી એક લોકપ્રિય વીડિયો એડિટીંગ એપ વીઝમેટો હવે એન્ડ્રોઇડ પર પણ ઉપલબ્ધ ઈ છે, અલબત્ત હજી તે અરીલિઝ્ડ સ્વરૂપે છે, એટલે કે અસ્ટેબલ હોઈ શકે છે.

આ એપમાં તમે તમારા સ્માર્ટફોનમાંથી વીડિયો લઈને તેને ક્રોપ અને ટ્રીમ કરી શકો છો, ફિલ્ટર્સ એપ્લાય કરી શકો છો, તેમાં ટેકસ્ટ અને સ્પેશિયલ ઇફેક્ટ ઉમેરી શકો છો અને વીઝમેટોની લાયબ્રેરીમાંથી જુદા જુદા ઓડિયો ટ્રેક પણ ઉમેરી શકો છો. આવા એડિટ કરેલા વીડિયોને સહેલાઇથી સોશિયલ નેટવર્ક પર શેર કરવાની સુવિધા પણ તેમાં છે.

