- કમ્પ્યુટર અચાનક એકદમ ધીમું ચાલવા લાગે.
- તમે કોઈ આઇકન પર ક્લિક કરો તો સિસ્ટમ કે એ સોફ્ટવેર કોઈ પ્રતિસાદ ન આપે.
- કમ્પ્યુટર તદ્દન અટકી પડે કે આપમેળે રીબૂટ (બંધ થઈ ફરી ચાલુ) થાય.
- કમ્પ્યુટરમાંનો એન્ટિવાઇરસ પ્રોગ્રામ અને/અથવા ફાયરવોલ આપમેળે ડિસેબલ થઈ જાય (જેમ આતંકવાદીઓ હવે સીધા લશ્કર પર હુમલો કરે છે તેમ!).
- તમે હાર્ડડિસ્કમાંના કોઈ ફોલ્ડરને એક્સેસ ન કરી શકો.
- કોઈ કારણ વિના, તમે કશું પ્રિન્ટ ન કરી શકો.
- ‘તમારું કમ્પ્યુટર જોખમમાં છે’ એવા મેસેજ પોપ-અપ થવા લાગે.
- ‘તમને લોટરી લાગી છે’ એવા મેસેજ પોપ-અપ થવા લાગે.
- તમે નવો એન્ટીવાઇરસ પ્રોગ્રામ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો તો થાય નહીં.
- કમ્પ્યુટરના ડેસ્કટોપ પર કે અન્ય જગ્યાએ પ્રોગ્રામ ફાઇલ્સના આઇકન ગાયબ થાય કે બદલાઈ જાય.
જો તમારા કમ્પ્યુટરમાં આવાં કોઈ ચિહ્ન દેખાય તો જો એન્ટી વાઇરસ પ્રોગ્રામ ચાલુ રહ્યો હો તો તેનાથી આખું કમ્પ્યુટર સંપૂર્ણપણે સ્કેન કરો અથવા જાણકાર કમ્પ્યુટર એન્જિનીયરની તરત મદદ લો!
