અહેવાલ મુજબ ભારતના નવ ટકા લોકો પોતાની ઓળખ સાબિત કરવા આઇરિસ સ્કેન (આંખની રેટિનાની ડિઝાઇનની થતી ઓળખ – વધુ માહિતી સપ્ટેમ્બર ૨૦૧૬ અંકમાં)નો ઉપયોગ કરવા તૈયાર છે. બીજા દેશોમાં આ પ્રમાણ ફક્ત ૩ ટકા છે. ફિંગરપ્રિન્ટ બાબતે ૪૦ ટકા લોકો સાથે ચીન આગળ છે અને ભારત ૩૧ ટકા સાથે બીજા ક્રમે છે.
આ અહેવાલ મુજબ યુએસએ અને યુરોપના દેશો કરતાં એશિયાઇ દેશોના લોકો ઓળખ સાબિત કરવા બાયોમેટ્રિક પદ્ધતિ પર વધુ વિશ્વાસ ધરાવે છે. જોકે ભારતમાં આધાર આધારિત બાયોમેટ્રિક આઇડેન્ટિફિકેશનની સલામતી સામે વારંવાર પ્રશ્નો ઊઠી રહ્યા છે.
