(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પાવર બેન્ક ખરીદવાનું વિચારો છો?

જેમ આપણને મોબાઇલ વિના ચાલતું નથી, તેમ મોબાઇલને પાવર વિના ચાલતું નથી! તમારા સ્માર્ટફોનની બેટરી આખો દિવસ ચાલતી ન હોય તો પાવર બેન્ક વસાવી લેવી હિતાવહ છે.

આજના સમયમાં સ્માર્ટફોન કે ટેબલેટ સૌને માટે અનિવાર્ય જરૂરિયાત છે અને બંનેમાં બેટરીની ક્ષમતા સતત વધી રહી છે તો સામે બેટરીનો વધુમાં વધુ ખાત્મો કરે એવી એપ્સ અને સર્વિસીઝ પણ વધી રહી છે. તમારા ફોન કે ટેબલેટમાં બેટરી પૂરો એક દિવસ પણ ન ચાલતી હોય અને તમારે વારંવાર એક સ્થળેથી બીજા સ્થળે જવાનું થતું હોય તો બેટરી ચાર્જ કરવા માટે પૂરતો સમય ન મળે તેવું બની શકે. આવી સ્થિતિમાં પાવર બેન્ક ઘણી મદદરૂપ થઈ શકે એ તો તમે જાણતા જ હશો પણ જ્યારે ખરેખર પાવર બેન્ક ખરીદવાનું વિચારો ત્યારે ઘણી ગૂંચવણનો સામનો કરવાનો થઈ શકે.

બજારમાં પાવર બેન્ક ૨૦૦૦ એમએએચથી લઈને છેક ૨૬૦૦૦ એમએએચ સુધીની કેપેસિટીમાં મળે છે. ઓફલાઇન અને ઓનલાઇન સ્ટોરમાં મળતી પાવર બેન્કની કિંમતમાં બહુ મોટા તફાવત જોવા મળે છે અને પાવર બેન્કનાં જુદાં જુદાં ફીચર્સમાં પણ ઘણું વેરિએશન જોવા મળે છે.

પાવર બેન્કની પસંદગીમાં દેખીતી રીતે સૌથી મહત્ત્વનો મુદ્દો તેની ક્ષમતા છે. બે-ત્રણ હજાર એમએએચની પાવર બેન્ક તમારા ફોનને માંડ અડધો ચાર્જ કરી શકશે, ટેબલેટ માટે તે સાવ ઓછી ઉપયોગી થશે. ૮૦૦૦ કે ૧૦૦૦૦ એમએએચની પાવર બેન્ક હશે તો મોબાઇલને તમે  બે કે ત્રણ વાર ફૂલ ચાર્જ કરી શકશો.

પાવર બેન્કમાં પાવર આઉટપુટ એ બીજો મહત્ત્વનો મુદ્દો છે. પાવર બેન્કમાં જુદા જુદા આઉટપુટની ક્ષમતા અનુસાર સ્માર્ટફોન કે ટેબલેટ ચાર્જ કરવાની ઝડપમાં ખાસ્સો ફેર પડી શકે છે. પાવર બેન્કમાં ૧ એએમપીથી ૫.૪ એએમપી સુધીની ક્ષમતાએ ચાર્જિંગ થઈ શકતું હોય છે. દેખીતી વાત છે કે જેમ એએમપી વધુ તેમ સ્માર્ટફોન કે ટેબલેટ વધુ ઝડપથી ચાર્જ થઈ શકશે.

પાવર બેન્કમાં યુએસબી પોર્ટની સંખ્યા પણ ધ્યાને લેવા જેવી છે. તમે ટૂર પર ગયા હો ત્યારે પરિવારના બે-ત્રણ સભ્યોના ફોનની બેટરી ડાઉન થવા લાગે અને પાવર બેન્કમાં ફક્ત એક યુએસબી પોર્ટ હશે તો પાવર બેન્કની ક્ષમતા વધુ હોવા છતાં એક સમયે ફક્ત એક વ્યક્તિનો સ્માર્ટફોન ચાર્જ થઈ શકશે, પરંતુ જો તમે દસેક હજાર એમએએચની પાવર બેન્ક ખરીદી હોય અને તેમાં બે કે ત્રણ યુએસબી પોર્ટ હોય તો એક સાથે વધુ સંખ્યામાં ફોન ચાર્જ થઈ શકે છે. પાવર બેન્કથી કિન્ડલ, ડિજિટલ કેમેરા વગેરે પણ ચાર્જ થઈ શકે છે.

દરેક પાવર બેન્કમાં સ્ટાન્ડર્ડ યુએસબીથી માઇક્રો યુએસબી પોર્ટમાં કનેકશન થઈ શકે તેવો કેબલ હોય છે જેનાથી પાવર બેન્કને પોતાને ચાર્જ કરી શકાય. સામાન્ય રીતે દરેક પાવર બેન્ક દરેક પ્રકારના સ્માર્ટફોનને ચાર્જ કરી શકતી હોય છે પરંતુ જો તમે લેટેસ્ટ ટ્રેન્ડ અનુસાર યુએસબી-સી પ્રકારનો પોર્ટ ધરાવતો સ્માર્ટફોન ખરીદ્યો હોય તો પાવર બેન્ક તેને કોમ્પિટિબલ છે કે નહીં તે તપાસવું જોઈશે. મોટા ભાગે પાવર બેન્કમાં ડીટેચેબલ કેબલ હોવાથી તમે સ્માર્ટફોન સાથે આવેલા કેબલથી પણ તેને પાવર બેન્ક સાથે કનેક્ટ કરી શકશો પરંતુ પાવર બેન્કમાં ડીટેચેબલ કેબલ ન હોય તો સમસ્યા થશે.

હવે મોટા ભાગની પાવર બેન્કમાં એલઇડી ઇન્ડિકેટર હોય છે જેને કારણે પાવર બેન્કના પોતાનામાં કેટલો પાવર છે તે જાણી શકાય છે. પાવર બેન્ક ખરીદો ત્યારે ઓવર કરન્ટ પ્રોટેકશન, ઓવર વોલ્ટેજ પ્રોટેકશન, ઓવર ડિસ્ચાર્જ કે ચાર્જ પ્રોટેકશન વગેરે ફીચર પણ તેમાં છે કે નહીં એ જરૂર તપાસી લેશો.

ઓનલાઇન અને ઓફલાઇન બજારમાં પાવર બેન્કની કિંમતોમાં જોવા મળતો ફેરફાર મોટા ભાગે ઉપરની બાબતોને કારણે જ હોય છે. જોઈ તપાસીને ખરીદશો તો પછી પસ્તાવું નહીં પડે!

પબ્લિક મોબાઇલ ચાર્જિંગ સ્ટેશન્સ જોખમી છે!

તમારી પાસે પાવર બેન્ક ન હોય અને પ્રવાસ દરમ્યાન મોબાઇલની બેટરી ખૂટવા લાગે તો તમે બસ સ્ટેન્ડ, મોલ, ટ્રાવેલ્સ કંપની, રેલવે સ્ટેશ કે હાઇવે પરની રેસ્ટોરાંમાં પબ્લિક ચાર્જિંગ સ્ટેશનમાં તમારો ફોન ચાર્જ કરવાની લાલચ નહીં રોકી શકતા હો.


આવાં ચાર્જિંગ સ્ટેશન્સ હવે ઘણી જાહેર જગ્યાઓએ મળી જતાં હોય છે, છી પાવર બેન્કની તમારે ખરેખર જરૂર છે કે નહીં તે વિશે તમે ગડમથલ અનુભવી રહ્યા હો તો આ મુદ્દાઓ તરફ ધ્યાન આપવા જેવું છે :

  • કેટલાક અભ્યાસોમાં બહાર આવ્યું છે કે, આવા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સ આપણા ડેટા માટે જોખમી બની શકે છે.
  • સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે અને તેમાંના ડેટાની કમ્પ્યુટર સાથે આપલે કરવા માટે એક જ કેબલનો ઉપયોગ થાય છે. આ એક રીતે જોઈએ તો સુવિધા છે અને બીજી રીતે જોઈએ તો જોખમી બાબત છે.
  • આપણે પબ્લિક ચાર્જિંગ સ્ટેશનમાં આપણો ફોન ચાર્જ કરવા માટે તેના કેબલ સાથે ફોન કનેક્ટ કરીએ ત્યારે ફોનમાં પાવરનો પ્રવાહ શરૂ થાય એ જ રીતે ફોનમાંથી ડેટાનો વળતો પ્રવાહ શરૂ‚ થાય એવું બની શકે છે.
  • સાયબર સિક્યુરિટી કંપનીઓએ કરેલા અભ્યાસોમાં બહાર આવ્યું છે કે પબ્લિક ચાર્જિંગ સ્ટેશનને સહેલાઇથી હેક કરી શકાય છે અને આવા હેક્ડ ચાર્જિંગ સ્ટેશનમાં આપણો ફોન કનેક્ટ કરતાં આપણો ડેટા તેની બાજુમાં જ પડેલા સ્માર્ટફોનમાં કે કોઇ હેકરના લેપટોપ સુધી પહોંચી જાય એવી પૂરી શક્યતા છે.
  • પબ્લિક ચાર્જિંક સ્ટેશન ઉપરાંત કોઈ પણ અજાણી વ્યક્તિને કમ્પ્યુટર કે લેપટોપ સાથે કનેક્ટ કરવામાં પણ આ જ જોખમ રહેલું છે.
  • એ વ્યક્તિનું પીસી કે લેપટોપ હેક્ડ હોય કે તેમાં માલ્વેર, રેન્સમવેર વગેરે હોય તો તે આપણા સ્માર્ટફોનમાં દાખલ થાય તેવું બની શકે છે.

આવી સ્થિતિ ટાળવા માટે આપણા ફોનને કટોકટીના સમયે ચાર્જ કરવા માટે એકાદી પાવર બેન્ક વસાવી લેવી એ સૌથી સારો રસ્તો છે!

આટલું ધ્યાન રાખશો

  • સ્માર્ટફોનને પબ્લિક ચાર્જિંગ સ્ટેશનમાં ચાર્જ કરવાનું ટાળો.
  • સ્માર્ટફોનને માત્ર ભરોસાપાત્ર કમ્પ્યુટરમાં, ફોન કંપનીના ભરોસાપાત્ર યુએસબી કેબલ્સથી જ કનેક્ટ કરો.
  • સ્માર્ટફોનને હંમેશાં પાસવર્ડ, પીન કે ફિંગરપ્રિન્ટ રેકગ્નિશન જેવી પદ્ધતિથી લોક્ડ રાખો.
  • ફોનને ચાર્જ કરતી વખતે અનલોક કરશો નહીં.
  • મેસેજિસની આપલે કરવા માટે વોટ્સએપ અને આઇ મેસેજ જેવી એનક્રિપ્ટેડ એપ્સનો ઉપયોગ કરો.
  • ફોનમાં યોગ્ય એન્ટિવાયરસ એપનો ઉપયોગ કરો.
  • ફોનની ઓપરેટિંગ સિસ્ટમ હંમેશાં અપડેટેડ રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!