ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશનને આગળ ધપાવતાં ઇન્કમટેક્સ વિભાગ હવે એક એપ તૈયાર કરી રહ્યો છે, જેની મદદથી આપણે સ્માર્ટફોન પરથી જ ઇન્કમટેક્સ ભરી શકીશું અને પાનકાર્ડ માટે અરજી કરી શકીશું.
આ એપની મદદથી ઓનલાઇન ટેક્સ ભરવા ઉપરાંત ટેક્સ રીટર્ન ટ્રેક કરવાની સુવિધા પણ મળશે.
આધાર પ્રોજેક્ટના આધાર પર, ઇ-કેવાયસી ઓથેન્ટિકેશનની મદદથી ગણતરીની મિનિટોમાં લોકોને પાનકાર્ડ ઇસ્યુ થઈ શકે એવા પ્રોજેક્ટ પર પણ કામ ચાલી રહ્યું છે. ભારતમાં અત્યારે ૨૫ કરોડ લોકો પાનકાર્ડ ધરાવે છે અને દર વર્ષે નવા ૨.૫ કરોડ લોકો પાનકાર્ડ માટે અરજી કરે છે.
