(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઘરની બહાર નીકળ્યા વિના આખી દુનિયાની સફર

આ લેખ સાથેની તસવીરો પર જરા ફરી એક વાર નજર નાખો. મોટા ભાગના લોકોની નજરે જે ટુરિસ્ટ પ્લેસીઝ કહેવાય એવાં દુનિયાનાં જાણીતાં સ્થળોને બદલે બિલકુલ અજાણી, વણખેડાયેલી રહેલી ભોમકા ખૂંદવા નીકળી પડેલી કોઈ વ્યક્તિએ નિજાનંદ માટે આ તસવીરો લીધી હોય એવું લાગે છે?

 તો તમારી ભૂલ થાય છે! આ તસવીરો દુનિયા જોવા નીકળેલી વ્યક્તિએ નહીં, પણ ઘરનો ઊંબર પણ ઓળંગતાં ડરતી વ્યક્તિએ લીધેલી તસવીરો છે, એ પણ ઘરની બહાર એક ડગલું માંડ્યા વિના. ઉપરાંત, આ તસવીરો એના માટે માત્ર નિજાનંદ નહીં, પણ પોતાની વર્ષો જૂની બીમારીમાંથી બહાર નીકળવાનો એક રસ્તો બની ગઈ છે. તસવીરો ફરી ધ્યાનથી જુઓ, એમાં તમને વિવિધ જગ્યાના રસ્તા જ વધુ દેખાશે!

નામ એનું જેકી કેની. મૂળ એ ન્યૂઝીલેન્ડની વતની, પણ થોડા સમયથી એ લંડનમાં જઈ વસી છે. જેકી છેલ્લાં વીસેક વર્ષથી ‘એગોરોફોબિયા’ નામની એક બીમારીથી પીડાય છે. આ બીમારીનું નામ નવું લાગશે, પણ આપણા માટે એ કોઈ નવી વાત નથી.

અડોસપડોશમાં કે સગાસંબંધીમાં કોઈ વ્યક્તિ માટે તમે ક્યારેક સાંભળ્યું કે કહ્યું હશે કે “એ તો સાવ ઘરકૂકડી છે, એને ઘર બહાર નીકળવું ગમતું જ નથી! જે આપણને સામાન્ય વાત લાગે છે એ વાસ્તવમાં એક માનસિક બીમારી છે, જે તીવ્ર સ્વરૂપ લે તો તેનો ભોગ બનેલી વ્યક્તિ એટલી હદે અસલામતી અનુભવવા લાગે છે કે તે રોજિંદા જીવનથી જરા અમથી જુદી સ્થિતિ કે સ્થળે જવાના વિચાર માત્રથી ડરવા લાગે છે. જેકી કહે છે કે “પ્રવાસે જવાની વાત તો છોડો, મને ઘર પાસેની સુપરમાર્કેટ સુધી જતાં પણ ડર લાગવા માંડ્યો હતો.

એવામાં, જેકીએ દસેક વર્ષ જૂનો પોતાનો નાનો એવો બિઝનેસ પણ સમેટવો પડ્યો અને તેનો આત્મવિશ્વાસ સાવ ડગી ગયો. તેને એટલું ચોક્કસ સમજાતું હતું કે પોતે નકારાત્મક વિચારોના ચક્રવ્યૂહમાં ફસાઈ છે અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો તો શોધવો જ પડશે.

…રસ્તો મળ્યો!

જેકીને આવો રસ્તો મળ્યો ગૂગલ સ્ટ્રીટ વ્યૂમાં.

ઘરની બહાર નીકળતાં ડરતી જેકીને પોતાના કમ્પ્યુટરમાં, ગૂગલ મેપ્સમાં દુનિયાનાં વિવિધ સ્થળોના સ્ટ્રીટ વ્યૂઝ જોવાની મજા પડવા લાગી.

પછી તો એને વારંવાર ગૂગલ સ્ટ્રીટ વ્યૂની મદદથી પોતાનું લંડનનું ઘર પાછળ છોડીને આખી દુનિયામાં ફરવાનો નાદ લાગ્યો. જેને ઘર બહારની શેરીમાં ડગ માંડતાં ડર લાગતો હતો એ હવે મોંગોલિયા, સેનેગલ, ચિલી જેવા દૂરસુદૂરના દેશોની સહેલગાહ કરવા માંડી.

જેકીએ જૂનાં ને જાણીતાં ટુરિસ્ટ પ્લેસીઝ બાજુએ રાખીને નાનાં, અજાણ્યાં ગામ ને ધૂળિયાં, બરફાચ્છાદિત કે હરિયાળાં મેદાનોમાં ભમવાનું શરૂ કર્યું.


આ રીતે એક વાર અજાણતાં જ, જેકીએ કોઈ સ્ટ્રીટ વ્યૂમાં ઝીલાયેલી ક્ષણનો સ્ક્રીનશોટ લીધો. ગૂગલ સ્ટ્રીટ વ્યૂ માટે ફોટોગ્રાફી કરી રહેલી કાર પાછળ દોડી રહેલા એક કૂતરાનું એ દૃશ્ય હતું. જેકીને લાગ્યું કે તેની આસપાસની ‘ડરામણી’ દુનિયાથી બિલકુલ જુદી એવી એક મજાની દુનિયા પણ છે! પછી તો જેકીએ તેના આ માઉસની પાંખે થતા પ્રવાસની ક્ષણોના સ્ક્રીનશોટ્સ લેવાનું શરૂ કર્યું. જેકી કહે છે કે આજ સુધીમાં તેણે આ રીતે, ૨૭૦૦૦ જેટલા સ્ક્રીનશોટ્સ લીધા છે. પછી જેકીએ આ ઇમેજીસ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મૂકવાનું શરૂ કર્યું. લોકોએ તેની તસવીરોને વધાવી લીધી.

…અને જીવન બદલાયું!

એક સમય એવો આવ્યો કે ગૂગલની સ્ટ્રીટ વ્યૂ સર્વિસના જેકીએ કરેલા આ બિલકુલ અનોખા ઉપયોગ તરફ ગૂગલનું ધ્યાન ગયું.

ગૂગલે આ તસવીરો પાછળની આખી કથા જાણી અને ગૂગલ તરફથી જેકીને ન્યૂ યોર્કમાંની એક વિખ્યાત આર્ટ ગેલેરીમાં, માત્ર જેકીની જ આ તસવીરોનું એક સોલો એક્ઝિબિશન યોજવાનું આમંત્રણ મળ્યું.

જેકી કહે છે કે કોણ જાણે કેટલાંય વર્ષો પછી એ ફરી પ્લેનમં બેઠી અને ન્યૂ યોર્ક પહોંચી.

તેની તસવીરોને એક ચોક્કસ સાઇઝમાં, મજાની ફ્રેમમાં મઢવામાં આવી, પ્રદર્શનને નામ અપાયું, ‘ધ એગોરોફોબિક ટ્રાવેલર‘ અને હજારો લોકોએ નવી નજરે ગૂગલ સ્ટ્રીટ વ્યૂઝ જોયા અને જેકીએ નવી નજરે દુનિયાને જોઈ! આ પ્રદર્શનની એક વેબસાઇટ (http://www.theagoraphobictraveller.com/) બની, જેના પર આ તસવીરોનું વેચાણ થાય છે અને કમાણીનો કેટલોક હિસ્સો માનસિક બીમારીથી પીડાતા લોકોને મદદરૂપ થતી સંસ્થાને પહોંચશે.

હવે જેકી એક સેલિબ્રિટી છે અને આ નવા અનુભવ અને લોકો તરફથી મળેલી હૂંફને કારણે એ ધીમે ધીમે તેની કોચલા જેવી જિંદગીમાંથી બહાર આવી રહી છે!

તમે તમારા પીસી પર માઉસના સહારે કે સ્માર્ટફોનના સ્ક્રીન પર અવનવું જોવા-માણવા નીકળી પડો તો તમારી ‘સાયબરસફર’માં ક્યારેક આવા વળાંક પણ મળી આવી શકે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!