(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

‘સ્ટોક’ એન્ડ્રોઇડવાળા અન્ય ફોન

One+ 3t રૂા. ૨૯,૯૯૯થી વધુ

આ ફોનમાં એન્ડ્રોઇડના લેટેસ્ટ ૭.૧ (નોગટ) વર્ઝનમાં બહુ નજીવા ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં એપ ડ્રોઅરમાં બેકગ્રાઉન્ડ કલર બદલવાની અને ઓનસ્ક્રીન નેવિગેશન કીનું સ્થાન બદલવા સિવાય એન્ડ્રોઇડમાં લગભગ કોઇ ફેરફાર નથી.

Moto g5+ રૂા. ૧૬,૯૯૯ થી

મોટો કંપનીની પરંપરા મુજબ આ ફોન લગભગ પ્લેઇન એન્ડ્રોઇડ વર્ઝન ધરાવે છે. આ ફોનમાં કોઈ એપ ડ્રોઅર નથી પણ સર્ચબાર છે. આ ફોનમાં ઓનસ્ક્રીન નેવિગેશન દૂર કરવાની પણ સગવડ છે.

Lenovo Z2+ રૂા. ૧૪,૯૯૯થી

લિનોવોના અન્ય તમામ સ્માર્ટફોન કરતાં આ ફોન ઘણો જુદો છે. તેમાં એન્ડ્રોઇડ સિસ્ટમ ૬.૦ માર્શમેલોના સ્ટોક વર્ઝનનો ઉપયોગ થયો છે. તેમાં શોર્ટકટ અને નોટિફિકેશન પેનલ અલગ કરી દેવામાં આવી છે. સ્ક્રીન ઉપરથી નીચેની તરફ સ્વાઇપ કરો તો નોટિફિકેશન ખુલે છે અને ઉપરની તરફ સ્વાઇપ કરતા ક્વિક સેટિંગ્સ પેનલ ખુલે છે. આ ફેરફાર સિવાય એન્ડ્રોઇડમાં લગભગ કોઇ ફેરફાર નથી.

Panasonic Eluga Remex રૂા. ૧૧,૯૯૯થી

પેનેસોનિકના અન્ય ફોનમાં એલ્યુગા યુઆઇ હોય છે પરંતુ આ ફોનમાં એન્ડ્રોઇડ ૬.૦ માર્શમેલોના સ્ટોક વર્ઝન અને અરબો નામના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનેબલ પર્સનલ આસિસ્ટન્ટનો ઉપયોગ થયો છે. આ ફોન યૂઝરના લોકેશન અને દિવસના સમય અનુસાર વિવિધ સજેશન અને રીમાઇન્ડર્સ આપે છે.

Coolpad Note 3s રૂા. ૯૯૯૯/-

આ ફોનમાં એન્ડ્રોઇડ ૬.૦ માર્શમેલોના સ્ટોક વર્ઝનનો ઉપયોગ થયો છે અને તેમાં પ્રીલોડેડ એપ્સની સંખ્યા પણ ઘણી ઓછી છે.

Moto C+ રૂા. ૬,૯૯૯

સ્ટોક એન્ડ્રોઇડ ૭ એ ૪૦૦૦ એમએએચની બેટરી આ ફોનનાં સૌથી મોટાં જમા પાસાં છે. ફક્ત રેમ અને કેમેરા અન્ય કરતાં નબળાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!