(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

અવાજના પ્રદૂષણનો નક્શો

ઉપર આપેલો નક્શો આમ તો અન્ય નક્શા જેવો જ લાગે છે, પણ વાસ્તવમાં આ નક્શો દુનિયાનાં જુદાં જુદાં સ્થળોએ અવાજનું પ્રદૂષણ જાણવામાં ઉપયોગી થાય છે! 

આપણે જાણીએ છીએ કે ગૂગલ મેપ પર આપણે જે તે સમયે જુદા જુદા રસ્તા પર કેટલો ટ્રાફિક છે તે જોઈ શકીએ છીએ. એમાં, રસ્તા પર એન્ડ્રોઇડ ફોન લઈને જઈ રહેલા લોકો તરફથી મળતા ડેટાનો ઉપયોગ થાય છે. કંઈક એ જ રીતે, આ નક્શામાં, ગૂગલ મેપને બદલે ઓપન સ્ટ્રીટ મેપનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં આમ તો અવાજના પ્રદૂષણનો કાચો અંદાજ જ બાંધવામાં આવે છે.

આ અંદાજ બાંધવા માટે, નક્શામાં જે જે સ્થળને ચોક્કસ ટેગ આપવામાં આવેલ હોય તે મુજબ ત્યાં અવાજનું પ્રમાણ કેટલું હશે તે નક્કી કરવામાં આવે છે. જેમ કે, હાઇવે તથા અન્ય મોટા રસ્તા, રેલવે ટ્રેક, રીટેઇલ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન વગેરે જગ્યાએ અવાજનું વધુ પ્રદૂષણ હશે. આ ડેટા અને ટેગિંગને આધારે, નક્શા પરનાં જુદાં જુદાં સ્થળોએ અવાજનું પ્રમાણ દર્શાવવામાં આવે છે. જેમ કોઈ વિસ્તારનો રંગ વધુ ઘેરો તેમ ત્યાં અવાજનું પ્રમાણ વધુ.

અલબત્ત, આમાં ખરેખર અવાજના પ્રમાણ સંબંધિત વાસ્તવિક ડેટાનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી એટલે તે બહુ સચોટ હોવાની ખાતરી નથી, પણ આ એક એવો આઇડિયા છે, જેને ભવિષ્યમાં વધુ વિસ્તારી અને સુધારી શકાય છે.

ઇન્ટરનેટ પર આ નક્શો શોધવા માટે સર્ચ કરો : global noise pollution map

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!