(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓનલાઇન કેલેન્ડરનો સ્માર્ટ ઉપયોગ કેવી રીતે કરશો?

માની લો કે તમારા દીકરા કે દીકરીએ સ્કૂલ સિવાયની કોઈ કમ્પિટિટિવ એક્ઝામમાં ભાગ લીધો છે. એની ઉંમર હજી નાની છે એટલે એના વતી એક્ઝામ માટે રજિસ્ટ્રેશન, ઓનલાઇન પેમેન્ટ વગેરે વિધિ તમે કરો છો. રજિસ્ટ્રેશન અને પેમેન્ટ થઈ ગયા પછી, તમને એક મેઇલ આવે છે કે પરીક્ષા ત્રણ મહિના પછી અમુક-તમુક તારીખે, ફલાણા સમયે અને ઢીકણા સ્થળે લેવાશે.

એક જવાબદાર પેરેન્ટ તરીકે આપણે એ વિગતો તો યાદ રાખવાની જ છે, ઉપરાંત, એ મેઇલમાં વધુ એક યાદ રાખવા જેવો મુદ્દો પણ છે કે એક્ઝામ પહેલાં, અમુક તારીખ સુધીમાં તમને એક્ઝામ એન્ટ્રન્સ માટે હોલ ટિકિટ મોકલવામાં આવશે. એ તારીખ સુધીમાં ટિકિટ ન આવે તો, ફોલોઅપ કરવાનું પણ આપણે યાદ રાખવાનું છે!

હવે વિચારો, આજની ફાસ્ટ અને હેક્ટિક લાઇફસ્ટાઇલમાં, ત્રણ મહિના પછી બનવાની આ વિગતો ભૂલાઈ જવાના પૂરા ચાન્સ ખરા કે નહીં? ખરેખર તો આપણી યાદશક્તિની પરીક્ષા, એક્ઝામ માટે રજિસ્ટ્રેશન અને પેમેન્ટ અમુક તારીખ પહેલાં કરવાની વાતથી જ શરૂ થઈ જાય!

જો આ કે તેના જેવી બીજી કોઈ પણ મહત્ત્વની વિગતો સમયસર યાદ ન આવે, તો બધો વાંક આજની સ્માર્ટ ટેક્નોલોજી પર ઢોળાય છે!

ફોન જેટલા સ્માર્ટ બનતા જાય છે એટલી જ આપણા મગજની ક્ષમતા ઓછી થતી જાય છે એવું આજે વારંવાર સાંભળવા મળે છે અને મોટા ભાગે આવું કહેનારા એ જ લોકો હોય છે, જે પોતાના સ્માર્ટફોનનો ખરેખર સ્માર્ટ ઉપયોગ કરી શકતા નથી!

આવા લોકોની કાયમી એક જ દલીલ હોય છે સ્માર્ટફોનમાં બધાના નંબર સેવ થવા લાગ્યા એટલે હવે લોકો પોતાના ઘરનો લેન્ડલાઇન નંબર (જો હજી હોય તો!) કે પતિ/પત્નીનો મોબાઇલ નંબર પણ ભૂલવા લાગ્યા છે!

વાત સાચી, પણ અમુક બાબતો ટેક્નોલોજીને હવાલે કરી દેવાથી, આપણા મગજની ક્ષમતા ઓછી થતી નથી (એ તો આપણું બહાનું છે!), પણ આપણા મગજને બીજી વધુ મહત્ત્વની બાબતો તરફ પૂરતું ધ્યાન આપવાની તક મળે છે.

એટલે ઉપર લખ્યા જેવી કોઈ સ્થિતિ તમારી સાથે ઊભી થાય અને જો તમે જીમેઇલ જેવી કોઈ પણ એડવાન્સ્ડ પદ્ધતિનો ઉપયોગ કરતા હો તો તમે ટેક્નોલોજીનો સ્માર્ટ ઉપયોગ કરી શકો છો.

તમે ક્યારેક ધ્યાનથી જોયું હશે તો જીમેઇલમાં તારીખ, સમય વગેરે બાબતોનો ઉલ્લેખ હોય તો તે આછા કલરની ડોટેલ લાઇનથી અન્ડરલાઇન્ડ હોય છે. તમે તેના પર માઉસ લઈ જશો એટલે ‘એડ ટુ કેલેન્ડર’ એવો વિકલ્પ જોવા મળશે.

તેના પર ક્લિક કરતાં, આ વિગતો, એ ઈ-મેઇલની લિંક સાથે તમારા ગૂગલ કેલેન્ડરમાં ઉમેરાઈ જશે, તમે એને યાદ રાખવાની ભાંજગડમાંથી છૂટી જશો અને દીકરા/દીકરીને એ એક્ઝામ માટે તૈયારી કરાવવા માટે વધુ મગજ દોડાવી શકશો!


કારણ કે જો તમે કેલેન્ડરમાં યોગ્ય સેટિંગ કર્યાં હશે તો નિશ્ચિત તારીખ અને સમયે કેલેન્ડર તમને સમયસર એ મહત્ત્વની વાત યાદ અપાવશે.

ઈ-મેઇલમાંથી કેલેન્ડરમાં ઇવેન્ટ ઉમેરવાની સગવડ પીસી પર જીમેઇલમાં મળે છે, સ્માર્ટફોનની એપમાં નહીં.

એપ રિઝર્વેશન, ફલાઇટ વગેરેની વિગત આપોઆપ કેલેન્ડરમાં ઉમેરે છે, પણ આ એપ આપણી મરજી મુજબની વિગતો કેલેન્ડરમાં ઉમેરવાની સહેલી સગવડ આપવા જેટલી સ્માર્ટ હજી નથી. હા, જો તમે ગૂગલની ઇનબોક્સ એપનો ઉપયોગ કરતા હો તો એ તમને આ બધી બાબતમાં ખાસ્સી ઉપયોગી થશે!

ડિજિટલ કેલેન્ડરની દુનિયા

ડિજિટલ કેલેન્ડરની દુનિયામાં ત્રણ નામ સૌથી મોટાં છે – ગૂગલ, એપલ અને માઇક્રોસોફ્ટ આઉટલૂક. પહેલાં બે બિલકુલ ફ્રી છે.

ગૂગલમાં આપણે ગૂગલ એકાઉન્ટની મદદથી કોઈ પણ ડિવાઇસમાં આપણું કેલેન્ડર એક્સેસ કરી શકીએ છીએ. એપલમાં ફક્ત એપલ ડિવાઇસીઝમાં તેને શેર અને એક્સેસ કરી શકાય છે. માઇક્રોસોફ્ટ આઉટલૂક પીસી પર વધુ લોકપ્રિય છે, પણ તે વિન્ડોઝ, મેક, એન્ડ્રોઇડ અને આઇઓએસ બધે જ ચાલે છે.

ગૂગલ અને એપલ કેલેન્ડરમાં તમે અંગત અને કામકાજની બાબતો માટે, ઇચ્છો તેટલાં અલગ કેલેન્ડર તૈયાર કરી શકો છો. આ બધાં કેલેન્ડરમાંની વિગતો તમે ઇચ્છો તો એક જ કેલેન્ડરમાં જોઈ શકો છો અને જરૂરિયાત મુજબ જુદાં જુદાં કેલેન્ડરને હાઇડ કે ડિસ્પ્લે કરી શકો છો. અલગ અલગ કેલેન્ડરને આપણે સહેલાઈથી અન્ય વ્યક્તિ સાથે શેર કરી શકીએ છીએ.

ગૂગલ કેલેન્ડરમાં રોજિંદાં ટાસ્ક ઉમેરવાની અલગ સગવડ છે, જોકે વર્ષોથી ગૂગલે એના તરફ ખાસ ધ્યાન આપ્યું નથી. ગૂગલ કેલેન્ડરમાં જીમેઇલની જેમ ટેગિંગની સગવડ નથી એ તેની મોટી મર્યાદા છે. ગૂગલ કેલેન્ડરને તમે ટાસ્ક મેનેજમેન્ટ માટેની અન્ય કોઈ પાવરફૂલ એપ સાથે કનેક્ટ પણ કરી શકો છો.

એપલ કેલેન્ડર ગૂગલ કેલેન્ડર જેવી જ સગવડો ધરાવે છે. એપલની અન્ય એપ્સ સાથેનું તેનું ઇન્ટીગ્રેશન મજબૂત છે. ગૂગલ, એપલની જબરી હરીફાઈ છતાં માઇક્રોસોફ્ટ આઉટલૂકે તેનાં ફીચર્સને કારણે લોકપ્રિયતા ટકાવી રાખી છે. એ માત્ર કેલેન્ડરને બદલે ફૂલ ફ્લેજ્ડ પર્સનલ ઇન્ફર્મેશન સિસ્ટમ તરીકે કામ આપે છે.

ઉપર જણાવેલાં ત્રણેય કેલેન્ડર ઉપરાંત સનરાઇઝ નામનું એક ફ્રી કેલેન્ડર પણ ખાસ્સું લોકપ્રિય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!