(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

શાર્ક અને માણસની સરખામણી

શાર્ક – આ શબ્દ વાંચતાં જ આપણા મનમાં મહાસાગરના ઊંડાણમાં ફરતી મહાકાય અને મહાવિનાશક વ્હેલ માછલીનું ચિત્ર ખડું થાય, પણ આપણી આ માન્યતામાં બે ખામી છે. 

એક શાર્ક હંમેશા તોતિંગ જ હોય એવું જરૂરી નથી, તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં માંડ 2-4 ફૂટની લંબાઈ ધરાવતી અને તેથીય નાની, માત્ર 7-8 ઇંચ લાંબી શાર્ક પણ હોય છે!

બીજી માન્યતા – શાર્ક માત્ર મહાસાગરમાં જ હોય – પણ ખોટી છે. કેટલાક દેશોમાં, જેમાંથી એક ભારત પણ છે, નદીઓમાં પણ શાર્ક જોવા મળે છે. નદીઓમાં કુલ છ પ્રકારની શાર્ક જોવા મળે છે, તેમાંથી ભારતમાં પશ્ચિમ બંગાળની હૂગલી નદીમાં અને બિહાર, આસામ અને ઓરિસ્સામાં ગંગા, બ્રહ્મપુત્રા અને મહાનદીમાં ‘ગેન્જીસ શાર્ક’ નામે ઓળખાતી પ્રજાતિ જોવા મળે છે. દુનિયાની સૌથી વધુ જોખમગ્રસ્ત 20 શાર્ક પ્રજાતિઓમાં આ પ્રજાતિ પણ એક છે.

અચ્છા, આ બંને માન્યતામાંથી, 7-8 ઇંચ લાંબી શાર્કની વાતે તમને વધુ આશ્ચર્ય થયું હોય તો, નેશનલ જ્યોગ્રાફિકે તૈયાર કરેલું એક ઇન્ટરએક્ટિવ પેજ તમારે જોવા જેવું છે.

આ પેજ પર એક ડૂબકીમાર માણસ અને વિવિધ કદની શાર્કની સરખામણી બતાવી છે. પેજની શરૂઆતમાં 32થી 55 ફૂટ જેટલી લાંબી શાર્કની સરખામણીમાં માણસ કેવડો દેખાય તે જોઈ શકાશે. તેની સાથે તેના દાંતનું મેગ્નિફાઇડ ચિત્ર પણ જોવા મળશે. સાથે એ શાર્ક વિશેની થોડી વધુ વિગતો પણ વાંચવા મળશે. પેજમાં જેમ ઊંડા ઊતરતા જશો તેમ તેમ માણસની સરખામણીમાં થોડી નાની થતી જતી શાર્ક જોવા મળશે. પેજના અંતે, મેગાલોડોન પ્રકારની શાર્ક પણ જોવા મળશે, જે 45થી 60 ફૂટ લાંબી હતી! આ શાર્ક હવે નામશેષ થઈ ગઈ છે.

આ ઇન્ટરએક્ટિવ પેજ જોવા ગૂગલમાં સર્ચ કરો : Sizing Up Sharks, the Lords of the Sea – National Geographic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!