દેશ કેશલેસ બનાવવાના ઉત્સાહમાં, સલામતીના મહત્વના મુદ્દાની અવગણના થઈ રહી હોય એવું લાગે છે!
એક તરફ સ્માર્ટફોનની ચીપ બનાવતી અગ્રણી કંપની ક્વોલકોમે દાવો કર્યો છે કે ભારતનાં કોઈ મોબાઇલ વોલેટ સલામત નથી, તો બીજી તરફ, પેટ્રોલિયમ એન્ડ એક્સ્પ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન નામની એક સલામતી સંસ્થાએ પેટ્રોલ પમ્પ પર સ્માર્ટફોનથી પેમેન્ટ કરવાના જોખમ સામે ધ્યાન દોર્યું છે. પેટ્રોલ પમ્પ પર વાતચીત માટે મોબાઇલના ઉપયોગની મનાઈ છે એ તો આપણે જાણીએ જ છીએ!
