(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

રેન્સમવેરની રામાયણ

Ransomeware
ગયા મહિને આખી દુનિયામાં બહુ ગાજેલો શબ્દ ‘રેન્સમવેર’ હવે તો તમે કદાચ ફરી ભૂલવા પણ લાગ્યા હશો જો તમે પોતે એનો ભોગ બન્યા નહીં હો તો! આ આપણી કાયમી ફિતરત છે, જેની અસર આપણા સુધી પહોંચતી ન હોય એ બાબતને, આજના સમયનાં ફેસબુક, ટવીટર કે વોટ્સએપ જેવાં સાધનોથી આમતેમ ઉછાળીને પછી ભૂલી જવી. 

પરંતુ આ રેન્સમવેર એમ સહેલાઈથી ભૂલી જવા જેવી બાબત નથી. જે લોકો અત્યારે તેનો ભોગ બન્યા હશે એ સૌ પણ મોટા ભાગે રેન્સમવેર જેવી બાબતને ગંભીરતાથી ન લેવાનાં જ પરિણામો ભોગવી રહ્યા હશે, કારણ કે રેન્સમવેર કોઈ નવી બાબત નથી. થોડા સમય પહેલાં આપણા ઘર આંગણે સુરતમાં સંખ્યાબંધ બિઝનેસમેન અને તેમના એકાઉન્ટ્સ સંભાળતા એકાઉન્ટન્ટ્સનાં કમ્પ્યુટર પણ રેન્સમવેરનો ભોગ બન્યાં હતાં અને ગયા મહિને તો આખી દુનિયા આ ‘નવા પ્રકારના લાગતા વાઇરસ’થી ઉપરતળે થઈ ગઈ.

આપણા દેશમાં ઉત્તર પ્રદેશ કે બિહાર જેવાં રાજ્યોમાં ખમતીધર લોકો કે તેમના પરિવારજનોનું અપહરણ કરીને મોટી ફિરૌતી વસૂલ કરવી એ મોટો ધંધો બની ગયો છે, તેનું આધુનિક, ડિજિટલ સ્વરૂપ આ રેન્સમવેર છે.

દુનિયાના બીજા કોઈ ખૂણે બેઠેલા હેકર માટે આપણા કમ્પ્યુટરમાંનો ડેટા બિલકુલ મહત્વનો નથી, પણ એ જાણે છે કે આપણે માટે એ મહામૂલો છે.

આપણા કમ્પ્યુટરમાં આપણા બિઝનેસની સંખ્યાબંધ મહત્વની બાબતો અને આપણા આર્થિક વ્યવહારોથી માંડીને વ્હાલાં સ્વજનોની અસંખ્ય તસવીરો અને એટલાં જ વ્હાલાં ગીતોની એમપી૩ના ખજાના સચવાયેલા પડ્યા હોય છે. રેન્સમવેરથી, આ બધું જ અચાનક આપણા અંકુશની બહાર ચાલ્યું જાય છે. હેકર આ ડેટાને એક પ્રકારનું તાળું મારી દે છે અને આપણે ખંડણી ચૂકવીએ તો જ એ તાળું ખોલવાની ચાવી આપણને આપે છે!

આ આખી વાતનાં બે પાસાં છે એક, આ હુમલો દુનિયા કઈ તરફ જઈ રહી છે તેનો સંકેત આપે છે અને બીજું, આપણે પોતે, આપણા સ્તરે કયાં પગલાં લેવાં તે આપણે સમજવાનું છે.

ગયા મહિને રેન્સમવેરે આખી દુનિયાનાં એક લાખથી વધુ કમ્પ્યુટર્સ પર એક સાથે હુમલો કર્યો અને હોસ્પિટલ્સ, બેન્ક્સ, રેલવે તથા અન્ય સરકારી તંત્રોની કામગીરી ખોરવી નાખી, તેની પાછળ ચોક્કસપણે કોણ છે એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

મુખ્યત્વે બે થિયરી ચાલી રહી છે અને બંને બતાવે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે ખેલાશે એવી આગાહીઓ ભલે થતી, પરંપરાગત રીતને બદલે એ ખેલાશે સાયબર વેપન્સથી. એક શક્યતા મુજબ, રશિયા અથવા ઉત્તર કોરિયાની સરકારના ટેકાથી જ હેકર્સે રેન્સમવેરનો આતંક મચાવ્યો છે.

બીજી શક્યતા – જેને વધુ વેગ મળી રહ્યો છે – મુજબ આ હુમલાના મૂળમાં ખુદ અમેરિકા છે. અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી (એનએસએ)એ ઇરાનના પરમાણુ કાર્યક્રમને સબોટેજ કરવા માટે કેટલાક ખાસ સાયબરટૂલ્સ બનાવ્યાં હતાં. ત્યારે માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમમાંની કેટલીક ખામીનો લાભ લઈને ઇરાનનાં કમ્પ્યુટર્સમાંના ડેટાને ખેદાન-મેદાન કરવામાં અમેરિકન હેકર્સને સફળતા પણ મળી હતી.

હવે એવું કહેવાય છે કે બે-ચાર મહિના પહેલાં એનએસએનાં આ સાયબર ટૂલ્સ ચોરાયાં! આ ટૂલ્સનો ઇરાનની જેમ અમેરિકા અને તેના સાથી દેશો સામે પણ ઉપયોગ થઈ શકે છે એવું સમજાતાં, અમેરિકન સરકારે માઇક્રોસોફ્ટ કંપનીનું તેની ઓપરેટિંગ સિસ્ટમમાં રહેલી ખામી તરફ ધ્યાન દોર્યું. માઇક્રોસોફ્ટે દોડાદોડ તેના ઉપાય રૂપી સિક્યોરિટી પેચીઝ રીલિઝ પણ કર્યા, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું (સામાન્ય રીતે માઇક્રોસોફ્ટ આવા મહત્વના પેચીઝ રીલિઝ કરે ત્યારે આ ખામી તરફ ધ્યાન દોરનાર વ્યક્તિ કે સંસ્થાને યોગ્ય ક્રેડિટ આપે છે, આ વખતે એવું થયું નથી, એટલે પણ શંકાની સોઈ અમેરિકન સરકાર તરફ વળી રહી છે).


દુનિયાના ઘણા દેશોમાં માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમના પાઇરેટેડ વર્ઝનનો ઉપયોગ થતો હોવાથી ઓએસ સંબંધિત કોઈ બાબત કોઈ અપડેટ કરતું નથી. પરિણામે, હેકર્સને દુનિયાનાં સંખ્યાબંધ કમ્પ્યુટર્સમાં ઘૂસવાની અને ડેટા એન્ક્રિપ્ટ કરવાની તક મળી ગઈ.

આવું માત્ર મોટાં કોર્પોરેશન્સ કે સરકારી વિભાગો સાથે થાય છે એવું માનવાની ભૂલ કરશો નહીં. રેન્સમવેર તમારા કમ્પ્યુટરમાં પણ ત્રાટકી શકે છે. હેકર્સ ખંડણી તરીકે બિટકોઈન જેવી વર્ચ્યુઅલ કરન્સીમાં ચૂકવણીની માગણી કરતા હોવાથી, તમે રકમ આપીને ડેટાનો છૂટકારો કરવા માગો તો પણ તેની ટેકનિકલ

જાણકારીના અભાવે એવું કરી ન શકો. ઉપરાંત, રકમ મળ્યા પછી હેકર્સ આપણી દયા ખાશે એવી કોઈ ખાતરી નથી.

સો વાતની એક વાત એ કે જો તમારા કમ્પ્યુટરમાં મહત્વનો ડેટા રહેતો હોય તો રેન્સમવેરને જરા પણ હળવાશથી લેશો નહીં. ‘સાયબરસફર’ સાથે વર્ષોથી સંકળાયેલા સાયબરસિક્યોરિટી પ્રોફેશનલ મિલાપ ઓઝા અહીં આપણને રેન્સમવેર સંબંધિત મહત્વની જાણકારી આપે છે.

– તંત્રી, સાયબરસફર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!