ઇન્ટરનેટ પર ડેસ્કટોપ પરની જાહેરાતો કરતાં મોબાઇલ પરની જાહેરાતોનું પ્રમાણ આ વર્ષના અંત સુધીમાં વધી જશે અને ૨૦૧૮માં ડિજિટલ એડવર્ટાઇઝિંગ ટીવી કરતાં આગળ નીકળી જશે.
ચીનની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની ફોક્સકોન ભારતમાં પોતાનું રોકાણ જંગી પ્રમાણમાં વધારીને ભારતે ચીન જેટલું મોટું હબ બનાવે તેવી શક્યતા છે.
ભારતીય રેલવે ૨,૧૭૫ સ્ટેશન્સ પર ૨ લાખ ડિજિટલ સ્ક્રીન્સ મૂકીને વિશાળ એડ પ્લેટફોર્મ ઊભું કરવાની તૈયારીમાં છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ અને જિઓ કંપનીએ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે.
ફેસબુકે હમણાં એક ‘મેગ્નેટિક ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ’ માટે પેટન્ટ નોંધાવી છે, જે વાસ્તવમાં જુદાં જુદાં મોડ્યુલ ઉમેરીને બનાવી શકાય તેવો સ્માર્ટફોન જ હોવાની ધારણા છે.
નોર્ટન એન્ટિ-વાયરસ કંપનીના એક સર્વે અનુસાર, ફ્રી વાઇ-ફાઇ મળતું હોય તો ૯૬ ટકા ભારતીયો પોતાની પ્રાઇવસી જોખમાવાની પરવા કરતા નથી!
