એક અભ્યાસ મુજબ ભારતનાં ૯૦ ટકા સ્ટાર્ટઅપ, આવડત અને ફંડના અભાવે પહેલા પાંચ વર્ષમાં સમેટાઈ જાય છે!
થોડા સમયમાં ફેસબુક પરથી જ ફૂડ ઓર્ડર કરી શકાય તેવી સુવિધા આવી રહી હોવાના અહેવાલ છે.
આખરે એપલ કંપનીએ ભારતમાં તેના ફોન એસેમ્બલ કરવાનું શરૂ કરી દીધું છે. અત્યારે કંપની પ્રાયોગિક ધોરણે આઇફોન એસઇ મોડેલ બેંગ્લોર નજીકના એક પ્લાન્ટમાં એસેમ્બલ કરી રહ્યું છે.
કેબ એપ ઉબર થોડા સમયમાં અંતરને બદલે, તમારા સરનામા, અગાઉની ટ્રીપ્સ, ક્રેડિટ સ્કોર વગેરેને આધારે ભાડાની ગણતરી કરવાનું શરૂ કરશે.
પાઇરસીના સામના માટે, વિશ્વની સૌથી લોકપ્રિય ઓનડિમાન્ડ એન્ટરટેઇનમેન્ટ એપ નેટફ્લિક્સ ટૂંક સમયમાં રુટેડ અને અનલોક્ડ એન્ડ્રોઇડ ડિવાઇસ પર ચલાવી શકાશે નહીં.
