હવે આપણે ઓનલાઇન રેલવે ટિકિટ ખરીદ્યા પછી તેની ચૂકવણી થોડા દિવસ પછી પણ કરી શકીશું. આ માટે આઇઆરસીટીસી કંપનીએ ઇપેલેટર નામની કંપની સાથે જોડાણ કર્યું છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં ટેલિ કંપનીઝ દ્વારા અપાતી ફ્રી ઓફર્સનો કાયમી અંત લાવે તેવી શક્યતા છે.
એક અહેવાલ મુજબ, જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૭ દરમિયાન ઉબર અને ઓલા સાથે સંકળાયેલા ૨૫ ટકા ડ્રાઇવર્સે આ કંપનીઓનો સાથ છોડી દીધો છે! એ પહેલાં આ કંપનીઓ સાથે પ લાખ ડ્રાઇવર્સ જોડાયેલા હતા.
વેનસડે ફિલ્મમાં મુંબઇ પોલીસને મદદ કરતો પેલો ટીનએજ સાયબર એક્સપર્ટ યાદ છે? દિલ્હી પોલીસે હવે સત્તાવાર રીતે ચીફ ટેકનોલોજી ઓફિસરની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે.
મોબાઇલની જેમ, બેન્કમાં પણ ખાતા નંબર તથા ક્રેડિટ-ડેબિટની હિસ્ટ્રી જાળવી રાખીને બેન્ક બદલી શકાય તેવી બેન્ક પોર્ટેબિલિટીની સગવડ મળે તેવી શક્યતા છે. આધાર નંબરને કારણે આ શક્ય બનશે.
