(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

[vc_row][vc_column][vc_column_text]

જ્યારે ક્રોમ બ્રાઉઝરમાં નવું ટેબ ઓપન કરો, ત્યારે કોઈ નવો અંગ્રેજી શબ્દ શીખવો છે? ક્રોમ વેબ સ્ટોરમાં જઈને magoosh vocabulary સર્ચ કરીને તેનું એક્સટેન્શન ઇન્સ્ટોલ કરી લો. દરેક નવી ટેબમાં નવો શબ્દ, તેનો ઉચ્ચાર, અર્થ અને વાક્યપ્રયોગ જાણવા મળશે.


કમ્પ્યુટરમાં સંખ્યાબંધ પ્રોગ્રામ્સની વિન્ડો ઓપન કરી હોય, તો Alt+Tab પ્રેસ કરતા જઈને તમે એકમાંથી બીજા પ્રોગ્રામની વિન્ડોમાં જઈ શકો. આ તો જાણીતી સગવડ છે, આ જ સગવડ જરા સ્ટાઇલિશ બનાવવી હોય તો વિન્ડોઝ કી વત્તા ટેબ પ્રેસ કરો અને જુઓ શું થાય છે!


પીસીમાં વર્ડમાં ઝડપી ટાઇપિંગ માટે કામની વાત : કોઈ શબ્દ ડિલીટ કરવા ફક્ત બેકસ્પેસ પ્રેસ કરવાથી એક એક લેટર ડિલીટ થશે, પણ ભૂલો ઝડપથી સુધારવી હોય તો કંટ્રોલ કી સાથે બેકસ્પેસ કી પ્રેસ કરવાથી કરવાથી કર્સર પહેલાંનો આખો શબ્દ ડિલીટ થશેે. આદત કેળવી જુઓ.


પીસીમાં Ctrl+Z થી ટાઇપિંગની ભૂલને અનડુ કરી (સુધારી) શકાય એ તમે જાણતા જ હશો, પણ કોઈ ફાઇલને ભૂલથી ડિલીટ કે મૂવ કરી હોય તો પણ આ જ કમાન્ડથી તેને ફરી મૂળ જગ્યાએ પાછી લાવી શકાશે.


પીસીમાં Print Screen કી પ્રેસ કરવાથી સમગ્ર ડિસ્પ્લેનો સ્ક્રીનશોટ લેવાશે, જેને વર્ડ, પાવરપોઇન્ટ કે બીજા કોઈ પ્રોગ્રામમાં પેસ્ટ કરી શકાય. Alt+Print Screen કરશો તો માત્ર એક્ટિવ વિન્ડોનો જ સ્ક્રીનશોટ લેવાશે.


જીમેઇલમાં ૧૫ જીબીની સ્પેસ મળતી હોવા છતાં, એ પૂરી થવા આવી છે? આપણે અગાઉ વાત કરી ગયા છીએ કે ૧૫ જીબી સ્પેસ જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝમાં વહેંચાયેલી હોય છે. ડ્રાઇવમાં કઈ ફાઇલ કેટલી જગ્યા રોકે છે એ જાણવું હોય તો તેમાં લોગ-ઇન થઈ, નવી ટેબમાં drive.google.com/#quota ઓપન કરો. બધી ફાઇલ તેની સાઇઝ મુજબ સોર્ટ થયેલી જોવા મળશે.


મહત્ત્વની એપ્સમાં ઉમેરાતી નવી સુવિધા ગુમાવવા માગતા ન હો તો, ઉપરની રીતે અથવા પ્લે સ્ટોરમાં તમારી એપ ઓપન કરી, ઉપર જમણે ત્રણ ડોટ પર ક્લિક કરી, ઓટો-અપડેટ ઓન કરી દો.


એપ ઓટો-અપડેટ થાય, પણ નેટનું બિલ વધે નહીં એવું ઇચ્છતા હો તો પ્લે સ્ટોરમાં સેટિંગ્સમાં, એપ્સ માત્ર વાઇ-ફઆઇ મળે ત્યારે ઓટો-અપડેટ થવાનો ઓપ્શન ઓન કરી દો.


સ્માર્ટફોનની સિસ્ટમના ફોન્ટ નાના લાગે છે? સેટિંગ્સમાં, એક્સેસિબિલિટીમાં જાઓ, અને ‘લાર્જ ટેક્સ્ટ’ સિલેક્ટ કરી ફોન્ટ મોટા કરી લો.


[/vc_column_text][/vc_column][/vc_row]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!