(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

[vc_row][vc_column][vc_column_text]

વોટ્સએપની નવી સ્ટેટસ સુવિધા તમને ન ગમતી હોય, તો સેટિંગ્સમાં, તમારા પ્રોફાઇલમાં ફરી તમે જૂની ને જાણીતી રીતે તમારું સ્ટેટસ લખી શકો છો. અલબત્ત, વોટ્સએપ તેને તમારા પરિચય તરીકે ગણે છે.


પીસીમાં, ગૂગલ ક્રોમમાં તમે સંખ્યાબંધ ટેબ એપ ચાલુ બંધ કરતા હો, પણ જીમેઇલ, વોટ્સએપ વગેરેની ટેબ સતત ઓપન રહે એવું ઇચ્છો છો? એ ટેબને રાઇટ ક્લિક કરી, પિન ટેબ પર ક્લિક કરી દેતાં, એ ટેબ નાની થઈને સૌથી પહેલાં ગોઠવાઈ જશે.


સ્માર્ટફોનના ક્રોમ બ્રાઉઝરમાં જેટલી ટેબ્સ ઓપન હોય એ બધી જોવી છે? એડ્રેસબારમાં જમણી તરફ, ઓપન ટેબની સંખ્યા બતાવતા ચોરસ પર ક્લિક કરો અથવા એડ્રેસબારમાંથી નીચેની તરફ આંગળી સરકાવો. ઓપન પેજીસ દેખાય તેમાંથી ગમે તેને ડાબી કે જમણી તરફ ખસેડતાં તે પેજ બંધ થશે.


તમારા સ્માર્ટફોનમાં કોઈનો કોલ આવે ત્યારે સ્ક્રીન પર એલાર્મની નિશાની જોવા મળે છે? એ કોલનો તરત જવાબ ન આપવો હોય, પણ થોડા સમય પછી કોલ કરવાનું યાદ રાખવું હોય તો આ એલાર્મ પર ક્લિક કરતાં, ફોન તમે કહેલા સમય પછી, એ વ્યક્તિને કોલ કરવાનું યાદ અપાવશે. ફોનમાં આવી સુવિધા ન હોય તો એપ સ્ટોરમાં આવી એપ મળશે.


પીસી પર બ્રાઉઝરમાં કોઈ લાંબા લેખ પર નજર ફેરવી રહ્યા છો? જેમ માઉસના સ્ક્રોલ વ્હીલથી પેજ ઉપર નીચે કરી શકો, તેમ સ્પેસબાર પ્રેસ કરીને પણ પેજમાં નીચે જઈ શકાશે. શિફ્ટ + સ્પેસબાર ક્લિક કરશો, તો પેજમાં ઉપર જવાશે.


વોટ્સએપમાં તમારા કોઈ પણ ઉત્સાહી મિત્ર તેમના ગ્રૂપમાં તમને ઉમેરી શકે છે. એ ગ્રૂપમાં મૂકાતા સંખ્યાબંધ અપડેટ્સથી તમે કંટાળતા હો, પણ ગ્રૂપમાંથી સાવ બહાર નીકળી જવા માગતા ન હો તો એ ગ્રૂપ ચેટ ઓપન કરી, ઉપરના ત્રણ ડોટ પર ક્લિક કરી, ‘મ્યૂટ’ પર ક્લિક કરો. તમે એ ગ્રૂપને ૮ કલાક, ૧ અઠવાડિયા કે ૧ વર્ષ માટે મ્યૂટ કરી શકો છો. આ રીતે ફક્ત એ ગ્રૂપના નોટિફિકેશનનો અવાજ બંધ થશે, નોટિફિકેશન જ બંધ કરવા માટે તેનો વિકલ્પ પસંદ કરવો પડશે.


સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમમાં સંખ્યાબંધ ટેબ ઓપન કર્યાં છે? એકમાંથી બીજામાં જવા એડ્રેસબારમાં આંગળી ડાબે કે જમણે લઈ જાઓ. ઓપન વેબસાઇટ્સનાં પેજ એક પછી એક જોઈ શકશો.


ફેસબુકમાં સંખ્યાબંધ મિત્રો તરફથી જુદી જુદી ગેમ્સ રમવાના ‘આમંત્રણ’થી કંટાળતા હો, તો પીસી કે મોબાઇલમાં ફેસબુકના સેટિંગ્સમાં, એકાઉન્ટ સેટિંગ્સમાં, નોટિફિકેશન્સમાં, ‘એપ રીકવેસ્ટ્સ એન્ડ એક્ટિવિટી’માં ‘એપ્લિકેશન ઇન્વાઇટ્સ’ કે ‘એપ્લિકેશન રીક્વેસ્ટ્સ’ના બટનને બંધ કરી શકાશે.


તમારા સ્માર્ટફોનમાં યૂસી બ્રાઉઝર છે? તેમાં હોમસ્ક્રીન પર એવા ન્યૂઝની ભરમાર હોય છે, જે તમે કદાચ ઇચ્છશો કે પરિવારનાં બાળકો ન જુએ. હોમ સ્ક્રીન પર છેક નીચે ‘મેનેજ કાર્ડસ’નો વિકલ્પ મળશે, જેનાથી તમે ઇચ્છો તે કાર્ડ્સ બંધ કરી શકશો.


[/vc_column_text][/vc_column][/vc_row]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!