ગૂગલ મેપ્સ પર આપણે નજીકનું રેસ્ટોરાં કે બેન્કનું એટીએમ તો શોધી જ શકીએ છીએ, હવે જાહેર શૌચાલય શોધવાનું પણ સરળ બનશે!
ગૂગલ મેપ સર્વિસમાં નવી દિલ્હી ઉપરાંત ગાઝિયાબાદ, ગુરુગ્રામ, નોઇડા, ફરિદાબાદ, ભોપાલ તથા ઇન્દોરમાંનાં 4,000 જેટલાં જાહેર શૌચાલયોનાં સરનામાં ઉમેરાઈ ગયા છે. ગૂગલ મેપ પર ફક્ત ‘પબ્લિક ટોઇલેટ’ લખીને સર્ચ કરવાથી નજીકનાં શૌચાલયોનું લોકેશન જાણી શકાશે. આ સર્વિસ અત્યારે ઇંગ્લિશ અને હિન્દી બંને ભાષામાં ઉપલબ્ધ છે.
ધીમે ધીમે દેશ આખાનાં જાહેર શૌચાલયોનાં સરનામાં ગૂગલ મેપમાં ઉમેરાશે.
