(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જૂના નોટિફિકેશન કેવી રીતે જોઇ શકાય?

સવાલ મોકલનાર : હેમંત દેકિવાડિયા, ગારિયાધાર

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કોઈ પણ સ્ક્રીન પર આપણે ઉપરથી નીચે તરફ આંગળી લસરાવીએ એ સાથે નોટિફિકેશન શટર ઓપન થાય અને આપણાં ફોનમાંની વિવિધ એપ્સમાં ઉમેરાયેલી નવી બાબતોની આપણને જાણ થાય – આટલું તો આપણે સૌ જાણીએ છીએ.

પરંતુ આ સવાલ મુજબ, જો આપણે નોટિફિકેશન્સનો ભરાવો થયા પછી તેને એક પછી એક અથવા એક સાથે નોટિફિકેશન શટરમાંથી દૂર કર્યા હોય અને પછી કોઇ મહત્ત્વનું નોટિફિકેશન ભૂલથી દૂર કર્યાનું ધ્યાનમાં આવે તો?

ઘણી કંપનીના સ્માર્ટફોનમાં નોટિફિકેશન શટરમાં જ નીચે નોટિફિકેશન લોગ જોવાની સગવડ હોય છે તેના પર ક્લિક કરીને આપણે અગાઉના નોટિફિકેશન્સ જોઈ શકીએ છીએ. પરંતુ જો તમારા સ્માર્ટફોનમાં આવી સગવડ ન હોય તો તેનો પણ ઉપાય છે.

આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. આપણો સ્માર્ટફોન નોટિફિકેશન લોગ જાળવતો જ હોય છે, ફક્ત આપણે તેના સુધી સહેલાઈથી પહોંચી શકતા નથી.

આ માટે આપણે ફોનના હોમ સ્ક્રીનમાં વિજેટ ઉમેરવાની સગવડનો લાભ લઈ શકીએ. ફોનની કોઈ પણ એપની વિવિધ સુવિધા સુધી ઝડપથી પહોંચવા માટે ફોનના હોમ સ્ક્રીન પર વિજેટ ઉમેરવાની સગવડ હોય છે તે તમે જાણતા જ હશો.

નોટિફિકેશન લોગનો શોર્ટકટ ફોનના હોમસ્ક્રીન પર ઉમેરવા માટે :

  1. ફોનના હોમ સ્ક્રીન પર ખાલી જગ્યામાં જરા લાંબો સ્પર્શ કરો.
  2. નીચે વિજેટ ઉમેરવાનો વિકલ્પ મળશે.
  3. તેના પર ક્લિક કરો અને સેટિંગ્સના વિજેટ સુધી પહોંચી જાઓ.
  4. તેને જરા લાંબો સમય પ્રેસ કરી રાખીને હોમ સ્ક્રીન પર ખેંચી લાવો.
  5. હવે આ વિજેટ તમને પૂછશે કે સેટિંગ્સ એપમાંના ક્યા સેટિંગનો શોર્ટકટ તમે હોમ સ્ક્રીન પર ઉમેરવા માગો છો.
  6. તેમાં નોટિફિકેશન શોધીને તેના પર ક્લિક કરી દો.
  7. હવે જ્યારે પણ જૂના નોટિફિકેશન્સ જોવા હોય ત્યારે આ આઇકન ઉપર ક્લિક કરતાં તમને મળેલાં નોટિફિકેશન્સની યાદી જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!