(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સોશિયલ મીડિયામાં નવી આંધી

એક મહિના કરતાં ઓછા સમયમાં, એક કરોડથી વધુ ડાઉનલોડ! કોઈ પણ નવી એપના ડેવલપર્સને તેમની એપના લોન્ચિંગ પહેલાં આવાં સપનાં આવવાં પણ મુશ્કેલ છે, પણ અત્યારે સોશિયલ મીડિયામાં નવી નવી આવેલી એપ સારાહાહ (કે સારાહ) આવી ધમાલ મચાવી રહી છે.

જોકે આટલી જબરજસ્ત શરૂઆત પછી પણ આ એપ ખરેખર કેટલું ટકશે એના પર સવાલ છે કેમ કે તેની સરખામણી પેલી કુખ્યાત બ્લુ વ્હેલ ચેલેન્જ સાથે થવા લાગી છે. અરેબિક ભાષામાં પ્રામાણિકતા એવો અર્થ ધરાવતું નામ હોવા છતાં, સારાહાહ તેનાથી બિલકુલ જુદા છેડાના કારણોસર વિવાદમાં ઘેરાઈ ગઈ છે.

આ એપ લોકોને પરદા પાછળ રહીને, પોતાની ઓળખ છુપાવીને કંઈ કરવા મળે તો કેટલાય લોકોનું કેવું વરવું સ્વરૂપ બહાર આવે એ બતાવે છે.

ઇજિપ્ત અને સાઉદી અરેબિયા પછી હવે ભારતમાં પણ આ એપ લગભગ આંધીની જેમ ફેલાઈ રહી છે. એક રીતે જુઓ તો આ એપ વોટ્સએપ જેવી જ મેસેજિંગ એપ છે પણ તે એક વાતે વોટ્સએપથી બિલકુલ અલગ છે. આ એપમાં તમે જે મેસેજ મોકલો તે સામેની વ્યક્તિને મળે છે પરંતુ તમારા નામ વિના. શરત માત્ર એટલી કે સામેની વ્યક્તિ પણ આ એપ પર હોવી જોઈએ. આ આખી વાતમાં મેસેજ મોકલનાર વ્યક્તિ ગુમનામ રહી શકે છે એ સૌથી વધુ વાંધાજનક છે અને ટીનએજર્સને એ જ વાત એક્સાઇટિંગ લાગે છે!

આ આખી વાતમાં મેસેજ મોકલનાર વ્યક્તિ ગુમનામ રહી શકે છે એ સૌથી વધુ વાંધાજનક છે અને ટીનએજર્સને એ જ વાત એક્સાઇટિંગ લાગે છે!

એપના ડેવલપર્સ કહે છે કે તેમણે લોકો નિર્ભય રહીને સર્જનાત્મક રીતે બીજાની ટીકા કરી શકે એવા હેતુથી આ એપ તૈયાર કરી છે. આ એપ ખરેખર તો કંપનીઝમાં ઇન્ટર્નલ સર્વેના હેતુ માટે તૈયાર કરાઈ હતી, પણ પછી તેને એપનું સ્વરૂપ આપીને આખી દુનિયા માટે ખોલી નાખવામાં આવી.

તમે પણ સોશિયલ મીડિયાના આ નવા જુવાળની લપેટમાં આવ્યા હો, એકાઉન્ટ ખોલાવી નાખ્યું હોય અને હવે વાંધાજનક મેસેજીસથી કંટાળ્યા હો તો આ એપમાંથી તમારું એકાઉન્ટ ડિલીટ કરી, તેને અનઇન્સ્ટોલ કરવામાં જ સાર છે. જો તમારું સંતાન આ એપનો ઉપયોગ કરતું હોય તો તેની સાથે ચર્ચા કરી, એકાઉન્ટ ડિલીટ કરવા જેવું છે. એટલું યાદ રાખશો કે એપમાંથી એકાઉન્ટ ડિલીટ નહીં થાય, તે એપની સાઇટ પર જઈને ડિલીટ કરવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!