(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડિજિટલ ઇન્ડિયાનું એક ખૂટતું પાસું કદાચ પુરાશે : પાસબુકમાં હવે પૂરતી વિગતો આપવા બેન્ક્સને આદેશ

તમે તમારા બેન્ક ખાતાની પાસબુક ક્યારેય ધ્યાનથી જોઈ છે? સામાન્ય રીતે બેન્કની પાસબુક આપણા ખાતામાં થતી લેવડદેવડ વિશે બેન્ક જે કંઈ નોંધ રાખે છે તેની અધકચરી વિગતો આપણને આપે છે.

પાસબુકમાં, ફક્ત આપણા ખાતામાં જમા થયેલી કે ઉપાડાયેલી રકમની આપણને સ્પષ્ટ માહિતી મળે છે એ સિવાયની બીજી વિગતો તેમાં પૂરતા પ્રમાણમાં અને સ્પષ્ટ રીતે આપવામાં આવતી નથી. જેમ કે, આપણે કોઈ એટીએમમાંથી રકમ ઉપાડી હોય તો પાસબુકમાં તેની એટીએમમાંથી ઉપાડેલી રકમ તરીકે નોધ હોય

પરંતુ એક્ઝેટલી ક્યા એટીએમમાંથી રકમ ઉપાડી તેની વિગત તેમાં હોય નહીં. મોટા ભાગે આપણે ફક્ત રકમનો તાળો મેળવીને માની લેવાનું રહે કે આપણે આ રકમ ઉપાડી હશે.

હવે આ સ્થિતિ બદલાય તેવી શક્યતા છે.

ગયા મહિને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ભારતની તમામ બેન્કને સૂચના આપી છે કે, તમામ ખાતેદારોની પાસબુક અને એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં ખાતેદારને માટે જરૂ‚રી હોય તેવી અને તેને સમજાય તેવી તમામ માહિતી પૂરી પાડવામાં આવે.

રીઝર્વ બેન્કની સૂચના અનુસાર બેન્ક આપણી પાસબુકમાં બધી વિગતો આપવાનું શરૂ‚ કરશે તો આપણા ખાતામાં થતી લેવડદેવડનો ટ્રેક રાખવાનું કામ આપણે માટે ઘણું સરળ બનશે.

જેમ કે, જ્યારે ખાતામાંથી રકમ ઉપાડવામાં આવી હોય તેવા કિસ્સામાં બેન્કે પાસબુકમાં પેઇનું નામ, પેમેન્ટની પદ્ધતિ (જેમ કે, એનઇએફટી, આરટીજીએસ કે ચેક (નંબર અને બેન્કના નામ સાથે)) દર્શાવવાના રહેશે.

એટીએમમાંથી રકમ ઉપાડવામાં આવી હોય ત્યારે તેની એન્ટ્રીમાં બેન્કે સેલ્ફ વિડ્રોઅલ તથા એટીએમ કે બ્રાન્ચનું નામ જણાવવાનું રહેશે. બેન્ક કોઈ પણ પ્રકારનો ચાર્જ આપણા ખાતામાંથી વસૂલ કરે તો તેને માટે પણ એ ચાર્જ શેના માટે છે જેમ કે, ફી, કમિશન કે કોઇ પેનલ્ટી હોય તો તે બેન્કે સ્પષ્ટ રીતે દર્શાવવાનું રહેશે.

આ ઉપરાંત ચેક રીટર્ન થવાનાં કારણ, ડ્રાફ્ટની ફી, એસએમએસ એલર્ટ મોકલવાની ફી, એટીએમની ફી વગેરે બાબતો માટેનો ચાર્જ હોય તો તેની વિગતો પણ બેન્કે ખાતેદારની પાસબુક અને સ્ટેટમેન્ટમાં સ્પષ્ટપણે દર્શાવવાની રહેશે.

Passbook


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!