(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ચાલતી ટ્રેને ક્યાં ક્યાં મોબાઇલ નેટવર્ક મળશે, એ કેવી રીતે જાણી શકાય?

રેલવે સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઈની સુવિધા મળી ગઈ છે, પણ ચાલતી ટ્રેનમાં કોલિંગ માટે પણ નેટવર્ક મળવું ક્યારેક મુશ્કેલ હોય છે. હવે આખા રુટ પર કેવું નેટવર્ક મળશે એ તમે જાણી શકશો.

રેલવેયાત્રા પોતે તો આનંદદાયક છે જ, એમાં હવે મેપ અને વિવિધ એપ્સ ઉમેરાતાં એ આનંદનો ગુણાકાર થયો છે! એક અંદાજ પ્રમાણે, ભારતીય રેલવેની રોજેરોજ ૧૩-૧૪ હજાર ટ્રેન દોડે છે અને તેમાં રોજેરોજ બે કરોડ ત્રીસ લાખ લોકો મુસાફરી કરે છે. 

માની લો કે તમે પણ આ મુસાફરોમાંના એક છો અને કોઈ ટ્રેન – ધારો કે કેરળથી ઉપડતી એર્નાકૂલમ-ઓખા ટ્રેનમાં વળતી મુસાફરી કરી છો. ‘સાયબરસફર’ના માર્ચ ૨૦૧૭ અંકમાં આપણે જાણ્યું તેમ કેરળના એર્નાકૂલમ સ્ટેશન પર તો તમને સારી એવી સ્પીડ સાથે ફ્રી વાઇ-ફાઇની મજા માણવા મળી, પણ ટ્રેન ઉપડ્યા પછી તો મોબાઇલ કંપનીના નેટવર્કનો જ સહારો છે. ટ્રેન ઉપ્યા પછી ઇન્ટરનેટ તો પછીની વાત છે, સાદો કોલ કરવા મળશે કે કેમ એની પણ ચિંતા હોય છે.

એર્નાકૂલમથી ઓખા સુધીની બે રાત અને લગભગ બે દિવસ જેટલી લાંબી મુસાફરીમાં, આખા રુટ પર તમને મોબાઇલ કવરેજ કેવુંક મળશે, એ જાણવું હોય તો? રેલયાત્રી (www.railyatri.in) નામની એક વેબસાઇટ અને તેની એ જ નામની એપ પર તમે ભારતીય રેલવેની જુદા જુદા રુટ પર દોડતી ટ્રેનના આખા રુટ પર, કોઈ ને કોઈ મોબાઇલ કંપનીનું નેટવર્ક મળવાની કુલ કેટલા ટકા શક્યતા છે એ જાણી શકો છો. એ જ રીતે, એ રુટ પર કેટલા ટકા ભાગમાં કોઈ ચોક્કસ મોબાઇલ કંપનીનું નેટવર્ક મળવાની શક્યતા છે એ પણ જાણવા મળે છે.

જેમ કે નીચે બતાવ્યા મુજબ, જો તમે એર્નાકૂલમ-ઓખા ટ્રેનનો રુટ તપાસો, તો આ રુટ પર ૬૦ ટકા ભાગમાં કોઈ ને કોઈ મોબાઇલ કંપનીનું નેટવર્ક મળી રહે છે, પણ એનો અર્થ એ નહીં ૬૦ ટકા રુટ પર આપણો મોબાઇલ ચાલશે. આપણે તો એ તપાસવું પડે કે આપણી કંપનીનું નેટવર્ક મળશે કે નહીં!

જો તમે વોડાફોન (૩૫ ટકા), આઇડિયા (૩૨ ટકા) કે એરટેલ (૩૦ ટકા) જેવી કંપનીનું કનેક્શન ધરાવતા હો તો સારી વાત છે, પણ – એટલિસ્ટ આ એપ મુજબ – રિલાયન્સ જિયોનું કનેક્શન હોય તો ફકત ૬ ટકા રુટ પર તમારો મોબાઇલ ચાલશે!

મેપ પર આ રુટ ધ્યાનથી તપાસશો તો જોઈ શકાશે કે એર્નાકૂલમથી મુંબઈ સુધી તૂટક તૂટક નેટવર્ક મળે છે, મુંબઈથી અમદાવાદ વચ્ચે સૌથી વધુ ભાગમાં નેટવર્ક મળી રહે છે, પણ ફરી અમદાવાદથી ઓખા તરફ આગળ વધતાં નેટવર્ક ખોરવાય છે (આ એપ મુજબ, અમદાવાદ-મુંબઈ રુટ પર ૯૪ ટકા વિસ્તારમાં કવરેજ મળે છે અને તેમાં વોડાફોન ૭૬ ટકા કવરેજ સાથે ટોપ પર છે!).

આ એપ કે વેબસાઇટ પર રેલવે સંબંધિત બીજી પણ ઘણી સુવિધાઓ મળશે. ફુરસદે તપાસી જુઓ!


એપના હોમ સ્ક્રીન પર ‘ટાઇમટેબલ’ પર ક્લિક કરો.


અહીં ટ્રેનના નંબર કે નામથી તમને જોઈતી ટ્રેન સર્ચ કરો.



ટ્રેન સર્ચ થયા પછી તેના ટાઇમ ટેબલની લિંક પર ક્લિક કરી, તેને ડાઉનલોડ કરો.


હવે ટાઇમ ટેબલ ઓપન કરી, તેમાં છેક નીચે ‘નેટવર્ક કવરેજ’ પર ક્લિક કરો.


ગૂગલ મેપ પર ટ્રેનનો રુટ પર લીલા રંગથી નેટવર્ક કવરેજ જોવા મળશે.  ઉપરની લિંક પણ તપાસી જોશો.


ઓવરઓલ કવરેજ પર ક્લિક કરતાં, આ રુટ પર કઈ કંપનીનું કેટલા ટકા કવરેજ મળશે તે જોવા મળશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!