(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જીમેઇલ એપમાં નવા પ્રકારની લિંક્સની સુવિધા મળી

ગૂગલે તેની જીમેઇલ અને ઇનબોક્સ એપમાં હમણાં એક એવી સુવિધા ઉમેરી છે જે તેને ખરેખર ઘણા સમય પહેલાં ઉમેરી દેવા જેવી હતી! અત્યાર સુધી આપણને કોઈ મેઇલમાં વેબપેજનુ એડ્રેસ આવ્યું હોય તો તે લિંક તરીકે કામ કરતું અને તેના પર ક્લિક કરતાં એ પેજ બ્રાઉઝરમાં ઓપન થતું હતું. પરંતુ આવી સગવડ એડ્રેસ કે ફોન નંબરમાં મળતી નહોતી.

કોઈ વ્યક્તિ આપણને ઇમેઇલમાં પોતાનો ફોન નંબર કે એડ્રેસ મોકલે અને આપણે તેમને એ નંબર પર કોલ કરવો હોય કે મેપ્સમાં તેમનું એડ્રેસ જોવું હોય તો ઈ-મેઇલમાંથી આ વિગતો કોપી કરીને જે તે એપમાં તેને પેસ્ટ કરવી પડતી હતી.

હવે આ કસરત કરવી પડશે નહીં. નવા અપડેટ અનુસાર આવી વિગતો પણ હવે લિન્ક સ્વરૂપે જોવા મળે છે. પરિણામે કોઈના એડ્રેસ પર ક્લિક કરતાં એ ગૂગલ મેપમાં ઓપન થાય છે અને ફોન નંબર પર ક્લિક કરતાં ડાયલર એપ ઓપન થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!