(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કમ્પ્યુટર આપણા તમામ કી-સ્ટ્રોકનો રેકોર્ડ રાખતું હોય છે?

સવાલ મોકલનાર : જિજ્ઞેશ ચૌહાણ, દ્વારકા

ઘણા લોકો એવું માનતા હોય છે કે, આપણા કમ્પ્યુટરમાંની સંખ્યાબંધ હીડન એટલે કે છુપાયેલી ફાઇલ્સમાં ક્યાંક ને ક્યાંક, આપણે કમ્પ્યુટર પર જે કંઈ કર્યું હોય એ કરવા માટેના તમામ કી-સ્ટ્રોકનો રેકોર્ડ સચવાયેલો હોય છે અને સાયબર ફોરેન્સિક નિષ્ણાતો આ રેકોર્ડને આધારે કમ્પ્યુટર પરની આપણી તમામ પ્રવૃત્તિનું પગેરું પકડી શકે છે! 

આ એક ખોટી માન્યતા છે, કમ્પ્યુટરમાં આપણા તમામ કી-સ્ટ્રોકનો રેકોર્ડ સચવાતો નથી, પરંતુ બીજી રીતે જોઈએ તો આપણે કોઈ પણ ડોક્યુમેન્ટમાં લખાણ લખીએ કે કોઈને ઈ-મેઇલ લખીએ તો તેમાં જોવા મળતું લખાણ ખરેખર આપણા દરેક કી-સ્ટ્રોકનો રેકોર્ડ જ છે!

એ ઉપરાંત, જો તમે કમ્પ્યુટર પર ધડાધડ ટાઇપિંગ કરી શકતા હો તો તમે ઘણી વાર અનુભવ્યું હશે કે કી-બોર્ડ પર આપણી આંગળીઓ જેટલી ઝડપથી ફરી રહી હોય એટલી ઝડપથી સ્ક્રીન પર લખાણ ટાઇપ થતું નથી. ક્યારેક કમ્પ્યુટરમાં બીજા કોઈ પ્રોગ્રામનું હેવી પ્રોસેસિંગ ચાલી રહ્યું તો પણ કી-સ્ટ્રોકને મોનિટર પર દેખાતાં વાર લાગે છે.

આ સંજોગમાં કી-બોર્ડના દરેક સ્ટ્રોક ‘બફર’ તરીકે કમ્પ્યુટરની મેમરીમાં સચવાય છે અને કમ્પ્યુટરની બીજી પ્રોસેસ હળવી થતાં સ્ક્રીન પર તે કી-સ્ટ્રોકનાં પરિણામ જોવા મળે છે, પરંતુ આ બધું ટેમ્પરરી મેમરીમાં સચવાતું હોવાથી કમ્પ્યુટર બંધ કરીએ એ સાથે બધું ભૂંસાઈ જતું હોય છે.

અલબત્ત, આ વાતનું બીજું એક મહત્વપૂર્ણ પાસું છે. જો આપણા કમ્પ્યુટરમાં કી-સ્ટ્રોક લોગર કે કી- લોગર તરીકે ઓળખાતો માલવેર ઘૂસી જાય તો તે આપણા દરેક કી-સ્ટ્રોકને રેકોર્ડ કરીને ઇન્ટરનેટ દ્વારા તેનો ડેટા હેકર સુધી પહોંચાડી શકે છે અને આ રીતે પેલો હેકર આપણા બેન્ક એકાઉન્ટના યૂઝર આઇડી અને પાસવર્ડ પણ જાણી શકે છે.

જો આપણે સારા એન્ટિવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોઈએ તો આવા માલવેરથી ડરવાની જરૂર રહેતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!