(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

શું ઈ-મેઇલ એડ્રેસ કેસ સેન્સિટીવ હોય છે?

સવાલ મોકલનાર : મુકેશ બાદરશાહી, પોરબંદર

આ મૂંઝવણ ઘણા લોકો હોય છે, એટલે જ આપણે કોઈને પોતાનું ઈ-મેઇલ એડ્રેસ જણાવીએ ત્યારે ઘણી વાર સામેની વ્યક્તિ પૂછતી હોય છે કે બધા અક્ષર સ્મોલ છે કે વચ્ચે કોઈ કેપિટલ છે?

દરેક ઈ-મેઇલ એડ્રેસ ત્રણ ભાગનું બનેલું હોય છે.

એટ સાઇન (જેને આપણે ખોટી રીતે એટ ધ રેટ બોલીએ છીએ!) પહેલાંનો ભાગ, એટ સાઇન પોતે અને એટ સાઇન પછીનો ભાગ. એટ સાઇન પહેલાનો ભાગ આપણું પસંદગીનું નામ દર્શાવે છે, જ્યારે એટ સાઇન પછીનો ભાગ આપણે જે ઈ-મેઇલ સર્વિસનો ઉપયોગ કરતા હોઈએ તેનું ડોમેઇન નેમ (જેમ કે editor@gmail.com) અથવા તો આપણે જે ડોમેઇન નેમ સાથે ઈ-મેઇલ સર્વિસ મેળવી હોય તે ડોમેઇન નેમ (જેમ કે editor@duplics.cybersafar.in) દર્શાવે છે. એકદમ ટેકનિકલ રીતે જોવા જઈએ તો editor@duplics.cybersafar.in, Editor@CyberSafar.com  કે editor@CYBERSAFAR.COM  એ બધાં જુદાં જુદાં એડ્રેસ છે.

આમ છતાં, કોઈ ઈ-મેઇલ સર્વિસ કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર અક્ષરો સ્મોલ કે કેપિલ હોના-ન હોવાના કારણે મેઇલ બાઉન્સ કરતી નથી. હા, ડોટને બદલે હાઇફન કે અન્ડરસ્કોર કરો તો મેઇલ પાછો ફરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!