(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એપલે દસ વર્ષ પહેલાં આઇફોન લોન્ચ કરીને દુનિયાને એક નવા ટેક્નોલોજી આઇકોનની ભેટ આપી. આવો ઊડતી નજરે જાણીએ આઇફોનની દસ વર્ષની સફર

2007 આઇફોન: આઇફોન, જે બન્યો આઇકોન!

પહેલા આઇફોનને લોન્ચ કરતી વખતે સ્ટીવ જોબ્સે કહ્યું હતું કે “આ વાઇડસ્ક્રીન ને ટચસ્ક્રીનવાળો આઇપોડ, એક ક્રાંતિકારી મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ કમ્યુનિકેશનમાં એક બ્રેકથ્રૂ છે. પહેલા આઇફોનમાં એપસ્ટોર નહોતો!

2008 આઇફોન ૩જી: એપ સ્ટોરનું આગમન

બીજા વર્ષે લોન્ચ થયેલા નવા આઇફોનમાં એપસ્ટોરનું આગમન થયું અને ડેવલપર્સ માટે વિવિધ પ્રકારની એપ્સ અને ગેમ્સ સર્જવાની તક ખૂલી. આ ફોનથી આઇફોનથી ૩જી ડેટા, પુશ ઇમેઇલ અને જીપીએસની સુવિધા મળી.

2009 આઇફોન ૩જીએસ: એસ ફોર સ્પીડ

આઇફોનની એસ સીરિઝની શ‚રુઆત આ વર્ષથી થઈ. એપલ માટે એસનો અર્થ હતો સ્પીડ. ફોનની સાઇઝ એ જ ૩.૫ ઇંચના ડિસ્પ્લેની હતી, પણ તેનું પ્રોસેસર ખાસ્સું ફાસ્ટ હતું.

2010 આઇફોન ફોર: રેટિના ડિસ્પ્લે અને ફ્રન્ટ કેમેરાની ભેટ

પહેલી વાર આઇફોનની ડિઝાઇનમાં મોટા ફેરફાર થયા, સ્ક્વેરને બદલે રાઉન્ડ કોર્નર્સ આવ્યા, આ ફોનથી પહેલી વાર રેટિના ડિસ્પ્લે શબ્દ જાણીતો બન્યો. તેમાં પહેલી વાર ફ્રન્ટ કેમેરા પણ મળ્યો, જેથી વીડિયો કોલિંગ થઈ શકે.

2011 આઇફોન ફોરએસ: સિરીનું આગમન, સ્ટીવની વિદાય

આઇફોનમાં, વર્ચ્યુઅલ વોઇસ આસિસ્ટન્ટ સિરી’એ એન્ટ્રી કરી. આઇફોન ૪માં કનેક્ટિવિટીના પ્રોબ્લેમ હતા, એ આમાં સુધારી લેવામાં આવ્યા. જોકે આ ફોન લોન્ચ થયાના બીજા જ દિવસે સ્ટીવ જોબ્સ દુનિયામાંથી લોગ-આઉટ થયા.

2012 આઇફોન ફાઇવ: મોટા ડિસ્પ્લેની શરૂઆત

પહેલી વાર આઇફોનની ડિસ્પ્લે સાઇઝ બદલાઈ અને ૪ ઇંચની થઈ અને તેનું કેસ ડ્યુરેબલ છતાં લાઇટવેઇટ એલ્યુમિનિયમનું બન્યું. આ ફોનમાં પહેલી વાર રીવર્સિબલ લાઇટનિંગ કનેક્ટર જોવા મળ્યું.

2013 આઇફોન ફાઇવસી, ફાઇવએસ: સી ફોર ચીપ આઇફોન?

પહેલી વાર એપલે એક સાથે બે આઇફોન લોન્ચ કર્યા ફાઇવસીમાં પ્લાસ્ટિક જેવું પોલિકાર્બોનેટનું કેસ હતું, તેનાથી મોંઘા ફાઇવએસમાં ફિંગરપ્રિન્ટ રેકગ્નિશન સિસ્ટમ , ૬૪ બિટ પ્રોસેસર અને મોટા ફેરફારવાળી આઇઓસ-૭ હતી.

2014 આઇફોન સિક્સ અને  સિક્સ પ્લસ: પહેલી વાર આઇફોનમાં બિગ સ્ક્રીન

આખરે એપલે પણ બિગ ડિસ્પ્લે અપનાવ્યા અને ૪.૭ ઇચનો આઇફોન સિક્સ અને ૫.૫ ઇંચનો સિક્સ પ્લસ લોન્ચ કર્યો. બંને ફોનમાં મોબાઇલ પેમેન્ટ માટે એનએફસી સપોર્ટ અને એપલની ઓળખ સમાન ઇમ્પ્રૂવ્ડ કેમેરા મળ્યો.

2015 આઇફોન સિક્સએસ અને સિક્સએસ પ્લસ: એપલમાં ઇનોવેશન નહીં?

ફરી એસ અને ફરી એ જ ડિઝાઇન. ૩ડી ટચ સાથેનો પ્રેશર સેન્સિટિવ ડિસ્પ્લે ઉમેરાયો અને લાઇવ ફોટોની સુવિધા મળી, આઇફોનના ફેન્સને પણ આ ખાસ નોંધપાત્ર ફીચર્સ ન લાગ્યા. એપલમાં સ્ટીવ જોબ્સની ગેરહાજરી વર્તાવા લાગી.


2016 આઇફોન એસઇ: ભારતના માર્કેટ પર નજર?

પહેલી વાર એપલે એક વર્ષની લોન્ચિંગ સાઇકલ પૂરી થાય તે પહેલાં, એસઇ લોન્ચ કર્યો. આ ફોન ફાઇવએસ જેવો હતો, પણ વધુ ફાસ્ટ અને સ્ક્રીન ૪ ઇંચનો હતો. આ ફોન ભારત જેવા માર્કેટ માટે લોન્ચ કર્યો હોવાનું મનાય છે.

2016 આઇફોન૭ અને ૭ પ્લસ: હેડફોન જેકને અલવિદા

આ વર્ષે પણ એપલે ડિઝાઇનમાં કોઈ મોટા ફેરફાર ન કર્યા પણ ડ્યુઅલ કેમેરા, વોટર રેસિસ્ટન્સ, મિકેનિકલને બદલે ડિજિટલ હોમ બટન આપ્યાં અને હેડફોન જેકને બિલકુલ ગાયબ કર્યો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!