(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પેટીએમમાં જમા રકમ માટે વીમો

પેટીએમ દ્વારા તેના તમામ યુઝર્સના વોલેટમાં જમા રકમને વીમાનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. તેને સંબંધિત કેટલીક મહત્વની બાબતો આપણે જાણી લઈએ…

છેલ્લા થોડા મહિનાથી ભારતમાં કેશલેસ ટ્રાન્ઝેકશનને મળી રહેલા પ્રોત્સાહનને પગલે જો તમે પણ કોઈ મોબાઇલ વોલેટ કે ભીમ કે અન્ય કોઈ યુપીઆઈ એપનો ઉપયોગ શરૂ કર્યો હોય તો એક વાતની ચિંતા તમને ચોક્કસ રહેતી હશે – તમારાં નાણાંની સલામતની ચિંતા.

ખાસ કરીને મોબાઇલ વોલેટમાં આપણે રૂપિયા જમા કરી રાખ્યા હોય અને આપણી જાણ બહાર તેમાં કોઈ ટ્રાન્ઝેકશન થાય અને આપણની રકમ કોઈ બીજાના ખાતામાં ચાલી જાય અથવા તો આપણો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તેવા કિસ્સામાં મોબાઇલ વોલેટમાં જમા આપણી રકમ પરત મળવા સામે પ્રશ્નાર્થ ઊભા થઈ જાય છે.

જોકે ભારતમાં સૌથી વધુ પ્રચલિત મોબાઇલ વોલેટ પેટીએમ દ્વારા આ સંજોગમાં એક નવી પહેલ કરવામાં આવી છે. પેટીએમ દ્વારા તેના તમામ યૂઝર્સના વોલેટમાં જમા રકમને વીમાનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. જાણી લઈએ આ સંબંધિત કેટલીક મહત્વની બાબતો.

આગળ શું વાંચશો?

  • વીમાનો લાભ લેવા માટે શું કરવું પડશે
  • વીમા યોજનામાં કઈ કઈ બાબતો આવરી લેવાઈ છે?
  • વીમાનો લાભ લેવા શું કરવું?

વીમાનો લાભ લેવા માટે શું કરવું પડશે

જો તમે પેટીએમ વોલેટ ધરાવતા હો તો તમારા વોલેટમાંની જમા રકમને આ વીમા યોજનાનો લાભ આપોઆપ મળશે. તે માટે તમારે કશું જ કરવાની જરૂર નથી કે કોઈ વધારાનો ખર્ચ પણ ચૂકવવાનો નથી. ફક્ત મોબાઇલ ખોવાઈ કે ચોરાઈ જાય અથવા ખોટી લેવડ-દેવડ થઈ હોવાનું ધ્યાનમાં આવે તો તમારે તરત જ તેની પેટીએમને જાણ કરવાની રહેશે.

વીમા યોજનામાં કઈ કઈ બાબતો આવરી લેવાઈ છે?

આ યોજનામાં રૂપિયા ૨૦ હજાર સુધીના પેટીએમ વોલેટમાંના બેલેન્સને આવરી લેવાયું છે. ફોન ખોવાઈ કે ચોરાઈ જાય અને તેને પગલે તમારા ખાતામાંથી તમારી જાણ બહાર લેવડદેવડ થાય તેવા સંજોગમાં આ વીમાનું રક્ષણ મળશે. તમે પોતે પેટીએમની તમારી લોગઇન વિગતો કોઈને આપી ન હોય અને તેમ છતાં તમારી જાણ બહાર તમારા ખાતામાંથી લેવડદેવડ થાય ત્યારે પણ આ વીમાનો લાભ મળી શકશે.


વીમાનો લાભ લેવા શું કરવું?

ફોન ખોવાઈ કે ચોરાઈ જાય ત્યારે ૧૨ કલાકની +૯૧ ૯૬૪૩ ૯૭૯૭૯૭ નંબર પર પેટીએમના કસ્ટમર કેર સેન્ટરમાં જાણ કરવાની રહેશે.

એ ઉપરાંત ફોન ગુમાવ્યો હોવા અંગે પોલીસમાં એફઆઈઆર નોંધાવવાની રહેશે અને તેની નકલ ૨૪ કલાકની અંદર પેટીએમને મોકલવાની રહેશે.

આપણે પેટીએમને જાણ કર્યા પછી ૨ કલાકની અંદર આપણું પેટીએમ વોલેટ પેટીએમ દ્વારા બ્લોક કરી દેવામાં આવશે. જો પેટીએમને આપણો દાવો યોગ્ય લાગશે તો કામકાજના પાંચ દિવસની અંદર આપણે ગુમાવેલું પેટીએમનું બેલેન્સ અથવા રૂપિયા ૨૦૦૦૦ બેમાંથી જે ઓછું હશે તે આપણને ચૂકવી દેવામાં આવશે.

આપણે પેટીએમના આપણા એકાઉન્ટની ફરી એક્સેસ મેળવીએ અને તેનો પાસવર્ડ બદલી નાખીએ એ પછી પેટીએમ આ રકમ આપણા વોલેટમાં જમા કરશે.


આપણી જાણ બહાર આપણા પેટીએમ બેલેન્સમાંથી રકમ ચૂકવવામાં આવે તો તે સંજોગમાં પણ ઉપર જણાવ્યા મુજબ આપણે પેટીએમને ૧૨ કલાકમાં જાણ કરવાની રહેશે. આ સ્થિતિમાં આપણે પોલીસમાં એફઆઈઆર નોંધાવવાની જરૂર રહેતી નથી. આશા રાખીએ કે કંપની વીમાના દાવાનો ઝડપી અને સંતોષજનક નિકાલ કરશે.

આટલું જરૂર યાદ રાખશો…

  • ફોન ખોવાઈ કે ખોટી લેવડદેવડ થાય તેની ૧૨ કલાકમાં જાણ કરવામાં આવે તો જ વીમાનો લાભ મળશે.
  • આ સુવિધા હેઠળ ૧૨ મહિનાના ગાળામાં ફક્ત એક વાર દાવો કરી શકાશે.
  • આપણે દાવો કર્યા પછી પેટીએમ આપણું વોલેટ લોક કરે અને ત્યાર પછી આપણને નવો પાસવર્ડ આપીને તેને અનલોક કરે તે પછી જ આપણે પેટીએમનો ફરી ઉપયોગ કરી શકીશું અને વીમાની રકમ આપણને મળશે.
  • યૂઝરની બેદરકારીને કારણે જો તેમના લોગઇનની વિગતો કે મોબાઇલ બીજી વ્યક્તિને મળ્યાનું સાબિત થાય તો વીમાનો લાભ મળી શકશે નહીં.
  • પેટીએમના પ્લેટફોર્મ ઉપર ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે બેંક એકાઉન્ટના દુરુપયોગથી કોઈ ફ્રોડ થાય તો વીમાનો લાભ મળશે નહીં.
  • આપણે ભૂલથી કોઈ ખોટા નંબર પર રકમ મોકલી આપીએ કે પેટીએમ દ્વારા આપવામાં આવેલી નવી સલામતી સુવિધાઓનો ઉપયોગ ન કર્યો હોય તો પણ વીમાનો લાભ મળી શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!