દરેક મા-બાપ સ્વાભાવિક રીતે એવું ઇચ્છતા હોય કે પોતાનું સંતાન ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે. પરંતુ એ માટે શું કરવું જોઈએ, કઈ દિશા પકડવી જોઈએ એની મોટા ભાગે સ્પષ્ટતા હોતી નથી.
આપણું શિક્ષણ તંત્ર તીવ્ર રીતે પરીક્ષામાં મળતા ગુણ પર આધારિત છે, એટલે મા-બાપ, વિદ્યાર્થી અને શિક્ષકોનું બધું ધ્યાન પરીક્ષા પર રહે છે.
પરંતુ આ સ્થિતિમાં ધીમે ધીમે પરિવર્તન આવી રહ્યું છે. કારકિર્દીનો બધો આધાર માત્ર બારમા ધોરણના પરિણામ પર રહ્યો નથી. એ ઉપરાંત સંખ્યાબંધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ લાંબા ગાળાની સફળતામાં મોટો ભાગ ભજવે છે. વિવિધ પ્રકારની પરીક્ષાઓમાં એક સરખા સારા પરિણામ માટે ફક્ત એક જ વાત જરી છે – વિદ્યાર્થી પોતે, બીજાથી કંઈક અલગ વિચારતો થાય. એ વિષયોને માત્ર પરીક્ષાની ફૂટપટ્ટીથી નહીં, પણ લાંબા ગાળાના જીવનની દષ્ટિએ જોતો થાય.
આ પૂર્વભૂમિકા સાથે, આ અંકમાં નાનાં બાળકોથી માંડીને કોલેજના સ્ટુડન્ટ્સને ૩ડી ડિઝાઇનિંગ શીખવતી વેબ એપ્લિકેશન કે નાનાં બાળકોને કેમિસ્ટ્રીમાં રસ લેતાં કરતી લિટલ અલ્કેમી જેવી સાઇટનો ઉપયોગ કરશો તો તેનાં દૂરગામી પરિણામો ચોક્કસ આવશે.
સ્વપ્ન ફક્ત એટલું કે આપણી શાળાઓ અને કોલેજની કમ્પ્યુટર લેબ્સમાં આવી સાઇટ્સનો પણ વિદ્યાર્થીઓને પરિચય કરાવવામાં આવે!
– હિમાંશુ

2 responses
I have started using it. Very useful feature. I don’t think, I will need any separate app in my mobile for browsing to the news as I have created a list for it using List feature of Twitter.
Yes, you won’t need any separate app. For PC, try tweetdeck, very useful!