વોટ્સએપમાં કોઇ મજાનો મેસેજ મળ્યો અને તમે તેને ઇમેજ તરીકે સેવ કરવાને બદલે સ્ક્રીન શોટ તરીકે સેવ કરવા માંગો છો? તમે ઓનલાઇન શોપિંગ કર્યું કે મૂવી ટિકિટ ખરીદી અને તેનો ટ્રાન્ઝેકશન આઇડી સાચવી રાખવા માટે ફટાફટ સ્ક્રીન શોટ લઇ લેવા માંગો છો? એન્ડ્રોઇડ અને એપલ ડિવાઇસીસમાં આ કામ ઘણું સહેલું છે.
એન્ડ્રોઇડમાં…..
એન્ડ્રોઇડમાં જુદી જુદી કંપની પોત પોતાના હેન્ડસેટના યૂઝર ઇન્ટરફેસમાં પોતાની રીતે ફેરફાર કરતી હોવાથી સ્ક્રીન શોટ લેવાની રીત થોડી થોડી જુદી જુદી હોય શકે છે. સામાન્ય રીતે તમે વોલ્યૂમ ઓછું કરવાનું બટન અને પાવર બટન એક સાથે પ્રેસ કરતો એ ક્ષણે સ્ક્રીન પર જે કંઇ દેખાતું હશે એ બધુ એક ઇમેજ તરીકે સેવ થશે અને ફોનની ફોટોગેલેરીમાં સ્ક્રીન શોટ નામના એક ફોલ્ડરમાં સેવ થઇ જશે. કેટલાક એન્ડ્રોઇડમાં પાવર બટન જરા વધુ સમય પ્રેસ કરી રાખવાથી સ્ક્રીન શોટ લેવાનો વિકલ્પ મળે છે.
એપલ ડિવાઇસીસમાં….
આઈઓએસ ધરાવતા આઇફોન, આઇપેડ કે આઈપોડ ટચ ડિવાઇસમાં હોમ બટન અને પાવર બટન એક સાથે પ્રેસ કરી રાખવાથી સ્ક્રીન શોટ કેપ્ચર થાય છે.
તમારી પાસે એન્ડ્રોઇડ હોય કે આઇફોન સ્ક્રીન શોટ એક સામાન્ય ઇમેજની જેમ જ વર્તે છે અને તમે તેને અન્ય કોઇ પણ સાથે શેર કરી શકો છો.

