(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇમેલ સિગ્નેચર કેવી રીતે સેટ કરાય?

સવાલ મોકલનાર : કિશોર દેસાઈ, અમદાવાદ 

પીસીમાંથી વેબ પર જીમેઇલમાં સિગ્નેચર સેટ કરવા માટે

પીસીમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી તમારા જીમેઇલમાં લોગ-ઇન થાઓ. ઉપર જમણી તરફ આપેલા ગિયર આઇકન પર ક્લિક કરીને સેટિંગ્સમાં જાઓ.

સેટિંગ્સમાં જનરલ ટેબમાં નીચેની તરફ જતાં સિગ્નેચરનો વિભાગ જોવા મળશે.

અહીં તમે ઇચ્છા મુજબ સિગ્નેચર સેટ કરી શકો છો. તમારું નામ, સંપર્ક, નંબર, કંપનીનો લોગો, કંપનીની વેબસાઇટ, પૂરું એડ્રેસ વગેરે આપવા ઉપરાંત તમે ઇમેજ પણ ઉમેરી શકો છો. અહીં સિગ્નેચરને વિવિધ રીતે ફોર્મેટ કરવાની સગવડ પણ મળે છે.

એન્ડ્રોઇડ પર જીમેઇલમાં સિગ્નેચર સેટ કરવા માટે

  1. એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં જીમેઇલ એપમાં સિગ્નેચર સેટ કરવાની પદ્ધતિ લગભગ ઉપર જેવી જ છે.
  2. જીમેઇલ એપ ઓપન કરો. ડાબી તરફની ત્રણ આડી લીટી પર ક્લિક કરીને નીચેની તરફ જઇને સેટિંગ્સ પર ક્લિક કરો.
  3. તેમાં તમારા ઇમેઇલ આઇડી પર ક્લિક કરો અને તેમાં સિગ્નેચર પર ક્લિક કરો.
  4. અલબત્ત એન્ડ્રોઇડમાં પીસીની જેમ સિગ્નેચરને વિવિધ રીતે ફોર્મેટ કરી શકાતી નથી. અહીં ફક્ત ટેકસ્ટ સ્વરૂપે આપણે સિગ્નેચર સેટ કરી શકીએ છીએ.

આઇઓએસમાં જીમેઇલ એપમાં સિગ્નેચર સેટ કરવી

  1. આઇઓએસમાં જીમેઇલ એપમાં સિગ્નેચર સેટ કરવાની વિધિ પીસી કે એન્ડ્રોઇડ જેવી જ છે.
  2. ડાબી તરફની આડી ત્રણ લીટી પર ક્લિક કરીને સેટિંગ્સમાં જાઓ.
  3. તેમાં તમારા ઇમેઇલ આઇડી પર ક્લિક કરો અને તમારી સિગ્નેચર સેટ કરો. અહીં પણ તમે ફક્ત ટેક્સ્ટ સ્વરૂપે સિગ્નેચર સેટ કરી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!