(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુક આપણા ફોટાને કઈ રીતે જુએ છે?

ફેસબુક આપણા દરેક ફોટોગ્રાફનું પોતાની રીતે, આપોઆપ ટેગિંગ કરે છે, પરિણામે આપણા ફોટોગ્રાફમાં વૃક્ષ હોય અને કોઈ વ્યક્તિ ‘ટ્રી’ સર્ચ કરે તો તેને આપણો ફોટો દેખાઈ શકે છે!

તમે કદાચ જાણતા હશો કે, એપ્રિલ ૨૦૧૬થી ફેસબુકે આપણે અપલોડ કરેલા તમામ ફોટોગ્રાફમાં આપોઆપ અલગ અલગ ટેગ ઉમેરવાનું શરૂ કર્યું છે.

ફેસબુકના દાવા મુજબ અંધ વ્યક્તિઓ જ્યારે ફેસબુક એક્સેસ કરી રહી હોય અને મશીન રીડરથી ફેસબુકની પોસ્ટમાંનું વિવિધ કન્ટેન્ટ સાંભળી રહી હોય ત્યારે જે તે પોસ્ટ સાથેના ફોટોગ્રાફમાં શું છે તે દર્શાવવા માટે ફેસબુકે આ રીતે લેબલિંગ શરૂ કર્યું છે.

આ રીતે ફોટોઝ સો ટેગિંગ કે જુદાં જુદાં કેપ્શન ઉમેરવાનું કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા થતું હોય છે. આને કમ્પ્યુટર વિઝ ટેગ્સ પણ કહે છે.

આપણે જે ફોટોગ્રાફ અપલોડ કરીએ એને ફેસબુક કઈ રીતે જુએ છે. એ જાણવામાં તમને રસ હોય તો તેના બે સહેલા રસ્તા છે.

પહેલો રસ્તો તદ્દન સહેલો છે. ફેસબુક પર કોઈ પણ ફોટો ક્લિક કરીને તેનું એન્લાર્જ્ડ વર્ઝન જુઓ. હવે ફોટોગ્રાફને રાઇટ ક્લિક કરો અને જે મેનુ ખૂલે તેમાં ‘ઇન્સ્પેક્ટ’ પર ક્લિક કરો.

આથી જે તે બ્રાઉઝર તરફથી ડેવલપર્સને અપાતી સુવિધાઓ દર્શાવતો ભાગ ખુલશે અને તેમાં તમે બ્લ્યુ કલરથી હાઇલાઇટ થયેલા એક ભાગમાં ઇમેજમાં શું છે તે ટેગ સ્વરૂપે લખેલું જોઇ શકશો. જેમ કે ફોટોગ્રાફમાં ૩ વ્યક્તિ ઊભી હોય કે બેઠી હોય અને તેમના હાથમાં કે ટેબલ પર ફૂડ પ્લેટ્સ હોય તો ટેગિંગમાં ‘૩ પીપલ, પીપલ સિટિંગ, પીપલ સ્ટેન્ડિંગ, પીપલ સ્માઇલિંગ એન્ડ ફૂડ’ એવું ટેગિંગ જોઇ શકશો.

જો આ રીતે ડેવલપર ટૂલમાં ફેસબુકના ટેગ્ઝ શોધવા તમને મુશ્કેલ લાગતા હોય તો ફેસબુક દ્વારા થતું આ ઓટોમેટિક ટેગિંગ જોવાનો બીજો પણ એક રસ્તો છે.

ગૂગલ ક્રોમના વેબસ્ટોરમાં ‘શો ફેસબુક કમ્પ્યુટર વિઝન ટેગ્ઝ’ એક્સટેન્શન સર્ચ કરી તેને ક્રોમમાં ઉમેરી શકો છો. હવે તમે જ્યારે ફેસબુકમાં કોઈ ફોટોગ્રાફ જોશો ત્યારે આ એક્સટેન્શન ફોટોગ્રાફના ઉપલા જમણા ખૂણે ફેસબુકે તેને આપેલ ટેગ્ઝ બતાવશે. અલબત્ત આ પદ્ધતિ ઇમેજને રાઇટ ક્લિક કરીને જોવા મળતા ટેગ જેટલી સચોટ નથી.

ફેસબુક આ કરામત કેવી રીતે કરે છે અને એનો આપણને લાભ કે ગેરલાભ?

અત્યાર સુધી આપણે ફેસબુકમાં કંઈ પણ સર્ચ કરીએ ત્યારે ફેસબુકની સિસ્ટમ તે શબ્દને અલગ અલગ રીતે સર્ચ કરીને તેના રિઝલ્ટ આપણને આપતી હતી. જેમ કે જો આપણે ટ્રી સર્ચ કરીએ તો વિવિધ પેજીસ, પીપલ, પ્લેસિસ, ફોટોઝ, પ્રોડક્ટસ તથા આપણા ફ્રેન્ડઝ અને ગ્રૂપ્સમાં તથા પબ્લિક પોસ્ટમાં આ શબ્દ સર્ચ કરીને તેના રીઝલ્ટ આપણને બતાવતી હતી. ફોટોઝની વાત કરીએ તો જો ફોટોગ્રાફને યૂઝરે પોતે ટ્રી ટેગિંગ આપ્યું હોય તો સિસ્ટમ એ ફોટોગ્રાફ બતાવતી હતી.


પરંતુ હવે નવી ટેકનોલોજી મુજબ ફેસબુકની સર્ચ યૂઝરના ટેગિંગ પૂરતી મર્યાદિત રહેશે નહીં અને જે કોઈ ફોટોગ્રાફમાં ફેસબુકની સિસ્ટમને વૃક્ષ જોવા મળશે એ બધા જ ફોટોગ્રાફ્સ તે આપણને બતાવશે.

ફેસબુકે આ માટે ‘લ્યુમોસ કમ્પ્યુટર વિઝન પ્લેટફોર્મ’ વિકસાવ્યું છે જે ફેસબુક પાસે ઉપલબ્ધ કરોડો ફોટોગ્રાફ્સ જોઈ તપાસીને તેમાં શું છે તેની પોતાની સમજ સતત વિકસાવે છે!

આવનારા સમયમાં ફેસબુક તેના વીડિયોઝમાં પણ આ ટેકનોલોજી લાગુ કરે તેવી શક્યતા છે.

ફેસબુકની જેમ પિન્ટરેસ્ટમાં પણ વિઝ્યુઅલ સર્ચ ટેકનોલોજી આ જ દિશામાં સતત વિકસી રહી છે.

ગૂગલ ફોટોઝમાં પણ કંઈક આ જ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેમાં ફેર ફક્ત એટલો છે કે એ ફોટોગ્રાફ ફક્ત આપણે જોઈ શકીએ છીએ અને આપણે વરસાદ, કાર, ફૂડ, કોઈ ચોક્કસ શહેર, કોઈ ચોક્કસ વ્યક્તિ વગેરે રીતે સર્ચ કરીએ ત્યારે ગૂગલ ફોટોઝ એ તમામ રીતે ફોટોગ્રાફ શોર્ટ કરીને આપણને બતાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!