(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જુદા જુદા દેશોમાં જુદાં નાણાકીય વર્ષ

દર વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં આપણે સૌ વીતેલા નાણાકીય વર્ષ માટે ઇન્કમટેક્સ બચાવવા અને રીટર્ન ભરવાની પળોજણમાં પડીએ છીએ અને સાથોસાથ નવા નાણાકીય વર્ષમાં આવક કેમ વધારવી તેની ચિંતામાં ડૂબીએ છીએ. પરંતુ ભાગ્યે જ કોઈને એવો વિચાર આવે છે કે આપણા દેશમાં કેલેન્ડર વર્ષ (એટલે કે ૧ જાન્યુઆરીથી ૩૧ ડિસેમ્બર) અને નાણાકીય નાણાકીય વર્ષ (એટલે કે ૧ એપ્રિલથી ૩૧ માર્ચ) અલગ અલગ કેમ છે? 

હમણાં સરકારે ભારતમાં નાણાકીય વર્ષને કેલેન્ડર વર્ષની જેમ જ ગણવાની ગતિવિધી ચાલુ કરતાં આ સવાલ જાગ્યો છે. જવાબ મેળવવા જરા ઊંડા ઉતરીએ તો ખબર પડે કે માત્ર ભારત નહીં ઘણા દેશોમાં જુદી જુદી રીતે નાણાકીય વર્ષની ગણતરી કરવામાં આવે છે.

અફઘાનિસ્તાનમાં ૨૧ ડિસેમ્બરથી ૨૦ ડિસેમ્બર મુજબ અને બાંગ્લાદેશમાં ૧ જુલાઇથી ૩૦ જૂનનું નાણાકીય વર્ષ ગણાય છે. જુદાં જુદાં નાણાકીય વર્ષ હોવાનાં કારણો મોટા ભાગે જે તે દેશની સ્થિતિ પર આધારિત હોય છે. જેમ કે, ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટિશ પદ્ધતિ સાથે તાલમેલ રાખવા અને આવકનો આધાર ખેતી પરના વેરા પર હોવાથી, ખેતીના ચક્ર મુજબ બજેટના અંદાજ આંકવા અને એ મુજબ નાણાકીય વર્ષ નિશ્ચિત કરવાનો નિર્ણય કર્યો હોવાનું મનાય છે. અંગ્રેજોના આગમન પહેલાં, ભારતમાં ૧ મેથી એપ્રિલ ૩૦ મુજબ નાણાકીય વર્ષ મનાતું હતું.

જે દેશોમાં કેલેન્ડર વર્ષ કરતાં અલગ નાણાકીય વર્ષ અપનાવવામાં આવ્યું છે ત્યાં મોટા ભાગે કેલેન્ડર વર્ષના અંતિમ મહિનાઓમાં મોટા તહેવારો આવતા હોવાના કારણે તહેવારોની ઉજવણી અને આર્થિક કામકાજને અલગ રાખી શકાય એટલા માટે પણ બંને પ્રકારના વર્ષને અલગ અલગ રખાયા હોવાનું મનાય છે.

જોકે હિંદુ સંસ્કૃતિમાં દિવાળીના તહેવાર સાથે ચોપડા પૂજનથી નાણાકીય વર્ષનું સમાપન અને લાભપાંચમથી નવા નાણાકીય વર્ષના શુભારંભને સાંકળી લેવામાં આવ્યા છે.

હમણાં મધ્ય પ્રદેશ જાન્યુ-ડિસેમ્બરનું નાણાકીય વર્ષ નક્કી કરનાર પહેલું ભારતીય રાજ્ય બન્યું છે. વધુ જાણવામાં રસ હોય તો નીચેની લિંક કામ લાગશે.

http://www.news18.com/news/india/january-december-fiscal-heres-what-most-countries-follow-1383663.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!